દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ યથાવત
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યારે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા અને તેની કામગીરીનો અંદાજો પેટાચૂંટણીના પરિણામો પરથી લગાવી શકાય છે. દિલ્હીની રાજિંદર નગર વિધાનસભા સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ફરી એકવાર પોતાનો ઝંડો લહેરાવ્યો છે. AAPના ઉમેદવાર દુર્ગેશ પાઠક 10,867 મતોથી જીત્યા, જ્યારે બીજેપીના રાજેશ ભાટિયા 27,304 મતો સાથે બીજા ક્રમે રહ્યા. કોંગ્રેસ ખૂà
10:02 AM Jun 26, 2022 IST
|
Vipul Pandya
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યારે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા અને તેની કામગીરીનો અંદાજો પેટાચૂંટણીના પરિણામો પરથી લગાવી શકાય છે. દિલ્હીની રાજિંદર નગર વિધાનસભા સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ફરી એકવાર પોતાનો ઝંડો લહેરાવ્યો છે. AAPના ઉમેદવાર દુર્ગેશ પાઠક 10,867 મતોથી જીત્યા, જ્યારે બીજેપીના રાજેશ ભાટિયા 27,304 મતો સાથે બીજા ક્રમે રહ્યા. કોંગ્રેસ ખૂબ જોર લગાવ્યા પછી પણ માત્ર 1,696 મત મેળવી શકી. રાજિંદર નગરમાં આમ આદમી પાર્ટીએ સતત ત્રીજી વખત ઝંડો લહેરાવ્યો છે.
આ કારણોથી સીટ થઈ હતી ખાલી
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢા રાજ્યસભાના સભ્ય બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી. આ સીટ પર AAP, BJP અને કોંગ્રેસ સિવાય 11 વધુ ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું.
આમ આદમી પાર્ટી પહેલા રાઉન્ડથી જ આગળ હતી અને અંત સુધી આગળ રહી. AAPની જીત પર મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે રાજીન્દર નગરના લોકોનો દિલથી આભાર, હું દિલ્હીના લોકોના આ અતુલ્ય સ્નેહ અને પ્રેમ માટે આભારી છું. આનાથી અમને વધુ મહેનત અને સેવા કરવાની પ્રેરણા મળે છે. લોકોએ તેમના ગંદા રાજકારણને હરાવ્યું અને અમારા સારા કામની પ્રશંસા કરી. આભાર રાજીન્દર નાગર.
Next Article