વલસાડમાં EVM બસમાંથી ઉતારી ફરી શાળામાં લઈ આવતા બબાલ, કલેકટરે કર્યો ખુલાસો
આજે રાજ્યમાં પ્રથમ (Gujarat Election)તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જો કે આ દરમિયાન ઘણી જગ્યાએ કેટલીક સમસ્યાઓ પણ સામે આવી છે. જેમાં વલસાડ( Valsad)જિલ્લાની ધરમપુરના કાકડકુવા (Kakadkuva)ગામે મતદાન બાદ બબાલ થઈ હતી. મતદાન પૂર્ણ થયા બાદ EVM બસમાં રવાના કરાયા હતા. જોકે ત્યાર બાદ બસમાંથી ઇવીએમ મશીનો પાછા ઉતારી સ્કૂલમાં લઇ જવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે બબાલ થઈ હતી. ગામ લોકોનું ટોળું મતદાન મથક પર એકઠું થયું છે.
Advertisement
આજે રાજ્યમાં પ્રથમ (Gujarat Election)તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જો કે આ દરમિયાન ઘણી જગ્યાએ કેટલીક સમસ્યાઓ પણ સામે આવી છે. જેમાં વલસાડ( Valsad)જિલ્લાની ધરમપુરના કાકડકુવા (Kakadkuva)ગામે મતદાન બાદ બબાલ થઈ હતી. મતદાન પૂર્ણ થયા બાદ EVM બસમાં રવાના કરાયા હતા. જોકે ત્યાર બાદ બસમાંથી ઇવીએમ મશીનો પાછા ઉતારી સ્કૂલમાં લઇ જવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે બબાલ થઈ હતી. ગામ લોકોનું ટોળું મતદાન મથક પર એકઠું થયું છે. કઈંક ખોટું થવાના ગામ લોકોના આક્ષેપથી મામલો ગરમાયો હતો. ભારે બબાલને પગલે પોલીસ (Police)કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
કલેકટરે કર્યો ખુલાસો
વલસાડમાં કકડકુવા ગામના ઇવીએમમાં છેડછાડના આક્ષેપ અંગે કલેકટરે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, કોઈ છેડછાડ થઈ નથી. EVM મશીન સીલ કરવાનું રહી ગયું હતું. એટલે સીલ કરવા મશીનો પાછા ઉતારી સીલ કરવામાં આવી રહ્યા હતા. કોઈ છેડછાડ થઈ નથી.
પરિણામ પહેલાં જ આમ આદમી પાર્ટીના કાર્યલયે કાર્યકરોએ જીતનો જશ્ન મનાવ્યો
આજે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. અંદાજ 60 ટકાની આસપાસ મતદાન થયું છે. તમામ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થઈ ગયું છે. પાંચ તારીખે બીજા તબક્કાનું મતદાન થશે અને 8 તારીખે પરિણામ આવશે. જો કે આ પરિણામ આવે તે પહેલા જ આજે ગીરમાં મતદાન પૂર્ણ થયા બાદ તાલાલા બેઠકમાં પ્રાચીની આમ આદમી પાર્ટીના કાર્યાલયે કાર્યકરોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરો મતગણતરી પહેલાં જ પોતાની જીત નક્કી કરી હોય તેમ ફટાકડા ફોડી આતશબાજી કરી હતી.

