'આપ'ના વધુ એક નેતા વિવાદમાં, યુવતી પર આચર્યું દુષ્કર્મ
સ્વચ્છ રાજકારણ (Politics)ની વાતો કરનારી આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) નું બેવડું ચરિત્ર બહાર આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારો ઉપરાંત તેના આગેવાનો ( Leader) ની છબી ખરાબ હોવાનું જાણવા છતાં પક્ષ દ્વારા આવા કાર્યકરોને ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથ (Gir Somnath) જીલ્લામાં આપના આગેવાન ભગુ વાળા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. ભગુ વાળા સામે ફરિયાદઆમ આદમી પાર્ટીના ઉàª
07:31 AM Sep 24, 2022 IST
|
Vipul Pandya
સ્વચ્છ રાજકારણ (Politics)ની વાતો કરનારી આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) નું બેવડું ચરિત્ર બહાર આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારો ઉપરાંત તેના આગેવાનો ( Leader) ની છબી ખરાબ હોવાનું જાણવા છતાં પક્ષ દ્વારા આવા કાર્યકરોને ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથ (Gir Somnath) જીલ્લામાં આપના આગેવાન ભગુ વાળા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે.
ભગુ વાળા સામે ફરિયાદ
આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો સતત વિવાદમાં આવી રહ્યા છે. આપના કાર્યકરો અને આગેવાનો પણ ખરાબ છબી ધરાવતા હોવાનું બહાર આવી રહ્યું છે. ગીર સોમનાથ જીલ્લામાં તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ભગુ વાળા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. ભગુ વાળા સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
કામ આપવાની લાલચ આપી દુષ્કર્મ કર્યું
પ્રાપ્ત માહિતી મુજબ ભગુ વાળાએ વિશ્વાસ ફિલ્મ્સ ક્રીએશનના નામે યુવતીને કામ આપવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કર્યું છે. યુવતીએ આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે અને યુવતીને મેડીકલ ચેકઅપ માટે લઇ જવાઇ છે.
તાલુકા પંચાયતનો પૂર્વ સભ્ય
પ્રાપ્ત માહિતી મુજબ ભગુ વાળા સુત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામના રહેવાસી છે અને તે તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચુક્યા છે. તેઓ સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામના પૂર્વ સભ્ય પણ રહી ચુક્યા છે.
'આપ'ના બતાવવાના અને ચાવવાના દાંત અલગ
આમ આદમી પાર્ટી દ્વારા હંમેશા સ્વચ્છ છબી અને ભ્રષ્ટાચારમુક્ત રાજકારણની વાતો કરવામાં આવે છે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારો જોતાં આમ આદમી પાર્ટી માત્ર વાતો જ કરે છે પણ તેનો અમલ કરતી નથી તે પુરવાર થયું છે. થોડા સમય પહેલા વેજલપુર બેઠક અને ગીર સોમનાથ બેઠકના ઉમેદવારો પણ વિવાદમાં ફસાયા હતા જ્યારે દેવગઢબારીયા બેઠકના ઉમેદવાર ભારતસિંહ વાખળા પણ વિવાદમાં આવ્યા હતા.
ભારતસિંહ વાખળા સામે પણ 24 ગુના
આમ આદમી પાર્ટીએ દેવગઢબારીયા બેઠક પર ભારતસિંહ વાખળાના નામની જાહેરાત કરી છે. જો કે આમ આદમી પાર્ટી સ્વચ્છ છબી ધરાવતા નેતાઓ અને કાર્યકરોની પાર્ટી છે તેવી વારંવાર જાહેરાત કરે છે પણ દેવગઢબારીયાના ઉમેદવાર ભારતસિંહ વાખળા સામે 24 કેસ નોંધાયેલા છે. 24 કેસ નોંધાયેલા હોવા છતાં આમ આદમી પાર્ટીએ કશું પણ વિચાર્યા વગર જ તેમને ઉમેદવાર બનાવી દીધા છે જેથી આ વિસ્તારના આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે.
Next Article