જે.પી.નડ્ડાએ ખેડૂત નેતાઓને લીધા આડે હાથ, જાણો શું કહ્યું
વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપનો જોરશોરથી પ્રચાર શરુ થયો છે. રાજ્યની 182 વિધાનસભા બેઠક પર ઈ-બાઈક દ્વારા પ્રચાર શરુ કરાયો છે. મંગળવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ ગાંધીનગરના નભોઇ ગામ ખાતેથી ઈ-બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું અને નમો કિસાન પંચાયતને સંબોધન કર્યું હતું. જેપી નડ્ડાએ ખેડૂત નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. Koo App ગુજરાત પધારેલા માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @JPNadda જીà
04:39 AM Sep 20, 2022 IST
|
Vipul Pandya
વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપનો જોરશોરથી પ્રચાર શરુ થયો છે. રાજ્યની 182 વિધાનસભા બેઠક પર ઈ-બાઈક દ્વારા પ્રચાર શરુ કરાયો છે. મંગળવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ ગાંધીનગરના નભોઇ ગામ ખાતેથી ઈ-બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું અને નમો કિસાન પંચાયતને સંબોધન કર્યું હતું. જેપી નડ્ડાએ ખેડૂત નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ભાજપે જોરશોરથી પ્રચાર અભિયાન હવે શરુ કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. મંગળવારે સવારે તેમણે ગાંધીનગર કોબા ખાતે નમો કિસાન પંચાયતને સંબોધન કરીને ભાજપની ઇ બાઇક યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્યના 143 વિધાનસભા બેઠક પર 14200 ગામોમાં નમો કિસાન પંચાયત યોજાશે અને 20 વર્ષમાં ભાજપે ખેડૂતો માટે કરેલા કાર્યોનો પ્રચાર કરશે.
નમો કિસાન પંચાયતને સંબોધન કરતાં જે.પી.નડ્ડાએ કહ્યું કે ઇ બાઇક દ્વારા રાજ્યની 182 વિધાનસભામાં 14200 ગામોમાં સંપર્ક કરવામાં આવશે અને મને આ યાત્રા શરુ કરવાનો લાભ મળ્યો છે જેના માટે હું સહુનો આભાર માનું છું.
તેમણે કહ્યું કે તેના દ્વારા ખેડૂતોનો સીધો સંપર્ક કરવામાં આવશે અને પીએમ દ્વારા જે યોજનાઓ શરુ કરવામાં આવી છે તેની ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે બધાએ ખેડૂતોનો માત્ર ઉપયોગ કર્યો છે પણ કોઇએ ખેડૂતોનું કામ કર્યું નથી. ફક્ત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ જ ખેડૂતો માટે કાર્ય કર્યું છે. વડાપ્રધાનશ્રી દ્વારા ગરીબ કલ્યાણ યોજના શરુ કરીને કોરોનામાં પણ લોકોના જીવ બચાવીને બધાને મજબૂત બન્યા છે. ગરીબ કલ્યાણ કિસાન સન્માન યોજના વિશે કોઇએ કામ કર્યું નથી પણ વડાપ્રધાનશ્રી દ્વારા ખેડૂતોને 3 મહિને 11 કરોડ પહોંચાડવામાં આવે છે.
તેમણે ખેડૂત નેતાઓ પર પ્રહાર કરતાં કહ્યું કે ઘણા લોકો ખેડૂતોના નામ પર રાજનીતિ કરે છે અને ખેડૂત નેતાઓએ ખેડૂતો માટે કંઇ જ કર્યું નથી.
જે.પી.નડ્ડાએ કહ્યું કે વડાપ્રધાને ખેડૂતોને પ્રાધાન્ય આપ્યું અને ખેડૂતોને વધુ ભાવ મળે તેવા પ્રયાસ કર્યા છે. કેન્દ્ર સરકારે ખેડૂતોની ચિંતા કરી કૃષિ વિભાગના બજેટમાં 6 ગણો વધારો કર્યો અને વડાપ્રધાને ખેડૂતો સુધી સીધી સહાય પહોંચાડી છે. 32 હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવામાં ગુજરાત સરકારે સહાય કરી છે જ્યારે ગુજરાતમાં 15 લાખ ખેડૂતોને વ્યાજમુક્ત લોન અપાઇ છે.
182 વિધાનસભામાં ઇ બાઇક દ્વારા ભાજપે પ્રચાર શરુ કર્યો છે અને ખેડૂતો સુધી વાત પહોંચાડવા પ્રયત્ન કરવા કાર્યકરોને અપિલ કરી હતી.
Next Article