જયરાજસિંહ જાડેજાનું તેજાબી ભાષણ, હું જીવું છું ત્યાં સુધી મારા પરિવારને જ મળશે ટિકિટ
રાજકોટના ગોંડલમાં હાઈ વોલ્ટેજ ચૂંટણી મુકાબલોજયરાજસિંહ જાડેજાની ભૂણાવાની સભામાં ધમકીકોઈ આડા હાલશે તો સારાવાટ નહીં રહેઃ જયરાજસિંહટિકિટ માંગનાર હોદ્દેદારોને કહ્યું તમારી હેસિયત શું છે'જીવું છું ત્યાં સુધી મારા પરિવારને જ ભાજપની ટિકિટ મળશે'સહદેવસિંહ,સિદ્ધરાજસિંહના નામોલ્લેખ સાથે પ્રહારગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે રાજકોટ (Rajkot)ના ગોંડલ (Gondal)માં હાઇવોàª
Advertisement
- રાજકોટના ગોંડલમાં હાઈ વોલ્ટેજ ચૂંટણી મુકાબલો
- જયરાજસિંહ જાડેજાની ભૂણાવાની સભામાં ધમકી
- કોઈ આડા હાલશે તો સારાવાટ નહીં રહેઃ જયરાજસિંહ
- ટિકિટ માંગનાર હોદ્દેદારોને કહ્યું તમારી હેસિયત શું છે
- 'જીવું છું ત્યાં સુધી મારા પરિવારને જ ભાજપની ટિકિટ મળશે'
- સહદેવસિંહ,સિદ્ધરાજસિંહના નામોલ્લેખ સાથે પ્રહાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે રાજકોટ (Rajkot)ના ગોંડલ (Gondal)માં હાઇવોલ્ટેજ ચૂંટણી મુકાબલો જોવા મળી રહ્યો છે. ગોંડલના ભૂણાવામાં યોજાયેલી જાહેરસભાનો વિડીયો વાયરલ થયો છે જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayaraj Singh Jadeja)એ ટિકિટ માગનાર હોદ્દેદારોને કહ્યું હતું કે તમારી હેસિયત શું છે. તેમણે કહ્યું કે હું જીવુ છું ત્યાં સુધી મારા પરિવારને જ ભાજપની ટિકિટ મળશે. તેમણે સહદેવસિંહ અને સિદ્ધરાજસિહના નામોલ્લેખ સાથે પ્રહાર કર્યા હતા.
ગોંડલ બેઠકમાં હાઇવોલ્ટેજ ડ્રામા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ગોંડલ વિધાનસભા બેઠક પર ટિકિટ મેળવવા માટે ભારે હૂંસાતુસી જોવા મળી હતી. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું ગૃપ અને અનિરુદ્ધસિંહ જાડેજાના ગૃપ વચ્ચે ટિકિટ માટે ભારે ખેંચતાણ જોવા મળી હતી. ટિટિટ માટે બંને જૂથ વચ્ચે સોશિયલ મીડિયામાં પણ વોર જોવા મળી હતી. ભાજપની સેન્સ પ્રક્રિયામાં બંને ગૃપ દ્વારા ટિકટ માટે દાવેદારી કરવામાં આવી હતી. જો કે આખરે ટિકિટ તો જયરાજસિંહ જાડેજા જૂથના ફાળે જ ગઇ હતી.
જયરાજસિંહનો વિડીયો વાયરલ
દરમિયાન, ગોંડલના ભૂણાવા ગામમાં જાહેરસભા યોજાઇ હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેમણે જાહેરસભામાં ટિકિટ માગનારા હોદ્દેદારોને કહ્યું કે તમારી હેસિયત શું છે. કોઇ આડા હાલશે તો સારાવટ નહી રહે તેમ પણ કહ્યું હતું. તેમણે કહ્યું કે હું જીવું છું ત્યાં સુધી મારા પરિવારને જ ભાજપની ટિકિટ મળશે. તેમણે ભાષણમાં સહદેવસિંહ અને સિદ્ધરાજસિંહના નામોલ્લેખ સાથે પણ આકરા પ્રહાર કર્યા હતા.
આ જયરાજસિંહ જાડેજા 98ની સાલમાં હતો ને એનો એ જ છે
તેમણે ભાષણમાં કહ્યું કે તમારા ગામનો છોકરો સહદેવ એને ઉપાડીને હું જિલ્લા પંચાયતમાં લઈ ગયો એને મેં કારોબારીનો ચેરમેન બનાવ્યો. જ્યારથી પંચાયત રાજ આવ્યું છે ત્યારથી ઘરાસિયાનો દીકરો જિલ્લા પંચાયતનો ચેરમેન પહેલીવાર બન્યો છે. એ બધુ ભૂલાઈ ગયુ? તેમણે વડીલોને પણ ઠપકો આપ્યો હતો. જયરાજસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીમાં ઘરડો થઈ ગયો છે હવે અને આ લોકોએ પણ મારામાં વિશ્વાસ રાખ્યો છે. વડીલ તરીકેની ભૂમિકા જ્યારે ભજવવાની હોય જ્યારે ચૂકી જવાની હોયને એ બંને વસ્તુની નોંધ છે. તેમણે કહ્યું કે આ જયરાજસિંહ જાડેજા 98ની સાલમાં હતોને એનો એ જ છે. એમા જરાય શંકા કોઈ રાખતા નહીં.
તમારા સરનામા મેં બનાવ્યા
ભાષણમાં તેમણે કહ્યું કે ભલા માણસ ઘરાસિયા તરીકે મારો ભરોસો કોનો કરવો તમે વિચાર તો કરો. હું આભાર માનુ છું લેઉવા પટેલ સમાજનો. એક લાખની વસ્તીનો આ લેઉવા પટેલ સમાજનો મતદાર અને એક લાખ માંથી એક લેઉવા પટેલ યુવાને મારી સામે ટિકિટ ના માંગી તમે વિચાર તો કરો. મારે કોની ખાનદાનીને બિરદાવવી. તમારા સરનામા મેં બનાવ્યા ને. એ સરનામા જો વીંખી નો નાંખુ ને તો હું જયરાજસિંહ જાડેજા નઈં કહી દેજો. શરમ થાવી જોઈએ. મારે ટિકિટ જોતી છે. હવે કાલ તૂટેલા બૂટ પહેરીને આંટા મારતો હતો, ભૂલી ગયા? હું વ્યક્તિગત વાત કરું છું હો ભાઈ તમે કોઈ મારો થપકો માથે ના લઈ લેતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.