Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જયેશ રાદડિયાએ જેતપુર બેઠકને લઇ કર્યો દાવો,આ બેઠક પર ચૂંટણી લડવાનો મારો અધિકારઃ રાદડિયા

ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ની ચૂંટણીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સતત સભાઓ ગજાવી રહી છે અને સતત ગેરન્ટી આપી રહી છે. આ દરમિયાન વીરપુર ખાતે યોજાયેલી જાહેરસભામાં ભાજપ (BJP)ના ધારાસભ્ય જયેશ રાદડિયા (Jayesh Radadia)એ હુંકાર કર્યો છે.જેતપુરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા (Former Cabinet Minister Jayesh Radadia)એ એક સભા દરમિયાન à
જયેશ રાદડિયાએ જેતપુર બેઠકને લઇ કર્યો દાવો આ બેઠક પર ચૂંટણી લડવાનો મારો અધિકારઃ રાદડિયા
Advertisement
ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ની ચૂંટણીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સતત સભાઓ ગજાવી રહી છે અને સતત ગેરન્ટી આપી રહી છે. આ દરમિયાન વીરપુર ખાતે યોજાયેલી જાહેરસભામાં ભાજપ (BJP)ના ધારાસભ્ય જયેશ રાદડિયા (Jayesh Radadia)એ હુંકાર કર્યો છે.
જેતપુરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા (Former Cabinet Minister Jayesh Radadia)એ એક સભા દરમિયાન હૂંકાર કર્યો હતો કે, જેતપુર (Jetpur)બેઠક પર ચૂંટણી લડવાનો મારો અધિકાર  છે અને અહી બીજા લોકો જે વિચારી કરી રહ્યા હોય તો રહેવા દેજો,
તેમણે ઉમેર્યું કે, અહીં મારા પિતાએ 30 વર્ષ લોકોની સેવા કરી છે અને મારા પિતાએ જે વાગ્યું તે લણવાનો મારો  અધિકાર છે ત્યારે પોરબંદર અને રાજ્કોટથી આવતા પવન રોકાઈ જશે તેવું તેમણે તેની સભામાં જણાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પહેલા એક સભામાં તેમણે હૂંકાર કર્યો હતો કે, મારાથી મજબૂત ધારાસભ્ય મળે ત્યારે તેને ચૂંટીને બેસાડજો અને હું પણ તેને સ્વીકારીશ અને તમારી સાથે નીચે બેસીશ. જે બાદ આજે તેમણે ફરી હૂંકાર ભર્યો છે.
    
Tags :
Advertisement

.

×