જાણો, શસ્ત્ર પૂજનના બહાને અગ્રણીઓએ શું કર્યું? ગુજરાતના રાજકારણની મહત્વની ઘટનાઓ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) હવે નજીક છે ત્યારે આજના વિજયા દશમી (Vijaya Dashmi)ના પવિત્ર તહેવારે પણ રાજકીય નેતાઓ શસ્ત્ર પૂજનના નામે પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રસ્તુત છે. ગુજરાતના રાજકારણ (Politics)માં અત્યાર સુધી બનેલી મહત્વની ઘટનાઓ..સાવલીમાં બે નેતાઓનું શક્તિ પ્રદર્શનઆજે દશેરાના તહેવારની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. આજે શસ્ત્ર પૂજન પણ કરવામાં આવે છે ત્યારે દશેરાના દિવસે વડ
Advertisement
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) હવે નજીક છે ત્યારે આજના વિજયા દશમી (Vijaya Dashmi)ના પવિત્ર તહેવારે પણ રાજકીય નેતાઓ શસ્ત્ર પૂજનના નામે પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રસ્તુત છે. ગુજરાતના રાજકારણ (Politics)માં અત્યાર સુધી બનેલી મહત્વની ઘટનાઓ..
સાવલીમાં બે નેતાઓનું શક્તિ પ્રદર્શન
આજે દશેરાના તહેવારની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. આજે શસ્ત્ર પૂજન પણ કરવામાં આવે છે ત્યારે દશેરાના દિવસે વડોદરાના સાવલીમાં રાજકીય હૂસાંતૂસી જોવા મળી હતી. સાવલીમાં ભાજપના જ બે મોટા નેતાઓએ અલગ અલગ યોજી હતી. સાવલીમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય અને બરોડા ડેરીના ડિરેક્ટરની અલગ-અલગ રેલી યોજવામાં આવતાં રાજકીય ગરમાવો આવી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ વર્તમાન ધારાસભ્ય કેતન ઈનામદાર અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપ રાઉલજીએ દશેરાના દિવસે શક્તિ પ્રદર્શન કર્યું હતું. બંન્ને નેતાઓએ શસ્ત્ર પૂજનના બહાને પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. બંને નેતાઓના સમર્થકો વચ્ચે ઘર્ષણ રોકવા રોડ વચ્ચે પોલીસને સફેદ પડદા લગાવવા પડ્યા હતા. એક જ રૂટ પરથી બંન્ને નેતાઓની રેલી યોજાતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.
હર્ષદ રીબડીયાને કોંગ્રેસે ગદ્દાર ગણાવ્યા
બીજી તરફ મંગળવારે ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ રાજીનામું આપ્યા બાદ હજું પણ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે ધારાસભ્ય હર્ષદ રીબડીયાને ગદ્દાર ગણાવ્યા છે. જૂનાગઢમાં જીલ્લા કોંગ્રેસ ભવન ખાતે અગ્રણીઓની બેઠકનો દોર ચાલી રહ્યો છે. કાર્યકરોએ જીલ્લા પ્રમુખના ચાર્ટ પરથી હર્ષદ રીબડીયાનું નામ હટાવી દીધું હતું. ઉપરાંત જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયાનું નામ પણ હટાવાયું હતું, કોંગ્રેસના કાર્યાલયમાં બંનેના નામ હટાવીને ગદ્દાર લખાયું હતું અને કોંગ્રેસ કાર્યાલયમાં બેનરો પરથી હર્ષદ રીબડીયાને હટાવ્યા હતા. જેના પગલે જીલ્લાના રાજકારણમાં ખળભળાટ જોવા મળ્યો હતો.
દિલીપ ઠાકોરને સી.આર.પાટીલે આપ્યા સંકેત
વિજયા દશમીના દિવસે શસ્ત્ર પૂજન કરનારા દિલીપભાઇ ઠાકોરને શસ્ત્રપૂજન ફળ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે દિલીપભાઇ ઠાકોરને ચૂંટણી લડવાના આડકતરા સંકેત આપ્યા હતા. બુધવારે દશેરાના દિવસે ચાણસ્માના જસોમાવ ખાતે યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંકેત આપ્યા હતા અને દિલીપ ઠાકોરને તથા તેમના સમર્થકોને તૈયાર રહેવા જણાવ્યું હતું. સી.આર.પાટીલના મહત્વના નિવેદનથી રાજકારણ ગરમાયું છે.
કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય છેડો ફાડે તેવી ચર્ચા
બીજી તરફ બુધવારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોંગ્રેસનો હાથ છોડે તેવી ચર્ચા ચાલતાં કોંગ્રેસનું આંતરીક રાજકારણ ગરમાયુ હતું. સાવરકુંડલા ધારાસભ્ય પ્રતાપ દૂધાતે જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સાથે મુલાકાત કરતાં ખળભળાટ મચી ગયો હતો. પ્રતાપ દૂધાતે ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ભાજપ ઉપાધ્યક્ષ સાથે મુલાકાત કરતાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. કોંગ્રેસમાંથી એક તરફ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ રાજીનામું આપ્યું છે ત્યારે બીજી તરફ પ્રતાપ દૂધાતની આ મુલાકાતથી રાજકારણ ગરમાયું છે અને પ્રતાપ દૂધાત ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. અગાઉ ભાજપ સાંસદે પણ દૂધાતના વખાણ કર્યા હતા અને હવે હર્ષદ રીબડિયાના રાજીનામા બાદ આ મુલાકાતની ચર્ચા ચાલી રહી છે.


