જાણો કોંગ્રેસના ક્યા ઉમેદવારને આવ્યો હાર્ટ એટેક
ભાવનગર (Bhavnagar) ગ્રામ્ય વિધાનસભા સીટના કોંગ્રેસના (Congress) ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હાર્ટ એટેક (Revat Singh Gohil Heart Attack) આવ્યો છે. એટેક આવતા રેવતસિંહ ગોહિલને હાલમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election) હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારને હાર્ટ એટેક આવતા સમર્થકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. તમને જણાવી દઈએ કે, ભાજપના ઉમેદવાર પરષોત્તમ સોલંકી સામે આ ચૂંટણીમાં એમની ફાઈટ છે. રૈવતસિંહ વ્યસ્ત ગઈ કાલ રાત સુધી સભાઓ અને રેલીમાં દોડધામ કરતા હતા. અચાનક હાર્ટ એટેક આવતા ગ્રામ્ય કોંગ્રેસના સમર્થકો ચિંતામાં મુકાયા છે.
ભાજપના કયા દિગ્ગજ નેતા જોડાયા કોંગ્રેસમાં
ગુજરાત ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો લાગ્યો છે. ટિકિટ ન મળવાથી નારાજ થયેલા ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ ભાજપમાં સામેલ થયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં સામેલ થયા. થોડા સમય પહેલા તેમણે અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી, ત્યારથી તેમના કોંગ્રેસમાં જોડાવાની અટકળો થઈ રહી હતી. જયનારાયણ વ્યાસ સિદ્ધપુરથી ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે.
સિદ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની કરી હતી અપીલ
પાટણની સિદ્ધપુર વિધાનસભા બેઠક પર તાજેતરમાં ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યુ હતું. વામૈયા ગામે કોગ્રેસની જાહેર સભામાં ડો. જયનારણ વ્યાસ જોવા મળ્યા હતા. ડો.જય નારાયણ વ્યાસે સિદ્ધપુર કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપી જીતાડવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે છે કે ભાજપના સિનિયર નેતા ડો જય નારાયણ વ્યાસે થોડા સમય અગાઉ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપ્યું હતું.


