ત્રણેય રાજ્યોની ચૂંટણી પર દેશની નજર દેશમાં આજે ત્રણ મહત્વના રાજ્યો પર મતદાન યોજાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાનું મતદાન તો ઉત્તરાખંડની 70 અને ગોવાની 40 બેઠકો પર મતદાન યોજાશે. ચૂંટણી કોરોના ગાઈડલાઈન પ્રમાણે યોજાય તેની સંપૂર્ણ વ્યવસ્થાચૂંટણીપંચે કરી છે. ભાજપ સહિતની રાજકીય પક્ષોએ ત્રણેય રાજ્યોના ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાનું મતદાનઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં 9 જિલ્લાની 55 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 9 જિલ્લાની 55 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યુ છે. 585 ઉમેદવારો મેદાનમાં છે. અંદાજે 2 કરોડ મતદારો યૂપીમાં પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. ઉત્તર પ્રદેશમાં આઝમ ખાન તેમના પુત્ર અબ્દુલ આઝમ અને ભાજપના સુરેન્દ્ર ખન્ના ચૂંટણી મેદાનમાં છે. વર્ષ 2017માં યૂપીમાં 55 બેઠકોમાંથી ભાજપે 38,સમાજવાદી પાર્ટીએ 15 અને કોંગ્રેસે 2 બેઠકો જીતી હતી. પ્રધાનમંત્રી મોદીએ રેલીઓ યોજી ચૂંટણી પ્રચાર કર્યો હતો. બીજીતરફ અખિલેશ યાદવની પણ પ્રતિષ્ઠાનો જંગ છે. ઉત્તરાખંડની 70 બેઠકો પર જંગઉત્તરાખંડની 70 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યુ છે. 632 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થશે. ગઢવાલ મંડળના 7 જિલ્લાની 29 બેઠકો અને 391 ઉમેદવારોની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. ગોવામાં 40 બેઠકો પર મતદાનગોવામાં 40 બેઠકો પર મતદાન થઈ રહ્યુ છે. 40 બેઠકો માટે 301 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપના 40, કોંગ્રેસના 37, AAPના 29, TMCના 26, MGPના 13 અને અપક્ષના 68 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં ફુલ 11.56 લાખ મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે.સૌથી પહેલા મતદાન: PM મોદીત્રણેય રાજ્યોની ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદીએ લોકશાહીના પર્વની શુભકામના આપી હતી. લોકો મતદાન કરે અને રેકોર્ડ બનાવે તેવી અપીલ પ્રધાનમંત્રીએ કરી છે. પ્રધાનમંત્રીએ સૂત્ર આપ્યું છે 'પહેલા મતદાન પછી અન્ય કોઈ કામ'