શાયર મુનવ્વર રાણાના ઘરની બહાર સુરક્ષા વધારાઇ છે. તેમણે કહ્યું હતું કે યોગી ફરીથી સીએમ બનશે તો હું યુપી છોડી દઇશ. ગુરુવારે જયારે પરિણામ જાહેર થયા ત્યારે યુપીમાં ભાજપ જીત તરફ આગ વધી રહ્યું છે.મુનવ્વર રાણાના ઘની ફરતે પોલીસ ગોઠવાઇ ઉત્તર પ્રદેશની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે ત્યારે શાયર મુનવ્વર રાણાની ઘરની બહાર સુરક્ષા વધારવામાં આવી છે. લખનૌમાં મુનવ્વર રાણાની સોસાયટીનો ગેટ બંધ કરી દેવાયો હતો અને ઘરની આસપાસ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આમ તો બુધવાર રાતથી જ સોશિયલ મિડીયામાં મુનવ્વર રાણા ટ્રોલ થવા લાગ્યા હતાઅને તેને જોતાં જ તેમના ઘરની સુરક્ષા વધારી દેવાઇ હતી. મુનવ્વર રાણાની પુત્રી ઉરુસા રાણા પણ યુપીના ચૂંટણીના જંગમાં છે અને તે કોંગ્રેસ તરફથી ઉન્નાવની સીટ પરથી લડી રહ્યા છે પણ તેમનું પ્રદર્શન એકદમ કંગાળ રહ્યું છે. તેમને નોટા કરતાં પણ ઓછા મત મળ્યા છે. શું કહ્યું હતું મુનવ્વર રાણાએ મુનવ્વર રાણાએ કહ્યું હતું કે યોગી આદિત્યનાથ ફરીથી મુખ્યમંત્રી બનશે તો તે યુપી છોડી દેશે અને દિલ્હી કે કોલકાતા જતા રહેશે. મારા પિતાએ પાકિસ્તાન જવાનું મંજુર કર્યું ન હતું પણ હવે દુખ સાથે તેમને તેમના શહેર, રાજય અને માટીને છોડવી પડશે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીના ખભા પર હાથ મુકીને બહું જ ખરાબ કર્યું હતું અને તેના કારણે તેમણે ઉત્તર પ્રદેશમાં ભેદભાવ ફેલાવ્યો છે. આ સરકારે ફકત નારો જ આપ્યો હતો કે સહુનો સાથ, સહુનો વિકાસ પણ એવું કશું થયું નથી. તેમનું ચાલે તો રાજયમાંથી મુસલમાનોને બહાર કાઢે. તેમના માટે દિલ્હી, કોલકાતા ગુજરાત વધુ સુરક્ષીત છે.