ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નરોડા બેઠક પર મેઘરાજ ડોડવાણી કોંગ્રેસ-NCPના સંયુક્ત ઉમેદવાર બદલાયા, નિકુલસિંહે કર્યો હતો ચૂંટણી લડવા ઇન્કાર

નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો ગુજરાતમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે અડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં અમદાવાદની નરોડા બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. નરોડા બેઠક પર કોંગ્રેસે NCP સાથે ગઠબંધન કર્યું છે. ત્યારે છેલ્લી ઘડીએ NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાનો ઈનકાર કરી દેતા રાજકીય માહોલ ગરમાયો હતો. ત્રણ બેઠક
07:21 AM Nov 17, 2022 IST | Vipul Pandya
નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો ગુજરાતમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે અડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં અમદાવાદની નરોડા બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. નરોડા બેઠક પર કોંગ્રેસે NCP સાથે ગઠબંધન કર્યું છે. ત્યારે છેલ્લી ઘડીએ NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાનો ઈનકાર કરી દેતા રાજકીય માહોલ ગરમાયો હતો. ત્રણ બેઠક
નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો 
ગુજરાતમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે અડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં અમદાવાદની નરોડા બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. નરોડા બેઠક પર કોંગ્રેસે NCP સાથે ગઠબંધન કર્યું છે. ત્યારે છેલ્લી ઘડીએ NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાનો ઈનકાર કરી દેતા રાજકીય માહોલ ગરમાયો હતો. 
ત્રણ બેઠક પર NCP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન
NCP અને કોંગ્રેસ વચ્ચે ત્રણ બેઠક પર ગઠબંધન કરવામાં આવ્યું છે. ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારીયા. જેથી આ ત્રણ બેઠક પર NCPના ઉમેદવારો જ ચૂંટણી લડશે. અમદાવાદની નરોડા બેઠક પર ભાજપે ડૉ. પાયલ કુકરાણીને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ ઓમપ્રકાશ તિવારીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. 
NCPમાંથી ચૂંટણી લડવી હોય તો આપવું પડે રાજીનામું 
નિકુલસિંહ તોમર કોંગ્રેસના કોર્પોરેટર છે, નિકુલસિંહને ચૂંટણી લડવી હોય તો AMCના કોર્પોરેટર પદેથી રાજીનામું આપવું પડે એમ હોવાથી તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે.નિકુલસિંહે ચૂંટણી લડવાનો ઇનકાર કરતા ફરી કોંગ્રેસ-એનસીપીએ ઉમેદવારના નામ પર મંથન શરૂ કર્યું હતું.. જે બાદ NCPએ સિંધી સમાજમાંથી ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો છે. અને મેઘરાજ ડોડવાણીને નરોડા બેઠકની ટિકીટ આપી છે. 
 
આ બેઠક પર છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનો કબજો
2017ના વિધાનસભા ચૂંટણીમાં નરોડા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બલરામ થાવાણીએ કોંગ્રેસના ઉમેદવાર ઓમપ્રકાશ તિવારીને હરાવ્યા હતા. 2012માં પણ ભાજપના ઉમેદવાર ડૉ. નિર્મલાબેન વાઘવાણીએ કોંગ્રેસના ઉમેદવાર ભગવાન ભરવાડને 58,352 મતથી હરાવ્યા હતા. 
આ પણ વાંચો  -  ગુજરાતની એકમાત્ર બાકી રહેલી બેઠક પર ભાજપે સૌથી ઉંમરલાયક ઉમેદવારને આપી ટિકિટ
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CandidateCongresscontestElectionElection2022GujaratGujaratFirstMeghrajDodwaniNarodaseatNCPNikulSinghrefused
Next Article