કેટલાક દાવેદારોમાં ગભરાટ, તો કેટલાક ખુશ, જાણો સુરત ભાજપનો માહોલ
સુરતની 12 વિધાનસભા માટે ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી કરવાની શરૂઆતસવારે 10:00 કલાકે ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવાઇનિરીક્ષક તરીકે બે ભાગમાં ટીમ બનાવાઈ ઝવેરીભાઈ ઠક્કર, સતિષભાઈ પટેલ, જ્યોતિબેન પંડ્યા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સુરતમાંરાજકોટના સાંસદ રામભાઈ મોકરીયા અને બીજલબેન પટેલ ઉપસ્થિત રહેશેજુદા જુદા બે હોલમાં એક સાથે બે વિધાનસભાના ઉમેદવારોની પસંદગી સવાàª
Advertisement
- સુરતની 12 વિધાનસભા માટે ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી કરવાની શરૂઆત
- સવારે 10:00 કલાકે ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવાઇ
- નિરીક્ષક તરીકે બે ભાગમાં ટીમ બનાવાઈ
- ઝવેરીભાઈ ઠક્કર, સતિષભાઈ પટેલ, જ્યોતિબેન પંડ્યા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સુરતમાં
- રાજકોટના સાંસદ રામભાઈ મોકરીયા અને બીજલબેન પટેલ ઉપસ્થિત રહેશે
- જુદા જુદા બે હોલમાં એક સાથે બે વિધાનસભાના ઉમેદવારોની પસંદગી
- સવારે ઉધના અને વરાછા બેઠક
- જ્યારે બપોરે 2 વાગ્યાથી મજુરા અને કરંજ
- સાંજે 5:30 વાગ્યાથી ચોર્યાસી અને કતારગામ બેઠક
- જુદા જુદા દાવેદારો આજે ભાજપ કાર્યલય ખાતે ઉમટી પડશે..
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) માટે ભાજપ (BJP) દ્વારા 182 વિધાનસભા બેઠક માટે ઉમેદવારો (Candidate) નક્કી કરવાની પ્રક્રિયા શરુ કરાઇ છે. આ પ્રક્રિયાના ભાગ રુપે સુરત (Surat)ની 12 વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી કરવાની શરૂઆત કરી દેવાઇ છે.
દાવેદારો ભાજપ કાર્યાલય પર પહોંચ્યા
ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરુ થતાં કેટલાક નવા દાવેદારોમાં ગભરાટ તો કેટલાક જૂના દાવેદારો ટિકીટ મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.હાલ તમામ દાવેદારો સુરતના ભાજપ કાર્યલય ખાતે પોતાની રજૂઆત અને માંગણીઓ લઈ પહોંચ્યા છે.
તમામ નિરિક્ષકો પણ પહોંચ્યા
વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે હવે દરેક પાર્ટીમાં દાવેદારો ટિકિટ મેળવવા થનગની રહ્યાં છે.એમાં પણ સત્તાધારી પાર્ટી ભાજપમાંથી ટિકિટ મેળવવા અનેક દાવેદારો આજે મેદાનમાં ઉતર્યા છે. સુરતની 12 વિધાનસભા માટે ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઇ છે.તમામ નિરીક્ષકો ભાજપ કાર્યાલય ખાતે પહોંચી પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
બે હોલમાં 2 ઉમેદવારોની પસંદગી કવાયત
સુરતમાં નિરીક્ષક તરીકે બે ભાગમાં ટીમ બનાવાઈ છે. ઝવેરીભાઈ ઠક્કર,સતિષભાઈ પટેલ, જ્યોતિબેન પંડ્યા, ઋષિકેશ પટેલ,રાજકોટના સાંસદ રામભાઈ મોકરીયા અને બીજલબેન પટેલ ઉપસ્થિત જોવા મળ્યા છે. જુદાજુદા બે હોલમાં એક સાથે બે વિધાનસભાના ઉમેદવારોની પસંદગી કરવાની શરૂઆત થઈ ગઈ છે.
આખો દિવસ કાર્યવાહી ચાલશે
સવારે 10 કલાકે ઉધના અને વરાછા બેઠક જ્યારે બપોરે 2 વાગ્યાથી મજુરા અને કરંજ બેઠક અને સાંજે 5:30 વાગ્યાથી ચોર્યાસી અને કતારગામ બેઠકના દાવેદારોને સાંભળવામાં આવશે,જેને લઇ જુદા જુદા દાવેદારો આજે ભાજપ કાર્યલય ખાતે ઉમટી પડ્યા છે.. દરેક દાવેદારને વધારે સમય આપી શકાય તે માટે 3 ટીમની રચના કરાઇ છે. સુરત શહેરની તમામ 12 બેઠકો માટેના દાવેદારોને સાંભળવા નિરીક્ષક રૂમની બહાર પહેલા નામની નોંધણી કરાય છે અને ત્યાર બાદ તેમને નિરીક્ષક ખંડમાં પ્રવેશ અપાયો છે.
બે દિવસ કાર્યવાહી
27મીએ ચોર્યાસી, મજુરા અને ઉધના, વરાછા, કરંજ, કતારગામ વિધાનસભાના દાવેદારોને સાંભળવામાં આવશે. જ્યારે 28મીએ સુરત પશ્ચિમ, લિંબાયત, સુરત પૂર્વ અને સુરત ઉત્તરના દાવેદારોને સાંભળવામાં આવશે.
સુરત જીલ્લામાં પણ પ્રક્રિયા
શહેરની 12 બેઠકના દાવેદારોને સાંભળવા સાથે જ જિલ્લામાં પણ નજીકના સમયમાં અન્ય 4 બેઠકો માટે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.જ્યારે કોંગ્રેસે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. આમ આદમી પાર્ટીએ કેટલીક બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. મોટી સંખ્યામાં દાવેદારી થવાને પગલે આ 3 ટીમ બધાં જ દાવેદારોને શાંતિથી સાંભળી તેમજ ગ્રાઉન્ડ સ્થિતિનું નિરિક્ષણ કર્યા બાદ પ્રદેશ નેતાગીરીને રિપોર્ટ સુપરત કરશે.


