ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આમ આદમી પાર્ટી પર પરેશ રાવલનો કટાક્ષ, કહ્યું- અરે આ તો 'આપ' નથી 'સાપ' છે

અભિનેતા અને ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલનો પ્રચારગુંદલાવ ખાતે પરેશ રાવલે સભા ગજવી કર્યો પ્રચારપરેશ રાવલ ભાજપ ઉમેદવારોનો પ્રચાર કરવા મેદાનેપરેશ રાવલે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર કર્યા પ્રહારરાહુલ ગાંધી યાત્રામાં ચાલે, રાજકારણમાં નહીં:પરેશ રાવલAAP અને કેજરીવાલને પણ લીધા આડેહાથકેજરીવાલ જુઠ્ઠા માણસ છે: પરેશ રાવલગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ
05:23 AM Nov 29, 2022 IST | Vipul Pandya
અભિનેતા અને ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલનો પ્રચારગુંદલાવ ખાતે પરેશ રાવલે સભા ગજવી કર્યો પ્રચારપરેશ રાવલ ભાજપ ઉમેદવારોનો પ્રચાર કરવા મેદાનેપરેશ રાવલે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર કર્યા પ્રહારરાહુલ ગાંધી યાત્રામાં ચાલે, રાજકારણમાં નહીં:પરેશ રાવલAAP અને કેજરીવાલને પણ લીધા આડેહાથકેજરીવાલ જુઠ્ઠા માણસ છે: પરેશ રાવલગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ
  • અભિનેતા અને ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલનો પ્રચાર
  • ગુંદલાવ ખાતે પરેશ રાવલે સભા ગજવી કર્યો પ્રચાર
  • પરેશ રાવલ ભાજપ ઉમેદવારોનો પ્રચાર કરવા મેદાને
  • પરેશ રાવલે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર કર્યા પ્રહાર
  • રાહુલ ગાંધી યાત્રામાં ચાલે, રાજકારણમાં નહીં:પરેશ રાવલ
  • AAP અને કેજરીવાલને પણ લીધા આડેહાથ
  • કેજરીવાલ જુઠ્ઠા માણસ છે: પરેશ રાવલ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે, ત્યારે તમામ પક્ષોના નેતાઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરતા જોવા મળી રહ્યા છે. આ કડીમાં ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલ (Paresh Rawal) ની પણ એન્ટ્રી થઇ ગઇ છે. અભિનેતા અને ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલ ગઇ કાલે સુરતમાં એક સભામાં વિપક્ષ પર અને ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. 
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભરપેટ વખાણ 
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારને લઇને કેન્દ્રીય નેતાઓ સતત આવી રહ્યા છે. ત્યારે ગત રાત્રિએ ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલે પણ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ભાજપના વખાણ અને વિરોધી પક્ષો પર શાંબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે સુરતના ગુંદલાવ ખાતે યોજાયેલી સભાને ગજવી ભાજપનો પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભરપેટ વખાણ કર્યા હતા. વળી તેમણે તે પણ કહ્યુ કે, કોંગ્રેસ મોદી પાછળ હાથ ધોઈ ને પડ્યું હતું, ગમે એમ કરી ને અંદર નાખી દેવાની તૈયારી કરતા હતા. આર્મી છોડી ને દેશની તમામ એજન્સીઓ મોદી પાછળ લગાવી દીધી હતી. પણ રામ રાખે એને કોણ ચાખે સાહેબ. તેમણે કહ્યું કે, એક સમયે મોદીને વિઝા ન મળે તેવા પ્રયાસો કરાયા હતા. આજે દુનિયાના લોકો મોદીને ખભે બેસાડીને નાચવા તૈયાર છે. યુક્રેન-રશિયા કોઈના બાપનું નહીં સાંભળે તે તમામને ખબર છે પણ તેણે આ મોદીનું સાંભળ્યું હતું. મોદી સાચો માણસ છે, સાચો દેશભક્ત છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનવાળા કહે છે મોદી સાહેબ તમે આવોને મધ્યસ્થી કરાવો. 
કોંગ્રેસ પર પરેશ રાવલનો કટાક્ષ
પરેશ રાવલે સભાને સંબોધતા કોંગ્રસ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છો એ તો કહો તોડ્યું કોણે ? તમે હિન્દૂ ટેરરની વાત કરો છો નફરત ફેલાવો છો. 26/11 ના હુમલા બાદ કોંગ્રેસના અમુક લુખ્ખાઓ એ ચોપડી બહાર પાડી હતી. આટલો મોટો એટેક થયો તેને આ નપાણીયાઓ હિન્દૂના નામે ચઢાવી દેતા હતા. તમે ગાંધી છો તો તમને હિન્દુઓથી આટલી નફરત કેમ છે?
પરેશ રાવલે AAPને પણ લીધા આડે હાથ
આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ગોપાલ ઈટાલિયા પર કટાક્ષ કરતા પરેશ રાવલે કહ્યું કે, મે આલિયા ભટ્ટ સાથે 1996મા એક ફિલ્મ કરી હતી, અહીં તમને થતું હશે કે 96 માં આલિયા ભટ્ટ ક્યાથી આવી ? એમા આલિયા ભટ્ટ જ હતી, તે ફિલ્મનું નામ હતું તમન્ના. જેમા આલિયા એક નાની છોકરીનો રોલ કરતી હતી જે મોટી થઇને પુજા ભટ્ટ બને છે. એ વાર્તા હતી હિઝડાની, સત્ય કથા હતી. જીહા, ટીકો કરીને એક હિઝડો હતી આ તેના પર ફિલ્મ બની હતી. જે મહેશ ભટ્ટ બનાવી રહ્યા હતા. મને આ ફિલ્મમાં લીધો હતો. તો મે તેમને કહ્યું કે, મહેશજી આ ફિલ્મમાં શું કરવું જોઇએ? તો તેમણે મને કહ્યું કે, તુ બોલ તું વિચાર કર. ત્યારે મે કહ્યું કે, મારા વિચારે તો આ હિઝડાઓ છે તે આપણા જ સમાજનો અંગ છે. તેમનું નસીબ ખરાબ કે તેમના આવી હાલત થઇ છે પણ તે આપણા છે એમના પર હસાય નહીં, તેમનો તિરસ્કાર ન કરાય, તેમને આવકારવાના હોય. જો તેના માટે તમે જો આવા શબ્દો વાપરતા હોવ કે મંદિરમાં હિઝડાની જેમ તાડીયો પાડે છે. આપણા હિન્દુ પ્રેમી બધા. આ સાપોલિયા પાર્ટીના. મારે તેમને તે કહેવું છે કે, ભાઈ તમારા ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે. તેને પણ આશીર્વાદ આપવા હિઝડાઓ આવે ને? આ બધા મફત દળ ઉતર્યા છે. મારે તેમને તે પુછવું છે કે, તમે મફત આપો છો તો શું તમે તમારા ખિસ્સામાંથી આપો છો? તમારા ઘરના વાસણો, દાગીના વેચીને આપે છે? તમારા પાર્ટીના ફંડમાંથી આપે છે? આ ખરું મારા આ ખિસ્સામાં હાથ મુકી બીજા ખિસ્સામાં મુકે છે અને મફત કહે છે. આ તો મારા જ પૈસા છે. 
કેજરીવાલ પર પરેશ રાવલનો કટાક્ષ
પરેશ રાવલે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતા કહ્યું કે, એક સમયે એવું કહેતા હતા કે, હું મારા છોકરાઓના સમ ખાઉ છું ક્યારે પણ રાજનીતિમાં નહીં આવું. અને જુઓ આવી ગયા. તેમણે કસમ ખાધી હતી કે, તેઓ ક્યારે પણ સરકારી નિવાસ નહીં લઉં. અને જુઓ આજે. તેમણે કસમ ખાધી હતી કે, તેઓ ક્યારે પણ સરકારી વાહન નહીં લે. અને હવે જુઓ. આ એક નંબરનો સાપ છે. આ આપ નથી સાપ છે. એક તો પહેલા જ્યારે દિલ્હીમાં ગુજરાતીઓ આવ્યા તે તેમને ગમતું નહોંતું જ. 
Tags :
AAPAssemblyElectionAssemblyElection2022BJPCongressElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article