ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આમ આદમી પાર્ટીનો અસલી ચહેરો લોકો ઓળખી ચૂક્યા છેઃ અનુરાગ ઠાકુર

હાલ દરેક પાર્ટીના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે , દરમ્યાન કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા એવા અનુરાગ ઠાકુર પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. ચૂંટણી પ્રચાર અર્થે સુરત આવેલા અનુરાગ ઠાકુરે ગુજરાત ફર્સ્ટ સાથે એક્સક્લુસિવ વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે ગુજરાતની જનતાનો અને ગુજરાત ભાજપના કાર્યકરોનો જોશ અનà
08:08 AM Nov 19, 2022 IST | Vipul Pandya
હાલ દરેક પાર્ટીના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે , દરમ્યાન કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા એવા અનુરાગ ઠાકુર પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. ચૂંટણી પ્રચાર અર્થે સુરત આવેલા અનુરાગ ઠાકુરે ગુજરાત ફર્સ્ટ સાથે એક્સક્લુસિવ વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે ગુજરાતની જનતાનો અને ગુજરાત ભાજપના કાર્યકરોનો જોશ અનà
હાલ દરેક પાર્ટીના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે , દરમ્યાન કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા એવા અનુરાગ ઠાકુર પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. ચૂંટણી પ્રચાર અર્થે સુરત આવેલા અનુરાગ ઠાકુરે ગુજરાત ફર્સ્ટ સાથે એક્સક્લુસિવ વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે ગુજરાતની જનતાનો અને ગુજરાત ભાજપના કાર્યકરોનો જોશ અને ઉત્સાહ દર્શાવે છે કે ગુજરાતમાં ફરીએકવાર  ભાજપની સરકાર બનવા જઇ રહી છે.. ચાલો જાણીએ અનુરાગ ઠાકુરે ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં ગુજરાત ઇલેક્શન અને આમ આદમી પાર્ટી ફેક્ટર સહિતના પ્રશ્નો પર શું જવાબ આપ્યો 
ચૂંટણી પ્રચાર અર્થે આપ ગુજરાત આવ્યા છો કેવો માહોલ લાગ્યો ગુજરાતનો ?
આ ઉત્સવ જેવો માહોલ દર્શાવે છે કે ગુજરાતમાં કમળ ખીલવાનું છે. આ ઉત્સવ દર્શાવે છે કે કાર્યકરો અને જનતામાં કેટલું જોશ છે. આ ઉત્સવ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોને કેટલો પ્રેમ છે. આ જોશ દર્શાવે છે કે મોદીજી કેટલા લોકપ્રિય છે.. અને નરેન્દ્રભાઇ અને ભૂપેન્દ્રભાઇની ડબલ એન્જિન સરકાર ગુજરાતમાં બનવા જઇ રહી છે 
આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાનમાં છે આપનું શું કહેવું છે ?
આમ આદમી પાર્ટીનો ભ્રષ્ટાચાર ચીસો પાડીને બોલી રહ્યો છે. પંજાબમા આમ આદમી પાર્ટીના સ્વાસ્થ્ય મંત્રીએ ભ્રષ્ટાચાર મામલે રાજીનામું આપવું પડ્યું છે તો દિલ્હીના આમ આદમી પાર્ટી સરકારના સ્વાસ્થ્ય મંત્રી જેલમાં છે અને દિલ્હીના શિક્ષણ મંત્રી શરાબ ગોટાળા મામલામાં મુખ્ય આરોપી છે. આ જ આમ આદમી પાર્ટીની ઓળખ છે ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર. ત્રણ મહિનામાં 70 લોકોની હત્યા પંજાબમાં થઇ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઇ. આમ આદમી પાર્ટી ફક્ત ખોટા વાયદાઓ કરે છે બીજુ કંઇ નથી કરતી.અને લોકો તેનો અસલી ચહેરો ઓળખી ચૂક્યા છે.
આપ સુરતમાં આવ્યા,સુરતના યુવા લોકોને મળ્યા કેવો માહોલ લાગ્યો ?
યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રી તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી એક તેજ તર્રાર ધારાસભ્ય પણ છે. અહીંના યુવાનો તેમની સાથે જોડાયેલા છે. અને આ યુવાનોમાં ખુબજ જોશ ભરેલું છે. આ મોદીજીની લોકપ્રિયતા છે કે જે ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચેલી છે. આ ભારતીય જનતા પાર્ટીનું કામ છે જે વારંવાર લોકોને પ્રેરિત કરે છે કમળનુ બટન  દબાવવા માટે અને ભાજપને જીતાડવા માટે 
શું લાગે છે ભાજપની કેટલી સીટો આવશે આ વિધાનસભા ચૂંટણીમાં ?
150 થી વધુ બેઠકો જીતી ઇતિહાસ બનાવીશું , રેકોર્ડ તોડીશું 
આ પણ વાંચો -  AAP એ જ રાજ્યમાં સફળ થાય છે જ્યા BJP નથી હોતી, ભાજપ અહીં છે... : BJP રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AAPAnuragThakurAssemblyElectionAssemblyElection2022ElectionElection2022ExclusiveGujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstinterviewpartyRealFace
Next Article