ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સમગ્ર દેશને કોરોનાથી સુરક્ષિત કરવાનું કામ PM મોદી કર્યુ: ગૃહમંત્રીશ્રી

સમગ્ર દેશને કોરોનાથી સુરક્ષિત કરવાનું કામ PM મોદી કર્યુ: ગૃહમંત્રીશ્રી કોંગ્રેસને પુછીશ કે કોંગ્રેસે પાંચ વર્ષમાં તમે શું કર્યુ : ગૃહમંત્રીશ્રી કોંગ્રેસે ક્યારેય આદિવાસી સ્વતંત્ર સેનાને નથી કર્યા યાદ: ગૃહમંત્રીશ્રી દ્રૌપદી મૂર્મુને રાષ્ટ્રપતિ બનાવી પ્રધાનમંત્રી મોદીએ અપાવ્યું ગર્વ: ગૃહમંત્રીશ્રી ભાજપને જીતાડો 5 વર્ષમાં ગરબાડાને નંબર 1 બનાવીશું : ગૃહમંત્રીશ્રી ગુજરાત વિ
01:37 PM Nov 29, 2022 IST | Vipul Pandya
સમગ્ર દેશને કોરોનાથી સુરક્ષિત કરવાનું કામ PM મોદી કર્યુ: ગૃહમંત્રીશ્રી કોંગ્રેસને પુછીશ કે કોંગ્રેસે પાંચ વર્ષમાં તમે શું કર્યુ : ગૃહમંત્રીશ્રી કોંગ્રેસે ક્યારેય આદિવાસી સ્વતંત્ર સેનાને નથી કર્યા યાદ: ગૃહમંત્રીશ્રી દ્રૌપદી મૂર્મુને રાષ્ટ્રપતિ બનાવી પ્રધાનમંત્રી મોદીએ અપાવ્યું ગર્વ: ગૃહમંત્રીશ્રી ભાજપને જીતાડો 5 વર્ષમાં ગરબાડાને નંબર 1 બનાવીશું : ગૃહમંત્રીશ્રી ગુજરાત વિ
  • સમગ્ર દેશને કોરોનાથી સુરક્ષિત કરવાનું કામ PM મોદી કર્યુ: ગૃહમંત્રીશ્રી 
  • કોંગ્રેસને પુછીશ કે કોંગ્રેસે પાંચ વર્ષમાં તમે શું કર્યુ : ગૃહમંત્રીશ્રી 
  • કોંગ્રેસે ક્યારેય આદિવાસી સ્વતંત્ર સેનાને નથી કર્યા યાદ: ગૃહમંત્રીશ્રી 
  • દ્રૌપદી મૂર્મુને રાષ્ટ્રપતિ બનાવી પ્રધાનમંત્રી મોદીએ અપાવ્યું ગર્વ: ગૃહમંત્રીશ્રી 
  • ભાજપને જીતાડો 5 વર્ષમાં ગરબાડાને નંબર 1 બનાવીશું : ગૃહમંત્રીશ્રી 
ગુજરાત વિધાનસભાની (Gujarat Election)પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનને હવે ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ હાલ જોર જોરથી પ્રચારમાં વ્યસ્ત છે. રાજ્યમાં 7મી વખત ભાજપને સત્તામાં લાવવા માટે ખુદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)અને અમિત શાહ (Amit Shah)સહીતના લોકપ્રિય નેતાઓ પણ ભવ્ય રેલી યોજી રહ્યા છે.  બે દિવસથી ગુજરાત (Gujarat)પ્રવાસે આવેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના જુદા-જુદા શહેરોમાં સંખ્યાબંધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાંરે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમીત શાહ પણ ગુજરાત પ્રવાસે છે.  તેઓએ આજે દાહોદના ગરબાડામાં સભા બાદ ખેડા જિલ્લાના ઠાસરામાં સભા પૂર્ણ કરી કપડવંજમાં સભા સંબોધી હતી. આ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

કપડવંજની સભામાં ગૃહમંત્રીશ્રીના કોંગ્રેસ પર પ્રહાર

ખેડાના કપડવંજમાં ગૃહપ્રધાનશ્રી અમિત શાહે સભા સંબોધી. જેમા તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસના રાજમાં સમગ્ર સૌરાષ્ટ્રની ડેરીઓ બંધ થઇ ગઇ હતી. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની ડેરીઓ પણ બંધ થવાનું વાતાવરણ ઊભુ થયુ હતુ. નરેન્દ્ર મોદી આ આખી પરિસ્થિતિમાં જબરદસ્ત પરિવર્તન લાવ્યા. આજે ગુજરાતના ગામે ગામને રોડથી જોડવાનું કામ ભાજપ સરકારે કર્યુ. ગુજરાતમાં શાંતિ સ્થાપવાનું કામ પણ ભાજપ સરકારે કર્યુ છે.

સમગ્ર દેશને કોરોનાથી સુરક્ષિત કરવાનું કામ PM મોદી કર્યુ: ગૃહમંત્રીશ્રી 
ઠાસરાની સભામાં ગૃહમંત્રીશ્રી અમિત શાહે જણાવ્યુ કે જ્યારે કોરોનાના કપરાકાળમાં કોંગ્રેસ દ્વારા રાજકારણ રમવાનું કામ કરાતુ હતુ. ત્યારે PM મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યુ. નરેન્દ્ર મોદીએ ગરીબોનું દર્દ સમજી સવા બે વર્ષ સુધી દર મહીને ગરીબોને પાંચ કિલો અનાજ મફતમાં આપ્યુ છે.
કોંગ્રેસને પુછીશ કે કોંગ્રેસે પાંચ વર્ષમાં તમે શું કર્યુ :ગૃહમંત્રીશ્રી 
ખેડાના ઠાસરામાં ગૃહપ્રધાનશ્રી અમિત શાહે સભા સંબોધી. જેમાં તેમણે જણાવ્યુ કે, PM મોદીએ સમગ્ર દેશમાં ગરીબોનો ઉદ્ધાર કરવાનું કામ કર્યુ છે.ઠાસરા વિસ્તારમાં 20 કરોડ રુપિયાના રોડ બનાવવાનું કામ ભાજપ સરકારે કર્યુ છે. ખેડા જિલ્લામાં ચેકડેમ બનાવ્યા, તળાવો ઉંડા કર્યા, 200 કરોડ રુપિયાથી પાણીનું જળસંચય કરવાનું કામ ભાજપ સરકારે કર્યુ છે. તમે કોંગ્રેસને પુછી જોજો કે કોંગ્રેસે અહીં પાંચ વર્ષમાં શું કર્યુ છે.? અમિત શાહે કહ્યુ આ વખતે યોગેન્દ્રભાઇને મત આપી દો, ભાજપ આ વિસ્તારને નંબર વન મત વિસ્તાર બનાવવાનું કામ ભાજપ સરકાર કરશે.
કોંગ્રેસે રામ મંદિર નિર્માણનું કામ અટકાવ્યું હતું
દાહોદના ગરબાડામાં અમિત શાહે કોંગ્રેસ પર  પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે ક્યારેય આદિવાસી સ્વતંત્ર સેનાને યાદ કર્યા નથી. કોંગ્રેસએ ક્યારેય કોઈ આદિવાસીને ગર્વ ન અપાવ્યું હોવાનું પણ જણાવાયું હતુ. જ્યાં પ્રથમ વખત પ્રધાનમંત્રી મોદીએ આદિવાસીને રાષ્ટ્રપતિ તરીકેના યશસ્વી સ્થાન પર  બેસાડ્યા છે. દ્રૌપદી મૂર્મુને રાષ્ટ્રપતિ બનાવી પ્રધાનમંત્રી મોદીએ ગર્વ અપાવ્યો હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.   

તમે કોંગ્રેસને જીતાડો છો એટલે વિકાસ રૂંધાય છે : અમિત શાહ
તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસના શાસનમાં આદિવાસી માટે 900 કરોડનું બજેટ ફાળવવામાં આવતું હતું. જ્યાંરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદિવાસી માટે 1 લાખ કરોડનું બજેટ લાવ્યા હોવાનું કહી તેમણે ઉલ્લેખ કર્યો કે, કોંગ્રેસે રામ મંદિર નિર્માણનું કામ અટકાવ્યું હતું. જ્યાંરે પ્રધાનમંત્રી મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે. તમે કોંગ્રેસને જીતાડો છો એટલે તમારો વિકાસ રૂંધાયો છે. ત્યારબાદ દાવા સાથે કહ્યું હતું કે ભાજપને જીતાડો 5 વર્ષમાં ગરબાડાને નંબર 1 વિસ્તાર બનાવવાની હું આપું ખાતરી આપું છું.
આ પણ વાંચો- PM MODIના વતન વડનગરની પાલિકા બની કોંગ્રેસ મુક્ત
Tags :
AssemblyElectionAssemblyElection2022DahodElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstKapadvanjThasra
Next Article