ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદમાં પીએમ મોદીનો મેગા રોડ શો પૂર્ણ, પીએમ મોદીની એક ઝલક મેળવવા ઉમટ્યું જનસૈલાબ

અમદાવાદ (Ahmedabad)માં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)નો 40 કિલોમીટરનો ભવ્ય મેગા રોડ શો પૂર્વ વિસ્તારને પસાર કરીને પશ્ચિમ વિસ્તારમાં પ્રવેશી ચૂક્યો છે. પીએમનો કાફલો હાલ એઇસી ચાર રસ્તા પર પહોંચ્યો છે.  પીએમ મોદીના આ રોડ શોમાં તેમની એક ઝલક જોવા માટે જનસૈલાબ ઉમટી પડ્યો છે.  નરોડાથી શરૂ થયેલો આ રોડ શો ચાંદખેડા પહોંચી ખતમ થશે..સૌથી લાંબા આ રોડ શોમાં અમદાવાદની 16 વિધાનસભા બેઠકો કવર કરવામાં આ
12:05 PM Dec 01, 2022 IST | Vipul Pandya
અમદાવાદ (Ahmedabad)માં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)નો 40 કિલોમીટરનો ભવ્ય મેગા રોડ શો પૂર્વ વિસ્તારને પસાર કરીને પશ્ચિમ વિસ્તારમાં પ્રવેશી ચૂક્યો છે. પીએમનો કાફલો હાલ એઇસી ચાર રસ્તા પર પહોંચ્યો છે.  પીએમ મોદીના આ રોડ શોમાં તેમની એક ઝલક જોવા માટે જનસૈલાબ ઉમટી પડ્યો છે.  નરોડાથી શરૂ થયેલો આ રોડ શો ચાંદખેડા પહોંચી ખતમ થશે..સૌથી લાંબા આ રોડ શોમાં અમદાવાદની 16 વિધાનસભા બેઠકો કવર કરવામાં આ

અમદાવાદ (Ahmedabad)માં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)નો 40 કિલોમીટરનો ભવ્ય મેગા રોડ શો પૂર્વ વિસ્તારને પસાર કરીને પશ્ચિમ વિસ્તારમાં પ્રવેશી ચૂક્યો છે. પીએમનો કાફલો હાલ એઇસી ચાર રસ્તા પર પહોંચ્યો છે.  પીએમ મોદીના આ રોડ શોમાં તેમની એક ઝલક જોવા માટે જનસૈલાબ ઉમટી પડ્યો છે.  નરોડાથી શરૂ થયેલો આ રોડ શો ચાંદખેડા પહોંચી ખતમ થશે..સૌથી લાંબા આ રોડ શોમાં અમદાવાદની 16 વિધાનસભા બેઠકો કવર કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીના મેગા રોડ શોના કારણે પોલીસે ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રોડ-શૉ સાબરમતી પાવર હાઉસ થઈ સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાંથી  તેમનેનો કાફલો સાબરમતીથી ચાંદખેડા થઈ વિસત ખાતે પહોંચ્યો હતો અને વિસત સર્કલથી આગળ વધી મોદીનો કાફલો IOC રોડ ચાંદખેડા પહોંચ્યો.

રોડ શોનો રૂટ 
આ રોડ શો નરોડા ગામથી ચાલુ થયો છે,  અને ચાંદખેડા પહોંચીને ખતમ થશે...આ રોડ શોના રૂટની વાત કરીએ તો  નરોડા ગામ- બેઠક -નરોડા પાટિયા સર્કલ - કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી -સુહાના રેસ્ટોરન્ટ- શ્યામ શિખર ચાર રસ્તા - બાપુનગર ચાર રસ્તા- ખોડિયારનગર - BRTS રૂટ વિરાટનગર - સોનીની ચાલી- રાજેન્દ્ર ચાર રસ્તા -રબારી કોલોની- CTM થી જમણી બાજુ - હાટકેશ્વર ચાર રસ્તા- ખોખરા સર્કલ- અનુપમ બ્રિજ- પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા - ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ ચાર રસ્તા- ડાબી બાજુ- શાહ - આલમ ટોલનાકા - દાણીલીમડા ચાર રસ્તા- મંગલ વિકાસ ચાર રસ્તા- ખોડિયારનગર બહેરામપુરા- ચંદ્રનગર - ધરણીધર ચાર રસ્તા- જીવરાજપાર્ક ચાર રસ્તા- શ્યામલ ચાર રસ્તા- શિવરંજની ચાર રસ્તા- હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા- પલ્લવ ચાર રસ્તા- પ્રભાત ચોક - પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા- વ્યાસવાડી - ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ - સાબરમતી પોલીસ સ્ટેશન - વિસત ચાર રસ્તા - જનતાનગર ચાર રસ્તા - IOC ચાર રસ્તા ચાંદખેડા પહોંચીને આ રોડ શો પૂર્ણ થશે 

અત્યારસુધીનો ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદીનો આ સૌથી લાંબો રોડ શો છે. આ પહેલાં સુરતમાં 30 કિમીનો રોડ શો યોજાયો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022ElectionElection2022GujaratAssemblyElectionGujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstPMModiroadshow
Next Article