ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM MODI આજે સૌરાષ્ટ્રને ઘમરોળશે, 4 સ્થળોએ જાહેરસભાનું આયોજન

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election)માં હવે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર  મોદી (Narendra Modi)ની એન્ટ્રી થઇ ચુકી છે.  મળેલા સમાચાર મુજબ શનિવારે સાંજે વાપીમાં સભાને સંબોધન કર્યા બાદ ભાજપ (BJP0ના અતિ મહત્વના સ્ટાર પ્રચારક વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. તેઓ વિવિધ સ્થળોએ 4 જાહેરસભાને સંબોધન કરશે. ગુજરાતમાં જામ્યો ચૂંટણી જંગગુજરાતની ચૂંટણીનો જંગ જામી ચુકà
02:55 AM Nov 20, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election)માં હવે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર  મોદી (Narendra Modi)ની એન્ટ્રી થઇ ચુકી છે.  મળેલા સમાચાર મુજબ શનિવારે સાંજે વાપીમાં સભાને સંબોધન કર્યા બાદ ભાજપ (BJP0ના અતિ મહત્વના સ્ટાર પ્રચારક વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. તેઓ વિવિધ સ્થળોએ 4 જાહેરસભાને સંબોધન કરશે. ગુજરાતમાં જામ્યો ચૂંટણી જંગગુજરાતની ચૂંટણીનો જંગ જામી ચુકà
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election)માં હવે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર  મોદી (Narendra Modi)ની એન્ટ્રી થઇ ચુકી છે.  મળેલા સમાચાર મુજબ શનિવારે સાંજે વાપીમાં સભાને સંબોધન કર્યા બાદ ભાજપ (BJP0ના અતિ મહત્વના સ્ટાર પ્રચારક વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. તેઓ વિવિધ સ્થળોએ 4 જાહેરસભાને સંબોધન કરશે. 
ગુજરાતમાં જામ્યો ચૂંટણી જંગ
ગુજરાતની ચૂંટણીનો જંગ જામી ચુક્યો છે. ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના રાષ્ટ્રીય અને પ્રાદેશીક નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે અને મતદારોને રીઝવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. ભાજપના કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય નેતાઓની તાબડતોબ જનસભાઓ યોજાઇ રહી છે તો કોંગ્રેસમાં પણ પ્રભારી અશોક ગેહલોત સહિતના રાષ્ટ્રીય નેતાઓની જનસભાઓ શરુ થઇ ગઇ છે. પક્ષના સાંસદ રાહુલ ગાંધીની પણ ગુજરાત મુલાકાત ગોઠવાઇ રહી છે. 
પીએમ મોદી આજે સૌરાષ્ટ્રમાં
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પણ ગુજરાતની ચૂંટણીમાં હવે સત્તાવાર એન્ટ્રી થઇ ચુકી છે. શનિવારે સાંજે તેમણે વાપીમાં રોડ શો કર્યો હતો અને જાહેરસભાને સંબોધન કર્યું હતું. હવે તેઓ આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતને ઘમરોળશે. આજે તેઓ સૌરાષ્ટ્રની મુલાકાત લેશે અને 4 સ્થળોએ જાહેરસભાઓને સંબોધન કરશે. 

પીએમ 4 સભાને સંબોધન કરશે
વડાપ્રધાનશ્રી મોદી આજે સૌરાષ્ટ્રમાં ચાર વિજય સંકલ્પ સંમેલનને સંબોધન કરશે. તેઓ વેરાવળ, અમરેલી, ધોરાજી અને બોટાદમાં જાહેરસભાને સંબોધન કરશે. વડાપ્રધાનશ્રી સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા પણ કરશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

આ પણ વાંચો--સુરતમાં AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, એક બીજા પર કર્યો પથ્થરમારો, કારમાં કરી તોડફોડ

Tags :
AssemblyElectionBJPCongressElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstNarendraModi
Next Article