ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

27 નવેમ્બરે સુરતમાં સભા ગજવશે પીએમ મોદી, રાત્રિ રોકાણ દરમ્યાન પરિસ્થિતિનો મેળવશે ચિતાર

ચૂંટણી પ્રચાર અર્થે સભાઓ- રેલીઓ અને રોડ શોના ધમધમાટ અંતર્ગત PM મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યાં છે. 27 નવેમ્બરે તેઓ સુરત આવશે. પ્રધાનમંત્રી મોદી સુરતમાં પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં સભા સંબોધશે.સભા બાદ તેઓ સુરતમાં જ રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે બપોર સુધી તેઓ સુરતમાં રોકાણ કરશે. સુરતમાં રાત્રિ રોકાણ દરમિયાન સુરતની સ્થિતિનો ચિતાર મેળવશે. એટલું જ નહીં પ્રધાનમંત્રી સભા પહેલાં એરપà«
10:19 AM Nov 25, 2022 IST | Vipul Pandya
ચૂંટણી પ્રચાર અર્થે સભાઓ- રેલીઓ અને રોડ શોના ધમધમાટ અંતર્ગત PM મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યાં છે. 27 નવેમ્બરે તેઓ સુરત આવશે. પ્રધાનમંત્રી મોદી સુરતમાં પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં સભા સંબોધશે.સભા બાદ તેઓ સુરતમાં જ રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે બપોર સુધી તેઓ સુરતમાં રોકાણ કરશે. સુરતમાં રાત્રિ રોકાણ દરમિયાન સુરતની સ્થિતિનો ચિતાર મેળવશે. એટલું જ નહીં પ્રધાનમંત્રી સભા પહેલાં એરપà«
ચૂંટણી પ્રચાર અર્થે સભાઓ- રેલીઓ અને રોડ શોના ધમધમાટ અંતર્ગત PM મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યાં છે. 27 નવેમ્બરે તેઓ સુરત આવશે. પ્રધાનમંત્રી મોદી સુરતમાં પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં સભા સંબોધશે.સભા બાદ તેઓ સુરતમાં જ રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે બપોર સુધી તેઓ સુરતમાં રોકાણ કરશે. સુરતમાં રાત્રિ રોકાણ દરમિયાન સુરતની સ્થિતિનો ચિતાર મેળવશે. એટલું જ નહીં પ્રધાનમંત્રી સભા પહેલાં એરપોર્ટથી રોડ શો કરે તેવી પણ ચર્ચા છે.  પીએમ મોદીના સુરત પ્રવાસમાં આઠ વિધાનસભા બેઠકને આવરી લેવામાં આવશે.જ્યાં દરેક પોઈન્ટ પર વિધાનસભા મુજબ સ્વાગત કરવામાં આવશે. 
સુરતમાં AAPને હળવાશમાં નહીં લેવાનું વલણ 
મહત્વપૂર્ણ છે કે સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કર્યો હતો.. જેને લઇને ભાજપ આ ચૂંટણીમાં સુરતમાં પ્રચાર પર વધુ ફોકસ કરી રહ્યું છે. ખાસ કરીને પાટીદાર પ્રભાવવાળી બેઠકોને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાશે. સુરતના કામરેજ, વરાછા, કરંજ, ઓલપાડ, કતારગામ બેઠકો ઉપર મતદારોને આકર્ષી શકાય તેવી ગણતરી સાથે સભાનું આયોજન થયું છે.
કેજરીવાલ પણ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે 
મહત્વપૂર્ણ છે કે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 26, 27 અને 28 નવેમ્બર એમ ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે. આ ત્રણ દિવસ દરમ્યાન  કેજરીવાલ  ભાવનગર, જામનગર અને સુરતની મુલાકાતે  છે. તેઓ  26 નવેમ્બરના રોજ ભાવનગરમાં રોડ શો યોજશે.27 નવેમ્બરના રોજ જામનગરમાં રોડ શો યોજશે.તો  28 નવેમ્બરે તેઓ સુરતમાં જનસભા સંબોધશે..
આ પણ વાંચો -  આ ચૂંટણીમાં PM MODI નો આ નારો થયો સુપરહિટ, જેણે ગુજરાતમાં મચાવી ધૂમ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022ElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstMeetingOvernightPMModiRallystaySurat
Next Article