ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નરેન્દ્ર કરતા ભુપેન્દ્રનો રેકોર્ડ જોરદાર હોવો જોઈએ, આદિવાસીઓના આશિર્વાદ લઈ શરૂઆત થઈ રહી છે: વડાપ્રધાનશ્રી

ભાજપની સરકાર બનાવવાનું જનતાએ મન બનાવી લીધું છેગુજરાત ભાજપ જેટલો સમય માંગશે તેટલો આપીશગુજરાત વિરોધી ટોળકીને જનતા ઓળખી ગઈ છેગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચુકી છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. રાજકિય પાર્ટીઓ ચૂંટણીજંગના મેદાને ઉતરી ચુકી છે ત્યારે આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વલસાડના કપરાડાના નાનાપેંઢામાં જનસભાને સંબોધિત કરી હતી. અહીંથી હવે તેઓ ભા
11:41 AM Nov 06, 2022 IST | Vipul Pandya
ભાજપની સરકાર બનાવવાનું જનતાએ મન બનાવી લીધું છેગુજરાત ભાજપ જેટલો સમય માંગશે તેટલો આપીશગુજરાત વિરોધી ટોળકીને જનતા ઓળખી ગઈ છેગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચુકી છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. રાજકિય પાર્ટીઓ ચૂંટણીજંગના મેદાને ઉતરી ચુકી છે ત્યારે આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વલસાડના કપરાડાના નાનાપેંઢામાં જનસભાને સંબોધિત કરી હતી. અહીંથી હવે તેઓ ભા
  • ભાજપની સરકાર બનાવવાનું જનતાએ મન બનાવી લીધું છે
  • ગુજરાત ભાજપ જેટલો સમય માંગશે તેટલો આપીશ
  • ગુજરાત વિરોધી ટોળકીને જનતા ઓળખી ગઈ છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચુકી છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. રાજકિય પાર્ટીઓ ચૂંટણીજંગના મેદાને ઉતરી ચુકી છે ત્યારે આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વલસાડના કપરાડાના નાનાપેંઢામાં જનસભાને સંબોધિત કરી હતી. અહીંથી હવે તેઓ ભાવનગરમાં 551 અનાથ દિકરીઓના સમૂહલગ્નમાં હાજરી આપશે.
મારા માટે A ફોર આદિવાસી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાન સંબોધનની શરૂઆત ભારત માતા કી જય... અને તાડકેશ્વર મહાદેવની જય... થી કરી હતી. તેમણે જણાવ્યું કે, ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસનો ઉત્સવ ચાલી રહ્યો છે. હવે લોકતંત્રના ઉત્સવના મંડાણ થયા છે ત્યારે હું ભાજપના આગેવાનોનો આભાર માનવા માંગુ છું કે, ચૂંટણીની પહેલી સભા મારા આદિવાસી ભાઈઓ બહેનોના આશિર્વાદ લઈને શરૂઆત થઈ રહી છે.  પ્રચારનો પહેલો કાર્યક્રમ આદિવાસીઓ માટે કર્યો મારા માટે A ફોર આદિવાસી, મારી ABCDમાં એ ફોર આદિવાસી છે.
જુના સાથીને કર્યાં યાદ
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, રમતુભાઈ અને હું ધરમપુરના જંગલોમાં સાયકલમાં ફરતા હતા ઘણાં સમય પછી તેમને મળ્યો આનંદ થયો, વર્ષો પછી જેમની સાથે સાયકલ પર ફરી કામ કર્યું હોય તેવા સાથી મળે તો આનંદ થાય.
નરેન્દ્ર કરતા ભુપેન્દ્રનો રેકોર્ડ જોરદાર હોવા જોઈએ
ગુજરાતના લોકોએ ફરી ભાજપની સરકાર બનાવવાનું અને જુના તમામ રેકોર્ડ તોડવાનું મન બનાવી લીધું અને આ ચૂંટણીમાં ગુજરાત ભાજપ જેટલો સમય માંગશે તેટલો હું આપીશ. હું મારો રેકોર્ડ તોડવા માંગું છે. તમે મદદ કરજો. નરેન્દ્ર કરતા ભુપેન્દ્રનો રેકોર્ડ જોરદાર હોવા જોઈએ.
ગુજરાત વિરોધી ટોળકીને જનતા ઓળખી ગઈ છે
ગુજરાતના લોકો એક તાકાત સાથે ઊભા થયા તેની માટે અમારી સરકાર કામ કરે છે. ગુજરાતના વિરુદ્ધમાં કામ કરનારી ટોળકીને ગુજરાતની જનતા પારખી ગઇ છે. એટલે જ બે-બે દાયકાથી ગુજરાતની જનતા તેની વાતમાં આવી નથી. આગામી ચૂંટણીમાં પણ એવું જ થશે. 
ગુજરાતને સારૂ નેતૃત્વ મળ્યું
મારા માટે ખુશીની વાત છે કે, ગુજરાતને ભુપેન્દ્રભાઈ, સીઆર પાટિલ જેવા ગણમાન્ય નેતા મળ્યા જેમણે ગુજરાતની વિકાસ યાત્રાને આગળ વધારી, બધા જ લોકોએ નિરંતર મહેનત કરી એટલે ગુજરાત આગળ વધ્યું. આપણ મહેનત કરી છે. મદદ કરી છે. ગુજરાત વિકાસના માપદંડમાં ભૂમિકા ઊભી કરી હતી. આપણે અસ્થિરતમાંથી ઊભા થયેલા છીએ, બે દાયકા પહેલા આપણ અસ્થિરતા માંથી ઉભા થયેલા હતા. ભૂકંપ આવ્યો વારેવારે તોફાનોના લીધે કર્ફ્યૂ રહેતો પણ આજે સ્થિતિ બલાઈ છે.
પ્રત્યેક ગુજરાતીએ મહેનત કરી છે
આજે ગુજરાતીઓ ચારેય તરફ છવાયેલા છે અને એટલા જ માટે પ્રત્યેક ગુજરાતી બોલે છે, આ ગુજરાત મેં બનાવ્યું છે. પ્રત્યેક ગુજરાતીએ મહેનત કરીને લોહી પાણીને એક કરીને આ ગુજરાત બનાવ્યું છે. સાંજે વાળું કરતી વખતે વિજળી નહોતી આવતી આજે ગુજરાતમાં 24 કલાક વિજળી મળે છે. આ વિસ્તારમાં વરસાદ પડે પણ દરિયા વહી જાય ઉનાળામાં પાણી માટે વલખા મારવા પડે અમે અહીં પાણી પહોંચાડવાનું કામ કર્યું. ગુજરાતવાસીઓએ નર્મદા માટે લડાઈ લડી આ બધુ ગુજરાતીઓની મહેનતથી થયું છે.
આદિવાસી વિસ્તારમાં અવિરત વિકાસ
તેમણે જણાવ્યું કે, 20-25 વર્ષ પહેલાં દિકરીઓ નિશાળ જતી નહોતી જતી. દિકરીઓ ભણે તે માટે અમારા નેતાઓએ ગામડે-ગામડે રખડીને કન્યા કેળવણીનો રથ લઈને નિકળ્યા હતા અને લોકો પાસે પોતાની દિકરીઓને ભણાવવાની ભીખ માંગી હતી. આજે અંબાજીથી ઉમરગામ વચ્ચેના આદિવાસી પટ્ટામાં એક વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી આજે અનેક શાળા યૂનિવર્સિટી અને હોસ્પિટલો પશુ ચિકિત્સાલયો આદિવિસી ક્ષેત્રમાં બન્યા છે. આ જે પરિવર્તન આવ્યું છે એટલા માટે મારા આદિવાસી ભાઈઓ-બહેનો પુરી તાકાતથી બોલી રહ્યાં છે, આ ગુજરાત મેં બનાવ્યું છે.
આ પણ વાંચો - 3 ગેસ સિલિન્ડરથી લઇને સ્કૂટી ફ્રીમાં આપવા સુધીની જાહેરાત,હિમાચલની ચૂંટણીને લઇને ભાજપનું મજબૂત સંકલ્પ પત્ર
Tags :
BJPElections2022GujaratGujaratElections2022GujaratFirstNarendraModiValsad
Next Article