ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જામનગર, રાજકોટમાં મોદી મેજીક, રેકોર્ડ મતદાન સાથે ભાજપને જીતાડવા અપીલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) આડે હવે ગણતરીના કલાકો જ  બચ્યા છે. વડાપ્રધાનશ્રી પોતે પ્રચારની કમાન સંભાળી લીધી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) આજે પાલિતાણા (Palitana), અંજાર (Anjar), જામનગર (Jamnagar) અને રાજકોટમાં (Rajkot) જનસભા સંબોધી હતી. જેમાં તેમણે રેકોર્ડ મતદાન સાથે ભાજપને (BJP) જીતડાવાની અપીલની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મો
05:50 PM Nov 28, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) આડે હવે ગણતરીના કલાકો જ  બચ્યા છે. વડાપ્રધાનશ્રી પોતે પ્રચારની કમાન સંભાળી લીધી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) આજે પાલિતાણા (Palitana), અંજાર (Anjar), જામનગર (Jamnagar) અને રાજકોટમાં (Rajkot) જનસભા સંબોધી હતી. જેમાં તેમણે રેકોર્ડ મતદાન સાથે ભાજપને (BJP) જીતડાવાની અપીલની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) આડે હવે ગણતરીના કલાકો જ  બચ્યા છે. વડાપ્રધાનશ્રી પોતે પ્રચારની કમાન સંભાળી લીધી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) આજે પાલિતાણા (Palitana), અંજાર (Anjar), જામનગર (Jamnagar) અને રાજકોટમાં (Rajkot) જનસભા સંબોધી હતી. જેમાં તેમણે રેકોર્ડ મતદાન સાથે ભાજપને (BJP) જીતડાવાની અપીલની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) રાજકોટ અને જામનગરમાં સભાના સંબોધનમાં ગુજરાત વિરોધીઓ પર ખુબ વરસ્યા હતા અને આ સાથે જ ભાજપની ડબલ એન્જીન સરકારે કરેલા કાર્યોને પ્રજા સામે રાખ્યા હતા. સાથે સાથે દરેક સભાની જેમ આ સભામાં પણ તેમણે રેકોર્ડ મતદાન કરવાની સાથે ભાજપને પ્રચંડ બહુમતિથી વિજયી બનાવવા લોકોને અપીલ કરી હતી અને જે વડીલોને પ્રણામ પાઠવ્યા હતા.
જામનગરમાં વિજય સંકલ્પ સંમેલનમાં સંબોધન
વિકાસના મૂળમાં શાંતિ
જામનગરમાં વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, મોરબી, જામનગર અને રાજકોટનો પટ્ટો એક એવો ત્રિકોણ છે કે જે જાપાનની બરાબરી કરે એવી પ્રગતિ કરવાનો છે. ગુજરાતમાં જે પ્રગતિ થઈ છે તેના મૂળમાં શાંતિ છે. આ શાંતિને ડહોળી દે એવા તત્વોને હવે માથું ઉંચકવા નથી દેવાનું. એના માટે એક મજબૂત સરકારની જરુર છે.
કોંગ્રેસે સેનાના હાથ બાંધી રાખ્યા
કૉંગ્રેસ (Congress) સત્તામાં હતું ત્યારે અશાંતિ, આતંકવાદ, અસુરક્ષા હતી. છોકરો ઘરે હેમખેમ પહોંચશે કે કેમ તે નક્કી નહોતું. રોજ બોમ્બ બ્લાસ્ટની ખબરો આવતી હતી અસુરક્ષાનું વાતાવરણ હતું. વોટબેંકની રાજનીતિ, વ્હાલા દવલાની રાજનીતિ અને અશાંતિ ફેલાવનારા તત્વો માટે કૉંગ્રેસના મોં પર તાળા લાગી જતા હતા. વોટબેંકની રાજનીતિ માટે કૉંગ્રેસ સેનાના હાથ બાંધી રાખે, સેનાને કામ કરવામાં અગવડ કરે. જેના કારણે ધીમે ધીમે આખા દેશમાં બરબાદી આવી. આતંકવાદ સામે લડવું હોય તો આંખમાં આંખ નાખી સીધો જવાબ આપવો પડે.
રાજકોટમાં વિજય સંકલ્પ સંમેલનમાં સંબોધન
તમારા પ્રેમે પરિણામ નક્કી કરી દીધાં છે
રાજકોટની જનસભામાં સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, 1લી તારીખે મતદાન છે. રાજકોટમાં આ મારી છેલ્લી સભા છે. આ ચૂંટણી નરેન્દ્ર કે ભુપેન્દ્ર નથી લડતા. આ ચૂંટણી ગુજરાતની પ્રજા લડી રહી છે. દરેક જગ્યાએ મને જનતાનો અભૂતપૂર્વ પ્રેમ ખૂબ મળે છે. તેણે જ પરિણામો નક્કી કરી દીધા છે
ગુજરાત ઘણું સહન કરીને અહીં પહોંચ્યું છે
પૂર્વ PM મનમોહન સિંહ પર PM મોદીએ પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસનું 10 વર્ષ સુધી શાસન કર્યું છતાં વિકાસ ન થયો, ચા વાળો આવ્યો અને અર્થતંત્ર 5માં નંબરે પહોંચી ગયું.10 વર્ષમાં કોંગ્રેસની સરકાર દેશની અર્થવ્યવસ્થા ન સુધારી શકી. ભારત બ્રિટનને પાછળ છોડી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું. અર્થશાસ્ત્રી વડાપ્રધાન હોવા છતાં દેશની અર્થવ્યવસ્થા બગડી.જે લોકો ગુજરાતને જાણતા નથી, સમજતા નથી તેમને અંદાજ નહિ હોય કે આજે ગુજરાત જે ઊંચાઈએ પહોંચ્યું છે તેમ કેટલા સંઘર્ષ અને કેટલું સહન કર્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો - અંજારમાં PMશ્રીનો હુંકાર, વહેમ હોય તે કચ્છનો વિકાસ જોઈ લે, વિકસીત ભારત બનાવીને જંપીશું
Tags :
AAPBJPElections2022GujaratElections2022GujaratFirstJamnagarNarendraModiPMModiRAJKOT
Next Article