Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઝંઝાવાતી પ્રચાર બાદ હવે મતદાન કરવા આવશે વડાપ્રધાનશ્રી, અહીંથી કરશે મતદાન, જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે જ્યારે આગામી 5મી તારીખે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. બીજા તબક્કા માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 વિધાનસભા સીટો પર મતદાન થવાનું છે. વડાપ્રધાનશ્રીએ (Narendra Modi)બે દિવસના પ્રવાસ દરમિયાન ઝંઝાવાતી પ્રચાર કર્યો છે.સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથીવડાપ્રધ
ઝંઝાવાતી પ્રચાર બાદ હવે મતદાન કરવા આવશે વડાપ્રધાનશ્રી  અહીંથી કરશે મતદાન  જાણો
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે જ્યારે આગામી 5મી તારીખે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. બીજા તબક્કા માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 વિધાનસભા સીટો પર મતદાન થવાનું છે. વડાપ્રધાનશ્રીએ (Narendra Modi)બે દિવસના પ્રવાસ દરમિયાન ઝંઝાવાતી પ્રચાર કર્યો છે.
સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) આગામી 5મી તારીખે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અમદાવાદ આવશે. જોકે હજુ સુધી તેમનો કોઈ સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી પરંતુ તેઓ દર વખતે ગુજરાતમાં મતદાન માટે આવે છે ત્યારે આ વખતે પણ તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવે તેવી શક્યતા પ્રબળ છે.
રાણીપની શાળામાંથી મતદાન
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાબરમતી વિધાનસભી સીટના મતદાર છે અને તેઓ રાણીપની નિશાન સ્કુલમાં મતદાન કરવા આવે તેવી શક્યતાને પગલે તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે.
આ દિગ્ગજો પણ કરશે મતદાન
વડાપ્રધાનશ્રી સિવાય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah) પણ નારણપુરા વિધાનસભા સીટ પરથી મતદાન કરશે અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલ (Anandiben Patel) પણ ઘાટલોડિયામાં મતદાન કરવા આવી શકે છે. જોકે બીજા તબક્કાના મતદાન માટે આ દિગ્ગજોનો કોઈ સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી પરંતુ તંત્ર સુચક તૈયારીઓ કરી લીધી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×