ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

15 દિવસમાં બીજી વખત કમલમમાં પહોંચ્યા PMશ્રી, ગોઠવાઈ ખાસ રણનીતિ?

કમલમ ખાતે વડાપ્રધાનશ્રીની મહત્વની બેઠક પૂર્ણ ભાજપના દિગ્ગજ નેતાઓ રહ્યાં ઉપસ્થિતઆ પહેલા 20 નવેમ્બરે પણ કમલમમાં આવ્યા હતા PMશ્રીGujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન (Second Phase Votting) આવતીકાલે થવાનું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) આવતીકાલે સવારે રાણીપની નિશાન સ્કુલમાં મતદાન કરવા માટે અમદાવાદ આવ્યા છે. અહીં તેઓ માતા હીરાબાને મળ્યા બાદ તેઓ કમલમ્ (Kamalam) ખાતે પ
02:36 PM Dec 04, 2022 IST | Vipul Pandya
કમલમ ખાતે વડાપ્રધાનશ્રીની મહત્વની બેઠક પૂર્ણ ભાજપના દિગ્ગજ નેતાઓ રહ્યાં ઉપસ્થિતઆ પહેલા 20 નવેમ્બરે પણ કમલમમાં આવ્યા હતા PMશ્રીGujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન (Second Phase Votting) આવતીકાલે થવાનું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) આવતીકાલે સવારે રાણીપની નિશાન સ્કુલમાં મતદાન કરવા માટે અમદાવાદ આવ્યા છે. અહીં તેઓ માતા હીરાબાને મળ્યા બાદ તેઓ કમલમ્ (Kamalam) ખાતે પ
  • કમલમ ખાતે વડાપ્રધાનશ્રીની મહત્વની બેઠક પૂર્ણ 
  • ભાજપના દિગ્ગજ નેતાઓ રહ્યાં ઉપસ્થિત
  • આ પહેલા 20 નવેમ્બરે પણ કમલમમાં આવ્યા હતા PMશ્રી
Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન (Second Phase Votting) આવતીકાલે થવાનું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) આવતીકાલે સવારે રાણીપની નિશાન સ્કુલમાં મતદાન કરવા માટે અમદાવાદ આવ્યા છે. અહીં તેઓ માતા હીરાબાને મળ્યા બાદ તેઓ કમલમ્ (Kamalam) ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાનશ્રીના આગમનના પગલે ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ (Amit Shah) , પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C.R.Patil) સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. અહીં તેમણે ભાજપના (BJP) નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક આશરે 20 મિનિટ ચાલી હતી જેમાં મહત્વની ચર્ચા થઈ હતી.
15 દિવસ પહેલા પણ આવ્યા હતા કમલમ્
જણાવી દઈએ કે આ અગાઉ 20મી નવેમ્બરે બોટાદમાં જનસભાને સંબોધ્યા બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી રાજભવન જવાના હતા પરંતુ એકાએક ઓચિંતા તેઓ પોતાના નિશ્ચિત કાર્યક્રમથી ઉલટ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ પહોંચ્યા હતા. અહીં તેઓ કાર્યાલયના સ્ટાફ અને ભાજપના નેતાઓને (BJP Leaders) હળવાશથી મળ્યા હતા. જેના 14 દિવસ બાદ ફરી તેઓ કમલમ પહોંચ્યા હતા  અને આ વખતે તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ (Amit Shah) પણ ઉપસ્થિત હતા. વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં કમલમમાં મળેલી આ ચૂંટણીલક્ષી બેઠક ખુબ મહત્વની માનવવામાં આવે છે.
મતદાનની પૂર્વ સંધ્યાએ મહત્વીની બેઠક
વિધાનસભાની ચૂંટણીના (Assembly Elections 2022) બીજા તબક્કાનું મતદાન આવતીકાલે  5 ડિસેમ્બરે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠક પર થવાનું છે ત્યારે બીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવી પહોંચ્યા છે. PMએ માતા હિરાબાની મુલાકાત લીધી હતી. ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક આયોજન કરી હતી અને તેઓ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવાના છે.
આ પણ વાંંચો - આવતીકાલે બીજા તબક્કાનું મતદાન, જાણી લો મહત્વની માહિતી એક જ ક્લિકમાં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AMITSHAHBJPCRPatilElections2022GandhinagarGujaratAssemblyPollsGujaratFirstNarendraModiSecondPhaseVotting
Next Article