અમદાવાદમાં PMશ્રીનો સૌથી મોટો રોડ-શૉ, મોદીજીની એક ઝલક નિહાળવા ઉમટ્યુ માનવ મહેરામણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે તો બીજી તરફ બીજા તબક્કા માટે પ્રચાર પ્રસાર પુર જોશમાં ચાલી રહ્યો છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (PM Narendra Modi) આજે અમદાવાદમાં 50 કિમીનો ભવ્ય રોડ-શૉ (Ahmedabad Roadshow) યોજ્યો હતો. જેમાં વડાપ્રધાનશ્રીની એક ઝલક નિહાળવા માનવ મહેરામણ ઉમટ્યું હતું.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો ઔતિહાસિક રોડ-શૉ નરોડા ગામથી ચાà
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે તો બીજી તરફ બીજા તબક્કા માટે પ્રચાર પ્રસાર પુર જોશમાં ચાલી રહ્યો છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (PM Narendra Modi) આજે અમદાવાદમાં 50 કિમીનો ભવ્ય રોડ-શૉ (Ahmedabad Roadshow) યોજ્યો હતો. જેમાં વડાપ્રધાનશ્રીની એક ઝલક નિહાળવા માનવ મહેરામણ ઉમટ્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો ઔતિહાસિક રોડ-શૉ નરોડા ગામથી ચાંદખેડા સુધી પુષ્પાંજલી યાત્રા યોજાઈ હતી.
નરોડા ગામથી આશરે સાંજે 5 વાગ્યે શરૂ થયેલી આ ઐતિહાસિક પુષ્પાંજલિ યાત્રા રાત્રે 9 વાગ્યે પૂર્ણ થઈ હતી.
અમદાવાદની 13 વિધાનસભા અને ગાંધીનગરની એક વિધાનસભા મળી કુલ 14 વિધાનસભામાં વડાપ્રધાનશ્રીએ રોડ-શૉ કરી ભાજપ તરફી માહૌલ ઉભો કરી દીધો છે.
રોડ-શૉ દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી વંદન કર્યાં હતા.
વડાપ્રધાનશ્રીના રોડ-શૉને નિહાળવા રોડની બંને તરફ અમદાવાદીઓ ઉમટ્યા હતા. રોડ-શૉ દરમિયાન વડાપ્રધાનશ્રીનું અનેક સ્થળોએ સ્વાગત પણ થયું હતું.
આશરે લગભગ ચાર કલાક સુધી ચાલેલા રોડ-શૉ દરમિયાન અમદાવાદની અલગ-અલગ વિધાનસભાના ભાજપના ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકર્તાઓએ વડાપ્રધાનશ્રીને હર્ષભેર આવકાર્યાં હતા.
આ પણ વાંચો - જવાનનોની મદદથી વૃદ્ધો અને દિવ્યાંગો, નવજાત બાળક સાથે માતા, તો અંધજન મતદારોએ કર્યું મતદાન, જુઓ તસવીરો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement