કોંગ્રેસ પાર્ટીના શાસનમાં ગરીબી વધી, માત્ર સૂત્રોચ્ચાર કર્યા અને દેશને ગેરમાર્ગે દોર્યો : PM મોદી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો ગઈ કાલે એટલે કે ગુરુવારે પૂર્ણ થયો હતો. ત્યારે હવે તમામ પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ બીજા તબક્કાની ચૂંટણીને લઇને પ્રચાર તેજ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ચૂંટણી પ્રચારની જવાબદારી પોતાના ખભા પર લીધી છે. તેઓ જોરદાર રીતે રોડ શો અને રેલીઓ કરી રહ્યા છે. આ ક્રમમાં ગુરુવારે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા તે
Advertisement
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો ગઈ કાલે એટલે કે ગુરુવારે પૂર્ણ થયો હતો. ત્યારે હવે તમામ પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ બીજા તબક્કાની ચૂંટણીને લઇને પ્રચાર તેજ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ચૂંટણી પ્રચારની જવાબદારી પોતાના ખભા પર લીધી છે. તેઓ જોરદાર રીતે રોડ શો અને રેલીઓ કરી રહ્યા છે. આ ક્રમમાં ગુરુવારે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસે ગરીબી હટાવવાના નામે ગરીબી વધારી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના શાસનમાં ખરેખર ગરીબી વધી હતી. તેઓએ કોઈ નક્કર કાર્ય કરવાને બદલે માત્ર સૂત્રોચ્ચાર કર્યા અને દેશને ગેરમાર્ગે દોર્યો. તેમણે આરોપ લગાવ્યો કે, “દશકોથી કોંગ્રેસ માત્ર એક જ વાત કહી રહી છે - ગરીબી હટાવો. લોકોએ તમને તે કરવાની સત્તા આપી હતી, પરંતુ તમે લોકોને ગરીબી દૂર કરવાનું કહેતા હતા. તેઓએ માત્ર સૂત્રોચ્ચાર કર્યા, વચનો આપ્યા અને લોકોને ગેરમાર્ગે દોર્યા. આ જ કારણ હતું કે કોંગ્રેસની સરકારો દરમિયાન ગરીબી ખરેખર વધી હતી.” તેમણે કહ્યું કે કોંગ્રેસની આગેવાની હેઠળની અગાઉની સરકારની નીતિઓને કારણે ગરીબ નાગરિકો અર્થતંત્રમાં સક્રિય ભૂમિકા ભજવી શક્યા નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હોવા છતાં ગરીબો તેમના બેંક ખાતા ખોલાવી શક્યા નથી. વડાપ્રધાને દાવો કર્યો હતો કે, કોંગ્રેસે તેની સરકાર દરમિયાન શિક્ષણ, આરોગ્ય અને ઔદ્યોગિક ક્ષેત્રમાં ગરીબ લોકો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગ (OBC) સમુદાયના લોકોને પ્રાથમિકતા આપી નથી.
આ વર્ષની શરૂઆતમાં આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુની રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણીનો ઉલ્લેખ કરતા મોદીએ આક્ષેપ કર્યો હતો કે, વિરોધ પક્ષ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર કબજો કરતી આદિવાસી મહિલાની તરફેણમાં નથી અને તેથી તેમણે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો હતો. તેમણે કહ્યું, “તેઓ (મુર્મુ) દરેક આદિવાસી પરિવાર અને દરેક નાગરિકનું ગૌરવ છે. પરંતુ કોંગ્રેસે તેમની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો. તેઓ કોઈ આદિવાસી મહિલાને ભારતના રાષ્ટ્રપતિ બનાવવા માંગતા ન હોતા. તેથી તેમની સામે ઉમેદવાર ઊભો રાખ્યો હતો. નહિંતર, તેણી સર્વસંમતિથી ચૂંટાઈ ગયા હોત. ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી ગુરુવારે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. બાકીની 93 સીટો પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.