Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચૂંટણી પહેલા હાર્દિક પટેલને મોટી રાહત, મહેસાણામાં પ્રવેશનો રસ્તો સાફ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election) પહેલા હાર્દિક પટેલને(Hardik Patel)મોટી રાહત મળી છે. વિસનગર તોડફોડ કેસ હાઇકોર્ટમાં (High Court)ચાલતો હતોત્યારે અગાઉ હાઇકોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા. આ જામીનની શરત એવી હતી કે તેઓ મહેસાણા જિલ્લાની હદમાં પ્રવેશ નહીં કરી શકે. પરંતુ આગામી સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)તરફથી ચૂંટણી લડવાના છે. ત્યારે તે પહેલા ગુજરાત હાઇકોર્ટ તરફથી તેમને મોટી રાહત આપવામà
ચૂંટણી પહેલા હાર્દિક પટેલને મોટી રાહત  મહેસાણામાં પ્રવેશનો રસ્તો સાફ
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election) પહેલા હાર્દિક પટેલને(Hardik Patel)મોટી રાહત મળી છે. વિસનગર તોડફોડ કેસ હાઇકોર્ટમાં (High Court)ચાલતો હતોત્યારે અગાઉ હાઇકોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા. આ જામીનની શરત એવી હતી કે તેઓ મહેસાણા જિલ્લાની હદમાં પ્રવેશ નહીં કરી શકે. પરંતુ આગામી સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)તરફથી ચૂંટણી લડવાના છે. ત્યારે તે પહેલા ગુજરાત હાઇકોર્ટ તરફથી તેમને મોટી રાહત આપવામાં આવી છે. હાર્દિક પટેલને હાઇકોર્ટે હંગામી રાહત આપી છે. ત્યારે  સમાચાર મળી  રહ્યા  છે  કે  એક વર્ષ સુધી હાર્દિક પટેલ મહેસાણા જિલ્લામાં હવે પ્રવાસ કરી શકશે.
ગુજરાત હાઇકોર્ટમાંથી હાર્દિકને મળી મોટી રાહત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. વિસનગર તોડફોડ કેસ હાઇકોર્ટમાં ચાલતો હતો ત્યારે અગાઉ હાઇકોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા. આ જામીનની શરત એવી હતી કે તેઓ મહેસાણા જિલ્લાની હદમાં પ્રવેશ નહીં કરી શકે. પરંતુ આગામી સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડવાના છે. ત્યારે તે પહેલા ગુજરાત હાઇકોર્ટ તરફથી તેમને મોટી રાહત આપવામાં આવી છે. હાર્દિક પટેલને હાઇકોર્ટે હંગામી રાહત આપી છે. ત્યારે  સમાચાર મળી  રહ્યા  છે  કે  એક વર્ષ સુધી હાર્દિક પટેલ મહેસાણા જિલ્લામાં હવે પ્રવાસ કરી શકશે.
શું હતી ઘટના
23 જૂલાઇ 2015માં પાટીદાર અનામત સમિતિની દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ રેલી દરમિયાન 500 જેટલા લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો. અને ભાજપના ભારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરી હતી તથા સાથે લૂંટફાટ પણ કરવામાં આવી હતી. ઉપરાંત 2016માં વિસનગરમાં આઇટીઆઇ સર્કલ પાસે ધારાસભ્યની કાર પર પથ્થર ફેંકયો હતો. વિસનગર કોર્ટે હાર્દિક, લાલજી સહિતના લોકો સામે વોરંટ ઇશ્યૂ કર્યું હતું.
ભાજપે હાર્દિક પર મૂક્યો વિશ્વાસ

આપને જણાવી દઈએકે.આવખતે ભાજપે વિરમગામ બેઠક પર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નાના સિપાઈ' હાર્દિક પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિરમગામ બેઠક પર ભાજપ 15 વર્ષથી જીતી શક્યું નથી.  વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ડોક્ટર તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ તેમને કોંગ્રેસના લાખાભાઈ ભીખાભાઈ ભરવાડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારને 76 હજાર 178 મતો મળ્યા હતા. જ્યારે ભાજપ ઉમેદવારને 69 હજાર 630 મતો મળ્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપે પટેલ પ્રાગજીભાઈ નારણભાઈ પર વિશ્વાસ મૂક્યો હતો. તેમને ચૂંટણીમાં 67 હજાર 947 મતો મળ્યા હતા. પરંતુ કોંગ્રેસની ટિકિટ પરથી મેદાનમાં ઉતરેલા પટેલ તેજશ્રીબેન દિલીપકુમારે 84 હજાર 930 મતો મેળવીને બેઠક જીતી હતી

જુઓ હાર્દિક પટેલની કેવી રહી છે રાજકીય સફર?
  • હાર્દિક પટેલ ગુજરાતના યુવા પાટીદાર નેતા છે
  • હાર્દિક પટેલ PAASના સ્થાપક અને સંયોજક છે
  • હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હતા
  • વીસનગરમાં 2015માં યોજાયેલી રેલીથી હાર્દિક પટેલ લોકપ્રિય થયા
  • હાર્દિક પટેલે 25 ઓગસ્ટે 2015ના અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં અનામતની માગણી સાથે જાહેર રેલી યોજી હતી
  • અમદાવાદના GMDC ગ્રાઉન્ડની રેલી બાદ હાર્દિકનું નામ દેશભરમાં જાણીતું થયું હતું
  • GMDCની રેલી બાદ રાજ્યભરમાં મોટાપાયે તોફાનો થયા હતા
  • આ તોફાનોમાં 14 પાટીદાર યુવાનોના મૃત્યુ થયા હતા
  • હાર્દિક પટેલ સામે રાજ્યભરમાં 56 FIR નોંધાઇ હતી
  • હાર્દિક પટેલ તડીપારીના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા
  • હાર્દિક પટેલ નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા
  • હાર્દિક પટેલને રાજદ્રોહના આરોપસર સુરતના લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા
  • આનંદીબહેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું અપાવવામાં હાર્દિક પટેલે મોટો ભાગ ભજવ્યો હતો
  • 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં ગાંધીનગરમાં એક રેલી દરમિયાન હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા
  • કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા
  • બાદમાં છેલ્લાં કેટલાંય સમયથી નારાજ ચાલી રહેલા હાર્દિકે 18 મે 2022ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
  • 02 જૂન 2022ના રોજ કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા.
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 







Advertisement
Tags :
Advertisement

.

×