ગુજરાત ચૂંટણી પહેલા 'પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' સાથે શંકરસિંહ બાપુ ફરી સક્રિય
ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકારણમાં માહોલ ગરમાયો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આગામી ચૂંટણીને લઈને ગુજરાતમાં બીજેપી, કોંગ્રેસ, આપ દરેક રાજકીય પાર્ટીઓ સક્રીય થઈ છે. બીજી તરફ આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સક્રિય થયા છે. ત્યારે મળતી માહિતી પ્રમાણà«
08:19 AM Aug 21, 2022 IST
|
Vipul Pandya
ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકારણમાં માહોલ ગરમાયો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આગામી ચૂંટણીને લઈને ગુજરાતમાં બીજેપી, કોંગ્રેસ, આપ દરેક રાજકીય પાર્ટીઓ સક્રીય થઈ છે. બીજી તરફ આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સક્રિય થયા છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે બાપુએ ફરીથી એક નવી પાર્ટી સાથે રાજકારણમાં આવે તેવા સંકેત આપ્યા છે. ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી હતી. મહત્વનું છે કે, 2017માં પણ શંકરસિંહ વાઘેલાએ ઇલેક્શન સમયે 'જન વિકલ્પ'ના નામે પાર્ટી ઉભી કરી હતી. ત્યારે હવે એકવાર ફરી 'પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' લઈને શંકરસિંહ વાઘેલા ચૂંટણી મેદાનમાં આવી રહ્યાં છે.
'પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' લઈને શંકરસિંહ વાઘેલા ચૂંટણી મેદાનમાં
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત ચૂંટણી પહેલા ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું છે.આજે તેમણે જાહેરાત કરી છે કે ચૂંટણી પહેલા 'પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' લઈને આવશે. શંકરસિંહ વાઘેલા વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની અલગ પાર્ટી બનાવશે. જોકે આવનાર ટૂંક સમયમાં શંકરસિંહ વાઘેલા પોતાની અલગથી પાર્ટીની જાહેરાત કરશે.
અગાઉ બાપુએ કોંગ્રેસ સાથે જોડાવવાનું કહ્યું હતું
શંકરસિંહ બાપુએ 3 સપ્તાહ અગાઉ સમર્થકો સાથે તેમના નિવાસ્થાને મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં શંકરસિંહે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેવા પ્રકારની કામગ્રીરી કરવી તે મામલે ચર્ચા કરી હતી. આ બેઠક દરમ્યાન કોંગ્રેસમાં જોડાવવા અંગે તેમજ ગુજરાતના લઠ્ઠાકાંડ અંગે તેઓએ મહત્વનું નિવેદન આપ્યું હતું. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવવા અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'હાલ મારી કોંગ્રેસના મિત્રો સાથે વાત ચાલી રહી છે. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જવાના એંઘાણ આપ્યા હતા, તેમણે જો ગુજરાત કોંગ્રેસ દારૂબંધી હટાવવાનું વચન આપે તો તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી તેમને શરત મૂકી હતી.
પાર્ટીના ચૂંટણીલક્ષી મુદ્દાઓ
ગુજરાતમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુકાબલો થવાનો છે. હવે બાપુની નવી પાર્ટીની જાહેરાત બાદ વિધાનસભા ચૂંટણીમાં ચાર પાર્ટીઓ વચ્ચે જંગ જોવા મળશે. શંકરસિંહે પોતાની પાર્ટીના મુદ્દા જાહેર કર્યા છે આ મુજબ વાર્ષિક 12 લાખ સુધીની આવક ઘરાવતા પરિવારને વાર્ષિક 12 લાખનું આરોગ્ય કવચ મળશે. 12 લાખ સુધીની આવક ધરાવતા પરિવારના બાળકોને ગ્રેજ્યુએશન સુધી વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવશે. તો બેરોજગાર યુવાનોને રોજગાર અને બેરોજગારી ભથ્થાની પણ જાહેરાત કરવામાં આવશે.
સુબ્રમણ્યમ સ્વામીએ શંકરસિંહ સાથે કરી મુલાકાત
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ સાથે મુલાકાત કરી છે. સ્વામીએ ટ્વીટ કરીને કહ્યુ કે, મારા જનસંઘના જૂના મિત્ર શંકરસિંહ વાઘેલા સાથે આજે મુલાકાત કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, 'આજે મેં જનસંઘના જૂના મિત્ર, પૂર્વ ધારાસભ્ય, સંસદ સભ્ય, કેન્દ્રીય મંત્રી અને જનસંઘના જનરલ સેક્રેટરી રહેલા શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી. ભાજપ અને કોંગ્રેસ સાથે મતભેદ બાદ તેમની પોતાની પાર્ટી છે. પરંતુ તેઓ જ્યારે જનસંઘમાં હતા ત્યારે ખુબ સારા મિત્ર હતા. ઘણા વર્ષો પછી તેમની સાથે બેઠક કરી છે.'
Next Article