રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ બીજા તબક્કાની ચૂંટણીને લઈ પત્રકાર પરિષદ યોજી
ગુજરાત વિધાનસભા (GUJARAT ELECTION 2022) ફેઝ 2 અંગે EC પી.ભારતીએ લોકો માટે એક સંદેશો આપ્યો છે જેમાં તે શહેરી મતદારોને ખાસ વોટ આપવા વિનંતી કરી રહી છે. આ સિવાય પણ તેમણે ચૂંટણી અને મતદાનલક્ષી કેટલીક બાબતોની જાણકારી જનતાને આપી છે.મતદાનમાં શહેરીજનો કરતાં ગ્રામ્યજનો વધુ જોડાયા હોવાની વાત કરી હતી.વોટર ઇન્ફરમેશન સ્લીપ આધાર નથી: ECતેમણે કહ્યું, 'અમે ઘરે ઘરે જઇને બુથ લેવલ ઓફિસર્સ દ્વારા વોટર ઇન્ફરમેશન સ્લી
Advertisement
ગુજરાત વિધાનસભા (GUJARAT ELECTION 2022) ફેઝ 2 અંગે EC પી.ભારતીએ લોકો માટે એક સંદેશો આપ્યો છે જેમાં તે શહેરી મતદારોને ખાસ વોટ આપવા વિનંતી કરી રહી છે. આ સિવાય પણ તેમણે ચૂંટણી અને મતદાનલક્ષી કેટલીક બાબતોની જાણકારી જનતાને આપી છે.મતદાનમાં શહેરીજનો કરતાં ગ્રામ્યજનો વધુ જોડાયા હોવાની વાત કરી હતી.
વોટર ઇન્ફરમેશન સ્લીપ આધાર નથી: EC
તેમણે કહ્યું, 'અમે ઘરે ઘરે જઇને બુથ લેવલ ઓફિસર્સ દ્વારા વોટર ઇન્ફરમેશન સ્લીપ્સની વહેંચણી કરી છે. તેમણે જનતાને વિનંતી કરતાં કહ્યું કે વોટર ઇન્ફરમેશન સ્લીપ્સ માત્ર માહિતી માટે છે તેમાં માત્ર પોલિંગ સ્ટેશનની ડિટેલ છે. તે આધાર નથી. વોટિંગ માટે આધાર કે ડ્રાઇવિંગ લાઇસેન્સ જેવા ડોક્યુમેન્ટ જ લઇ જવાના રહેશે.'
મોબાઇલની સખ્ત મનાઇ!
તેમણે આગળ કહ્યું કે, મતદાન મથકની અંદર મોબાઇલ લઇ જવાની સખ્ત મનાઇ છે. મોબાઇલ ફોનમાં આધારનો ફોટો પણ નહીં ચાલે કારણકે મતદાન મથકની અંદર ફોન લઇ જવાની જ મનાઇ છે. તેથી મતદારોએ પોતાનાં આધારની હાર્ડકોપી સાથે રાખવી.
શહેરી મતદારોમાં જોવા મળતી નિરાશા પર વાત
EC એ કહ્યું કે 'મતદાનનો સમય 8 થી 5 જેટલો સમય છે. અને કેટલાક સ્થળો પર 5 વાગ્યા બાદ પણ વોટરો વોટ આપવા આવે છે. ડેટા એનાલીઝીઝ પછી જોવા મળ્યું કે ગામડાઓમાં વધુ મતદાન થયું છે અને શહેરોમાં ઓછું મતદાન થયું જોવા મળ્યું છે. મારી વિનંતી છે કે ખાસ શહેરોમાં કામમાંથી થોડો સમય કાઢી અને મતદાન કરવા આવીએ અને લોકશાહીનાં અવસરમાં ભાગીદાર બનીએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.