તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં કરાયો મસમોટો વધારો, રૂ. 800થી 3000 વધારો આજથી અમલી
ગુજરાતમાં પોલીસ જવાનોના પગાર વધારા બાદ રાજ્ય સરકાર દ્વારા આજે એક મહત્વનો નિર્ણય પંચાયત વિભાગના કર્મચારીઓ માટે પણ લેવાયો છે. આજે તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં વધારો કરાયો છે. હવે તલાટીકમ મંત્રીને નવા ભથ્થામાં રૂ.3 હજાર મળશે. આ ભથ્થુ રૂ.900થી વધારીને રૂ.3 હજાર કરી નાખવામાં આવ્યું છે, સાથે જ આજથી નવું ભથ્થું અમલી બનશે તેવો પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. 22 ઓગસ્ટના રોજ હડતાળ સમેટી લ
Advertisement
ગુજરાતમાં પોલીસ જવાનોના પગાર વધારા બાદ રાજ્ય સરકાર દ્વારા આજે એક મહત્વનો નિર્ણય પંચાયત વિભાગના કર્મચારીઓ માટે પણ લેવાયો છે. આજે તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં વધારો કરાયો છે. હવે તલાટીકમ મંત્રીને નવા ભથ્થામાં રૂ.3 હજાર મળશે. આ ભથ્થુ રૂ.900થી વધારીને રૂ.3 હજાર કરી નાખવામાં આવ્યું છે, સાથે જ આજથી નવું ભથ્થું અમલી બનશે તેવો પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.
22 ઓગસ્ટના રોજ હડતાળ સમેટી લેવામાં આવી હતી
રાજ્યના તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માંગણીઓને લઈને લાંબા સમયની હડતાળ ચાલુ હતી. જેને લઈને ગ્રામીણ કક્ષાએ પ્રજાલક્ષી કામગીરીમાં વિક્ષેપ સર્જાયો હતો. આ પહેલાં રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ રાજ્યના તલાટી કમ મંત્રીઓની પડતર પ્રશ્નોની માંગ સંતોષવાની બાંહેધરી આપતા 22 ઓગસ્ટના રોજ હડતાળ સમેટી લેવામાં આવી હતી. સરકાર દ્વારા 5માંથી 4 માંગણી સ્વીકારવામાં આવી છે. વધુમાં એક માંગણી માટે સરકારે કરી વિશેષ કમિટિની રચના કરી આ મુદ્દે જલ્દી નિરાકરણ કરવાની બાંહેધરી આપી છે.
શું હતી તલાટીઓની માગ ?
રેવન્યુ તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા
2004-05 પછીના તમામ તલાટીઓની નોકરી સળંગ ગણવી
તલાટીઓને ઉચ્ચ પગાર ધોરણના લાભ, રેવન્યુ તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા
પ્રથમ ઉચ્ચર પગાર ધોરણ માટે લેવાતી પરીક્ષા રદ કરવામાં આવે
રેવન્યુને મર્જ કરવા અથવા જોબ ચાર્ટ અલગ કરવા
પંચાયત વિભાગ સિવાયની કામગીરી તલાટીને નહીં આપવાની માગ


