કોંગ્રેસની સરકાર બનશે તો મુખ્યમંત્રીનો ચહેરો કોણ? શક્તિસિંહ ગોહિલે આપ્યો આ જવાબ
કોંગ્રેસની સરકાર બનવાનો આશાવાદ વ્યક્ત કર્યોસત્તા જ અમારો આખરી ધ્યેય નથીAAPની ચર્ચામાં સમય વેડફવા જેવું નથીગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. બીજા તબક્કાનું મતદાન આગામી 5મી તારીખે થવાનું છે. જેના માટે રાજકિય પાર્ટીનો પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ પર કોંગ્રેસના દિગ્ગજન નેતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શà
Advertisement
- કોંગ્રેસની સરકાર બનવાનો આશાવાદ વ્યક્ત કર્યો
- સત્તા જ અમારો આખરી ધ્યેય નથી
- AAPની ચર્ચામાં સમય વેડફવા જેવું નથી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. બીજા તબક્કાનું મતદાન આગામી 5મી તારીખે થવાનું છે. જેના માટે રાજકિય પાર્ટીનો પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ પર કોંગ્રેસના દિગ્ગજન નેતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ સાથે TO THE POINT Super Exclusive રસપ્રદ ઇન્ટરવ્યૂ થયો. જેમાં કોંગ્રેસ નેતાએ વિવિધ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
સત્તા અમારો આખરી ધ્યેય નહી
તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ માટે ગુજરાતમાં ખુબ પોઝિટિવ માહૌલ છે. મોંઘવારી, બેરોજગારી, પેપર ફુટવા જેવા મુદ્દા લોકોને અસર કરે છે. કોંગ્રેસના મોટા ભાગના સંસદ સભ્યો અહીં છે, અમે લોકલ બેઝથી ચૂંટણી લડીએ છે. રાહુલ ગાંધી અલગ પ્રકારનું નેતૃત્વ છે. સત્તા તેમનો આખરી ધ્યેય નથી. તેઓ 3500 કિમીની યાત્રા કરી દેશને જોડવાનું કામ કરે છે. ગુજરાતના લોકો ભાજપને સ્વીકારવા માગતા નથી. સત્તા જ અમારો આખરી ધ્યેય નથી. ઉદ્યોગપતિઓના દેવા માફ થાય છે જ્યારે તેમનો ચૂંટણી ઢંઢેરો માત્ર ચૂંટણી જુમલો છે. કોઈ પોઈન્ટ પકડવાથી ગુજરાતમાં અસર નહી થાયય
કોંગ્રેસનો મુખ્યમંત્રીનો ચહેરો કોણ?
કોંગ્રેસના મુખ્યમંત્રીના ચહેરા પર તેમણે જણાવ્યું કે, મને માંગવાનો અધિકાર નથી. હું સૈનિક છું, કાર્યકર્તા છું પણ એટલું ચોક્કસથી કહું કે જે કોઈ બનશે તો તેણે શક્તિસિંહ ગોહિલની વાત સાંભળવી પડશે. મને પાર્ટીએ જે જવાબદારી આપી તે નિભાવી. મુખ્યમંત્રીનો ચહેરો પક્ષ નક્કી કરશે. મુખ્યમંત્રી જે પણ બને શક્તિસિંહની વાત માનવી પડશે. ગુજરાતની જનતાના આશીર્વાદથી મારું કદ છે.
ગુજરાતીઓએ પ્રેમ આપ્યો છે
તેમણે કહ્યું કે, ગુજરાતીઓએ અમને પ્રેમ આપ્યો છે પણ મેજીક નંબર સુધી નથી પહોંચી શક્યાં પણ આ વખતે લોકોની અંદર આંદોલન ચાલે છે. જાહેરાતના ખર્ચા કરીએ એટલા નાણાં નથી. ભાજપમાં જવાના સમયે પ્રહારો કરે છે. અમારી પાર્ટીમાં આંતરિક લોકશાહી છે. ભાજપના કામ નહીં કારનામા બોલે છે. ભાજપમાં જોડાતા કોંગ્રેસના નેતાઓ પર તેમણે કહ્યું કે, નેતાઓને લાલચ અને ડરથી લઈ જવામા આવે છે. ભારત જોડો યાત્રાથી સરકાર ડરી ગઈ છે. આદિવાસીઓ આજે પણ અમારી સાથે છે.
AAP પર સાધ્યું નિશાન
જ્યારે આમ આદમી પાર્ટી વિશે જણાવ્યું કે, આપ એટલે અમીર આદમી પાર્ટી છે. AAPની ચર્ચામાં સમય વેડફવા જેવું નથી.
જુઓ સંપૂર્ણ ઇન્ટરવ્યૂ....
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.