Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફોર્મ ભરતા જ વિરોધીઓ કરજણ છોડીને જતા રહે તેવી રેલી કાઢજો : ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

ગુજરાત ચુંટણીને (Gujarat Election) લઇને ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતાની સાથે જ અનેક સ્થળોએ ભાજપમાં ભડકો થયો છે. તો વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક પરનો આંતરિક ડખ્ખો ખુલ્લીને બહાર આવ્યો છે. જેને લઇને આ 3 બેઠક પર બળવો થવાના એંધાણ વર્તાતા આજે ડેમેજ કંટ્રોલ કરવા હર્ષ સંઘવી વાઘોડિયા ગયા હતા. આ દરમિયાન હર્ષભાઈ સંઘવીને નેતાઓ ન મળતા તેઓ લાલઘુમ થયા હતા અને કરજણમાં હરà
ફોર્મ ભરતા જ વિરોધીઓ કરજણ છોડીને જતા રહે તેવી રેલી કાઢજો   ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી
Advertisement
ગુજરાત ચુંટણીને (Gujarat Election) લઇને ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતાની સાથે જ અનેક સ્થળોએ ભાજપમાં ભડકો થયો છે. તો વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક પરનો આંતરિક ડખ્ખો ખુલ્લીને બહાર આવ્યો છે. જેને લઇને આ 3 બેઠક પર બળવો થવાના એંધાણ વર્તાતા આજે ડેમેજ કંટ્રોલ કરવા હર્ષ સંઘવી વાઘોડિયા ગયા હતા. આ દરમિયાન હર્ષભાઈ સંઘવીને નેતાઓ ન મળતા તેઓ લાલઘુમ થયા હતા અને કરજણમાં હર્ષભાઈ  સંઘવીએ (Harshabhai Sanghvi) બળવાખોરો પર નિશાન સાધ્યું હતું.
વિરોધીઓ સામે એવી રેલી કાઢો કે કરજણ છોડી જતા રહે : હર્ષ સંઘવી
વાઘોડિયા બેઠકના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કરજણ-પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્યઓએ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરતા હર્ષ સંઘવી દોડી ગયા હતા. જોકે હર્ષ સંઘવીની મુલાકાતને લઇને સતિષ પટેલ અને દીનુ પટેલે ફોન બંધ કરી દીધા હતા. તો મધુ શ્રીવાસ્તવ સાંળગપુર જવાનું કહીને ત્રણેય નારાજ ધારાસભ્યોએ હર્ષ સંઘવીને મળવાનું ટાળ્યુ હતું. આ દરમિયાન કરજણમાં હર્ષભાઈ  સંઘવીએ જણાવ્યું હતું કે ફોર્મ ભરતાની સાથે જ વિરોધીઓ કરજણ છોડીને જતા રહે તેવી રેલી કાઢો. ભાજપે આપણને સૌને ઓળખ આપી છે તે ન ભુલવું જોઈએ. જો ભાજપ અને ગુજરાતની જનતા ન હોય તો મારી અને તમારી કોઇ ઓળખ નથી. તથા 15 થી 8 તારીખ સુધી પાર્ટી તોડનારાઓનો શોધી શોધીને હિસાબ કરો. તેમ કહી હર્ષ સંઘવીએ અંતમાં જણાવ્યું હતું. 

મધુ શ્રીવાસ્તવની જગ્યાએ અશ્વિન પટેલને અપાઈ ટિકિટ 
વાઘોડીયાથી છેલ્લા 6 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા અને બાહુબલી નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવની જગ્યાએ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવતા મધુ શ્રીવાસ્તવ દ્વારા નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપ દ્વારા આ વખતે મારા સ્થાને અન્ય વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે. મારા કાર્યકરો કહેશે તે મુજબ હું કરીશ, જો કાર્યકરો મને અપક્ષ ઉમેદવારી નોધાવવાનું કહેશે તો હું અપક્ષ ઉમેદવારી નોંધાવીશ. તેમ કહ્યા બાદ ચુંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. વધુમાં જીતીશ તો ભાજપમાં જઈશ તેમજ મારે હજુ મારા ઘણા કામો કરવાના બાકી છે. બાકી રહેલ કામ પૂર્ણ કરવા માટે ચૂંટણી લડવી છે.
ગુજરાતની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×