ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગ્યાસુદ્દીન શેખની ચૂંટણી પત્રિકાઓનો મામલો હવે પોલીસમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો માહોલ જામી ચુક્યો છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ (Gyasuddin Shaikh)ની ચૂંટણીલક્ષી પત્રિકાઓનો મામલો હવે પોલીસ મથકે પહોચ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી હતી. પત્રિકાઓમાં ભૂલો હતીદરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના નામની જે ચૂંટણી પત્રિકાઓ તેમની વિધાનસભા હદ વિસ્તારમાં વહેંચાઇ હતી તેમાં નિયમો વિરૂધ્ધની અàª
11:54 AM Nov 28, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો માહોલ જામી ચુક્યો છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ (Gyasuddin Shaikh)ની ચૂંટણીલક્ષી પત્રિકાઓનો મામલો હવે પોલીસ મથકે પહોચ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી હતી. પત્રિકાઓમાં ભૂલો હતીદરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના નામની જે ચૂંટણી પત્રિકાઓ તેમની વિધાનસભા હદ વિસ્તારમાં વહેંચાઇ હતી તેમાં નિયમો વિરૂધ્ધની અàª
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો માહોલ જામી ચુક્યો છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ (Gyasuddin Shaikh)ની ચૂંટણીલક્ષી પત્રિકાઓનો મામલો હવે પોલીસ મથકે પહોચ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી હતી. 
પત્રિકાઓમાં ભૂલો હતી
દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના નામની જે ચૂંટણી પત્રિકાઓ તેમની વિધાનસભા હદ વિસ્તારમાં વહેંચાઇ હતી તેમાં નિયમો વિરૂધ્ધની અનેક  ભૂલો સામે આવી હતી જેને લઇને તેઓએ ઇલેક્શન કમિશનમાં થયેલી ફરિયાદમાં જવાબ પણ લખાવ્યો હતો. આ પત્રિકાઓમાં મુદ્રકનું નામ સરનામું, પત્રિકાની સંખ્યા દર્શાવી નહોતી.

મતદાનનો સમય પણ ઓછો દર્શાવાયો હતો
સાથે મતદારોને ઇરાદાપુર્વક મતદાન ઓછું થાય તેવા ઇરાદા સાથે મતદાનનો સમય 8થી 6 દર્શાવાયો હતો.જે બાબતે ગ્યાસુદ્દીન શેખ દ્વારા સ્પષ્ટતા અપાઇ હતી કે પત્રિકાઓ તેમના કાર્યકરો દ્વારા  ચૂંટણી કમિશનના નિયમોની જાણકારી વિના શરતચૂકથી છપાઇ હતી.
પોલીસે તપાસ શરુ કરી
 જવાબમાં કેટલાક લોકોની ભૂલ હોવાનું સામે આવતા હવે આ મામલે માધવપુરા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ મામલે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી ચિરાગ મુદ્રકના પ્રકાશક તથા ગ્યાસુદ્દીન શેખ દ્વારા જે ઇન્કવાયરીનો જવાબ લખાવ્યો હતો તેની તપાસમાં જે લોકો સામે આવશે તેમની સામે કાર્યવાહી કરાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--પ્રેમીકાને બદનામ કરવા PMની હત્યાનો મેઇલ કરનારો શખ્સ ઝડપાયો
Tags :
Election2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstGyasuddinShaikhpolice
Next Article