ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોનો ઇતિહાસ, મહિલાઓનું વર્ચસ્વ રહ્યું છે સાવ નહિવત

1962થી અત્યાર સુધી શું રહી સ્થિતિ ?મોરબી જિલ્લાની ત્રણ બેઠકોની વર્ષ 1962થી અત્યાર સુધીની 13 વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓનું વર્ચસ્વ ખૂબ જ ઓછું રહ્યું છે. 1962થી અત્યાર સુધીની વિધાનસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર માત્ર ત્રણ મહિલા ઉમેદવારો દાવેદારી કરી શકી છે. એમાંથી બે મહિલાઓ ધારાસભ્ય બની ચુકી છે. આ બે મહિલા ધારાસભ્યોએ 1967માં ટંકારા બેઠક અને 2002માં વાંકાનેર બેઠકનું પ્રતિનિધàª
07:27 AM Nov 08, 2022 IST | Vipul Pandya
1962થી અત્યાર સુધી શું રહી સ્થિતિ ?મોરબી જિલ્લાની ત્રણ બેઠકોની વર્ષ 1962થી અત્યાર સુધીની 13 વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓનું વર્ચસ્વ ખૂબ જ ઓછું રહ્યું છે. 1962થી અત્યાર સુધીની વિધાનસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર માત્ર ત્રણ મહિલા ઉમેદવારો દાવેદારી કરી શકી છે. એમાંથી બે મહિલાઓ ધારાસભ્ય બની ચુકી છે. આ બે મહિલા ધારાસભ્યોએ 1967માં ટંકારા બેઠક અને 2002માં વાંકાનેર બેઠકનું પ્રતિનિધàª
1962થી અત્યાર સુધી શું રહી સ્થિતિ ?
મોરબી જિલ્લાની ત્રણ બેઠકોની વર્ષ 1962થી અત્યાર સુધીની 13 વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓનું વર્ચસ્વ ખૂબ જ ઓછું રહ્યું છે. 1962થી અત્યાર સુધીની વિધાનસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર માત્ર ત્રણ મહિલા ઉમેદવારો દાવેદારી કરી શકી છે. એમાંથી બે મહિલાઓ ધારાસભ્ય બની ચુકી છે. આ બે મહિલા ધારાસભ્યોએ 1967માં ટંકારા બેઠક અને 2002માં વાંકાનેર બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
1967માં કોંગ્રેસના મહિલા ઉમેદવારે જીત મેળવી હતી 
મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમાં એક મોરબી-માળીયા, બીજી ટંકારા-પડધરી અને ત્રીજી વાંકાનેર કુવાડવા બેઠક પર વર્ષ 1962 થી અત્યાર સુધી યોજાયેલી 13 વિધાનસભાની ચૂંટણીમાં મહિલા ઉમેદવારનું યોગદાન ખૂબ કંગાળ રહ્યું છે. જેમાં ત્રણ મહિલાઓને અત્યાર સુધીમાં ટિકટ મળી છે. મોરબી જિલ્લામાં ટંકારા બેઠક પર વર્ષ 1967ની વિધાનસભાની ચૂંટણીમાં  સૌ પ્રથમ વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે વી.જે.શાહ મહિલા ધારાસભ્ય બન્યા હતા.તેમની સામે હરીફ બી.જે.એસ.ના એમ.આર.રાણપુરાને ટીકીટ મળી હતી.ત્યારે વી.જે.શાહને 13104 મત અને તેમના હરીફ ઉમેદવાર એમ.આર.રાણપુરાને 10209 મત મળ્યા હતા. આથી એમ.આર.રાણપુરાને 2895 મતે હરાવીને વી.જે.શાહ નામના મહિલા ધારાસભ્ય વિજેતા થયા હતા. 
2002માં ભાજપના મહિલા ઉમેદવારે જીત નોંધાવી હતી 
જ્યારે વર્ષમાં 2002 વાંકાનેર બેઠક ઉપર જોશનાબેન જીતુભાઈ સોમાણીને ભાજપે ટીકીટ આપી હતી. તેની સામે હાલના સીટીંગ ધારાસભ્ય મહંમદ જાવીદ પીરજાદા કોંગ્રેસ તરફથી ચૂંટણી લડયા હતા. ત્યારે જોશનાબેન સોમાણીને 50005 મત મળ્યા હતા.જ્યારે મહંમદ જાવીદ પીરજાદાને 40384 મત મળતા જોશનાબેન સોમાણી 9621 મતે વિજયી થયા હતા. ત્યારબાદ 10 વર્ષ પછી 2012માં ફરી ભાજપે જોશનાબેન સોમાણીને ટીકીટ આપી હતી. તેમની સામે મહંમદ જાવીદ પીરજદા જ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતા હોય એ ચૂંટણીમાં જોશનાબેનને 53727 મત અને મહંમદ જાવીદ પીરજદાને 59038 મત મળતા 5311 મતે જોશનાબેન હાર્યા હતા.
આ પણ વાંચો - રાજ્યના આ વિસ્તારમાં માત્ર એક જ વ્યક્તિ કરશે મતદાન, તંત્રએ શરૂ કરી તૈયારીઓ
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ElectionGujaratFirstHistoryImportancenegligiblepredominanceseatwomen
Next Article