ગૃહમંત્રીશ્રીએ કર્યો મોટો ઈશારો! ઋષિભાઈને જીતીને મોકલશો એટલે ટ્રિપલ એન્જિન સરકાર બની જશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના (Gujarat Election 2022)પ્રથમ તબક્કાના 19 જિલ્લાની 89 બેઠકોનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પરંતુ હવે બીજા તબક્કાના મતદાન માટે ભાજપના સ્ટાર પ્રચારકો ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. આજે મહેસાણાના વિસનગરમાં (Visanagar)કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah)પહોંચ્યા હતા. જ્યાં તેમણે જનતાને સંબોધી હતી. ગૃહમંત્રીશ્રીએ ઋષિકેશ પટેલને (Rishikesh Patel) ફરીથી મંત્રી બનાવવાનો અત્યારથી ઈશારો કરી દીધો હ
Advertisement
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના (Gujarat Election 2022)પ્રથમ તબક્કાના 19 જિલ્લાની 89 બેઠકોનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પરંતુ હવે બીજા તબક્કાના મતદાન માટે ભાજપના સ્ટાર પ્રચારકો ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. આજે મહેસાણાના વિસનગરમાં (Visanagar)કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah)પહોંચ્યા હતા. જ્યાં તેમણે જનતાને સંબોધી હતી. ગૃહમંત્રીશ્રીએ ઋષિકેશ પટેલને (Rishikesh Patel) ફરીથી મંત્રી બનાવવાનો અત્યારથી ઈશારો કરી દીધો હતો. વિસનગરની સભામાં ગૃહમંત્રીશ્રએ જણાવ્યું હતું કે ઋષિભાઈને જીતીને મોકલશો એટલે ટ્રિપલ એન્જિન સરકાર બની જશે. અહીં મત આપશો એટલે સીધે સીધો તૈયાર મંત્રી મળી જશે.
વિસનગર સભામાં ગૃહમંત્રીશ્રીએ જનતાને સંબોધતા જણાવ્યું હતું કે, મિત્રો સૌથી પહેલા હું અહી આવ્યો છું ત્યારે માં ઉમિયા અને માં અર્બુદાને પ્રણામ કરી મારી વાત મુકું છું. અહીં જ જન્મેલા અને વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર સ્વ.સાંકળચંદભાઈને અંજલિ આપી મારી વાત શરૂ કરવા માગું છું. મિત્રો 5 તારીખે આપડે સૌએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાનું છે. 5 મી તારીખે જ્યારે વિસનગરના લોકો મત આપવા જાય ત્યારે એવું ના વિચારતા કે તમે ઋષિકેશભાઈને મંત્રી બનાવવા મત આપવા જવાના છો. તમે મત ભુપેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાવવા મત આપવા જવાના છો. તમે મત આપશો એટલે ઋષિકેશભાઈ મંત્રી અને ધારાસભ્ય બની જ જવાના છે.
કોંગ્રેસ એ દેશની સરહદને સિલ કરવા માટે કઈ કર્યું નથી: ગૃહમંત્રીશ્રી
ગૃહમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ એ દેશની સરહદને સિલ કરવા માટે કઈ કર્યું નથી. ભાજપને મત એટલે દેશની સુરક્ષાને મત. ભાજપને મત એટલે યુવાઓના ભવિષ્યને મત. આ સમજીને તમે ભાજપને મત આપજો. દેશ આઝાદ થયો ત્યારથી 1995 સુધી એકધારું કોંગ્રેસનું રાજ હતું, પણ તેમના સમયમાં વિકાસના નામે મિડું હતું. કોંગ્રેસના રાજમાં કોઈ દિવસ ગામડામાં 24 કલાક વીજળી આવતી હતી. કોઈ દિવસ 5 કે 7 કલાકથી વીજળી ન આવે. પરંતુ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા અને બે જ વર્ષમાં બધા ફીડર અલગ થયા અને ગામડાઓમાં 24 કલાક વીજળી મળી.
ગામડાઓમાં કેટલીય આઈસ્ક્રીમની દુકાન અને હોસ્પિટલ બની છે: ગૃહમંત્રીશ્રીએ
ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગામડાઓમાં કેટલીય આઈસ્ક્રીમની દુકાન અને હોસ્પિટલ બની છે. ગામડા ના વિકાસ ને ગતિ આપવાનું કામ નરેન્દ્રભાઈ એ કર્યું. હું પણ ઉત્તર ગુજરાતનો છું. ઉત્તર ગુજરાત માટે પાણીની મોટી અછત અભિશાપ હતો. પાટીદાર સમાજે મહેનત કરવામાં કશું બાકી રાખ્યું નહોતું. 1150 ફૂટે ગયેલું પાણી આજે 950 ફૂટે આવી ગયું. પાણીના તળ ઉપર લાવવાનું કામ ભાજપે કર્યું. કોંગ્રેસ સરદાર પટેલના નામના વિરોધી છે. સરદાર સરોવર યોજના ખોરંભે ચઢાવી હતી. 2001માં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા અને તેજ ગતિએ કેસ ચલાવ્યો. નરેન્દ્રભાઈ એ 2005માં અમદાવાદમાં ઉપવાસ કરવા પડ્યા અને નર્મદાની ઊંચાઈ 5 જ દિવસમાં વધારી.
ગુજરાતની દરિયાઈ સુરક્ષાની સુરક્ષા ભાજપે વધારી છે:ગૃહમંત્રીશ્રીએ
શાહે ઉમેર્યું કે, રાહુલ બાબા હાલ પદ યાત્રા પર છે, સાથે મેઘા પાટકરને લઈને નીકળ્યા છે. એમને તમારી નહિ પોતાની ચિંતા છે. નરેન્દ્રભાઈ મોદી જેવા PM બન્યા અને પહેલાં નર્મદાની હાઈટ વધારવાનું કામ કર્યું. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં લોકોની સુખાકારી માટે અનેક યોજના અમલમાં મૂકી છે. જેને પાણી રોકયું એને મત માંગવાનું કામ કર્યું છે, તેમને જવાબ મતના જકારાથી આપવાનો સમય પાકી ગયો છે. નરેન્દ્રભાઈ મોદી સરકાર આવતા જગન્નાથજીની યાત્રામાં શાંતિ સ્થપાઈ છે. ગુજરાતની દરિયાઈ સુરક્ષાની સુરક્ષા ભાજપે વધારી છે.
આવનારા સમયમાં પણ હજુ અનેક કામો થવાના છે.:ગૃહમંત્રીશ્રીએ
ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે, પહેલા ગુજરાતમાં અનેક દાદાઓ હતા. હવે કોઈ દાદા ના મળે અને મળે તો હનુમાન દાદા મળે. તમારા ધારાસભ્યએ પણ અનેક કામો કર્યા છે. આવનારા સમયમાં પણ હજુ અનેક કામો થવાના છે. આ વિસ્તારમાં અંગ્રેજોના સમયથી પેડીંગ તારંગા અંબાજી રેલવે લાઇનનો પ્રોજેક્ટનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. કોરોનામાં લોકોને રસી મૂકી સુરક્ષિત કરવાનું કામ બીજેપી એ કર્યું છે. રાહુલ બાબા કોરોનાની રસી ના લેવા કહેતા હતા અને કહેતા હતા કે આ કોરોના રસી નથી, મોદી રસી છે, પણ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ એ મફત રસી તમામને રસી મૂકી સુરક્ષિત કર્યા. ત્યારે રાહુલ બાબા પણ રાત્રે અંધારામાં જઇ રસી લઈ આવ્યા.
ગૃહમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જવાહરલાલ નહેરૂની ભૂલ 370 કલમ હટાવવાનું કામ નરેન્દ્રભાઇ મોદી સરકારે કર્યું છે. આ કોંગ્રેસ વાળા રામ મંદિર ક્યારે બનાવશો એની તારીખો પૂછતાં હતા. આજે વિસનગરવાસીઓની હાજરીમાં તારીખ કઇ રહ્યો છું. 1 જાન્યુઆરી 2024 એ અયોધ્યામાં ગગન ચુંબી રામ મંદિર બનીને તૈયાર હશે.
આ પણ વાંચો- જવાનનોની મદદથી વૃદ્ધો અને દિવ્યાંગો, નવજાત બાળક સાથે માતા, તો અંધજન મતદારોએ કર્યું મતદાન, જુઓ તસવીરો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.