ભરૂચ જિલ્લાની 5 બેઠકના 15 ઉમેદવારોનો સત્તાવાર કુલ ખર્ચ એક કરોડ 8 લાખ થયો
ભરૂચ (Bharuch)જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી (Gujarat Election 2022)સંપન્ન થઈ જવા સાથે ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઈ ગયા છે. ત્યારે મુખ્ય ૧૫ ઉમેદવારોએ કુલ ૧ કરોડ ૮ લાખનો ખર્ચ દર્શાવ્યો છે. ચૂંટણીના પ્રચાર પ્રસારમાં ૩૨ ઉમેદવારો પૈકી માત્ર ૧૫ ઉમેદવારોએ પોતાના ખર્ચ અંગેની માહિતી રજૂ કરી છે ત્યારે હજુ અન્ય ઉમેદવારો પોતાના ખર્ચ અંગેની માહિતી ક્યારે પૂરી પાડશે તે એક ચર્ચાનો વિષય બની ગયો છે
Advertisement

પાંચ બેઠકો માટે ત્રણે પક્ષોએ માહિતી ચૂંટણી વિભાગમાં રજૂ કરી
ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આપના ૧૫ ઉમેદવારોએ પ્રચાર પ્રસારમાં કરેલા ખર્ચના આંકડા જોઈએ તો સૌથી વધુ ભરૂચ ભાજપના ઉમેદવારે ખર્ચ કર્યો છે. જ્યારે ૩૨ ઉમેદવારો પૈકી હજુ માત્ર ૧૫ ઉમેદવારોએ જ ચૂંટણીના પ્રચાર પ્રસારમાં ખર્ચ કરેલા રૂપિયા અંગેની માહિતી ચૂંટણી વિભાગમાં રજૂ કરી છે.
ભરૂચ મત વિસ્તરમાં ભાજપના ઉમેદવારોએ કેટલો ખર્ચ કર્યા
ભરૂચ મત વિસ્તારના ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રીએ રૂપિયા ૨૨.૯૫ હજાર, જ્યારે વાગરાના ભાજપના ઉમેદવાર અરૂણસિંહ રણાએ રૂપિયા ૨૨.૦૫ હજાર, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલે રૂપિયા ૧૦.૮૫ હજાર અત્યાર સુધીનો ખર્ચ બતાવ્યો છે. તો ઝઘડિયા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ફતેસિંગ વસાવાએ ૯.૬૩ હજાર, જંબુસરમાં ભાજપના ડી.કે.સ્વામીએ રૂપિયા ૬.૫૪ હજાર, અંકલેશ્વરમાં ઇશ્વરસિંહ પટેલે ૬.૨૫ હજાર, છોટુ વસાવાએ ૬.૩૪ હજાર, કોંગ્રેસના જયકાંત પટેલે ૫.૩૩ હજાર, સંજય સોલંકીએ ૪.૫૫ હજાર, અંકલેશ્વરના કોંગ્રેસના ઉમેદવાર વિજય ઉર્ફે વલ્લભ પટેલે ૧.૨૮ હજાર અને સૌથી ઓછો વાગરાના જ્યેન્દ્રસિંહ રાજે ૬૪ હજારનો ખર્ચ દર્શાવ્યો છે. જોકે ૩૨ ઉમેદવારો પૈકી હજુ ૧૫ ઉમેદવારોએ પોતાના ખર્ચ અંગેની માહિતી રજૂ કરી છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.