ગુજરાતની જનતા સારી છે કે તેમને પ્રવેશવા દે છે..જાણો કેજરીવાલને આવુ કોણે કહ્યું
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) શનિવારે ગુજરાતની મુલાકાત દરમીયાન આપેલા નિવેદન અંગે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલે (CR Patil) આકરી પ્રતિક્રિયા આપી છે. સી.આર.પાટીલે કહ્યું કે ગુજરાતની જનતા સારી છે કે તેમને પ્રવેશવા દે છે. બીજી તરફ કેજરીવાલને AICC મીડિયા ડિપાર્ટમેન્ટ ચેરમેન પવન ખેરા (Pawan Khera)એ પણ પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે અરવિં
Advertisement
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) શનિવારે ગુજરાતની મુલાકાત દરમીયાન આપેલા નિવેદન અંગે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલે (CR Patil) આકરી પ્રતિક્રિયા આપી છે. સી.આર.પાટીલે કહ્યું કે ગુજરાતની જનતા સારી છે કે તેમને પ્રવેશવા દે છે. બીજી તરફ કેજરીવાલને AICC મીડિયા ડિપાર્ટમેન્ટ ચેરમેન પવન ખેરા (Pawan Khera)એ પણ પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ગુજરાતની કઇ બેઠક પરથી ચૂંટણી લડશે તે બેઠકનું નામ 24 કલાકમાં જાહેર કરે.
કેજરીવાલે ગુજરાતના લોકોને કંસ કહ્યા
અરવિંદ કેજરીવાલના વિવાદીત નિવેદન અંગે રવિવારે ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી પાટીલે પ્રતિક્રિયા આપી છે. સી.આર.પાટીલે કહ્યું કે મુખ્યમંત્રી જવાબદાર વ્યક્તિ હોવા છતા જૂઠું બોલી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે કેજરીવાલે ગુજરાતના લોકોને કંસ કહ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતના લોકોને કંસ કહીને તેઓ વોટ લેવા આવે છે. આ તો ગુજરાતની સજ્જનતા છે કે તેઓને પ્રવેશવા દે છે. અહીંયાના લોકો સારા છે કે પ્રવેશબંધી નથી કરતા. કેજરીવાલે પોતાની વાણી પર વિચાર કરવો જોઇએ તેમ તેમણે કહ્યું હતું.
અનંત પટેલ પરના હુમલા વિશે શું કહ્યું
નવસારીમાં કોંગી ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા મુદ્દે સી.આર.પાટીલે કહ્યું કે અનંત પટેલ પર કોઇ હુમલો થયો નથી. તેમણે આરોપ લગાવ્યો કે અનંત પટેલે સહાનુભૂતિ મેળવવા નાટક કર્યું છે અને ભાજપના ભીખુભાઇ આહિરની દુકાન સળગાવી છે તથા આજુબાજુના લોકોના મકાન પણ સળગાવ્યા છે. તેમણે કહ્યું કે પાર તાપી નર્મદા લિંક યોજના મુદ્દે લોકોને ભડકાવે છે અને એમની પાસે કોઇ મુદ્દો નથી, હારવાનો ડર છે. તેમણે કહ્યું કે આદિવાસી ભાઇ-બહેનોને તેઓ ભડકાવે છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું
અનંત પટેલ પર હુમલા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ પણ કહ્યું કે અનંત પટેલની અરજી પર સંપૂર્ણ તપાસ થશે અને સહાનુભૂતિ માટે સ્ટંટ છે કે નહીં તેની તપાસ થશે. તેમણે કહ્યું કે સરકારની પ્રોપર્ટી સળગાવવી તે અયોગ્ય ઘટના છે અને સામાન્ય નાગરિકોને બાનમાં લેવાય છે તેની પણ તપાસ કરાશે.
કેન્દ્રીય અર્જુન મુંડાએ પણ કેજરીવાલ પર પ્રહાર કર્યા
બીજી તરફ છોટાઉદેપુરની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા એ પણ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકારની હકીકત હવે લોકો સમજી ગયા છે. સરકાર ફક્ત વાતો કરવાથી નથી ચાલતી. અને લોકતંત્ર મફતખોરીથી ચાલતું નથી.
પવન ખેરાએ પણ કેજરીવાલ પર પ્રહાર કર્યા
બીજી તરફ કેજરીવાલને AICC મીડિયા ડિપાર્ટમેન્ટ ચેરમેન પવન ખેરાએ પણ પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ગુજરાતની કઇ બેઠક પરથી ચૂંટણી લડશે તે બેઠકનું નામ 24 કલાકમાં જાહેર કરે. તેમણે કહ્યું કે પંજાબની પોલીસ અને સીઆઇડી આપ હસ્તક છે અને પોલીસ ખાલીસ્તાનીઓને કેમ પકડતી નથી. તેમણે ભાજપ પર પણ પ્રહાર કરતાં કહ્યું કે આગામી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. આમ આદમી પાર્ટી દિલ્હી ભેગી થશે. તેમણે કહ્યું કે આપ અને ભાજપની જુગલબંધી ચાલે છે.
Advertisement


