આવતીકાલે જાહેર થશે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનું પરિણામ, મોટી સંખ્યામાં પોલીસ જવાનો કરાયા તૈનાત
છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ઘડીનો આવતીકાલે (ગુરુવાર) અંત આવશે. આવતીકાલે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થાય તેની પહેલા આજરોજ અમદાવાદ કલેક્ટર ધવલ પટેલ અને CP સંજય શ્રીવાસ્તવ દ્વારા પરિણામ મથકો પર વિઝીટ કરવામાં આવી હતી. LD કોલેજ, પોલીટેક્નીક કોલેજ તથા, ગુજરાત કોલેજ ખાતે રીવ્યુ મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યુ. સ્ટ્રોગ રૂમો સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે, તેમજ તમ
Advertisement
છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ઘડીનો આવતીકાલે (ગુરુવાર) અંત આવશે. આવતીકાલે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થાય તેની પહેલા આજરોજ અમદાવાદ કલેક્ટર ધવલ પટેલ અને CP સંજય શ્રીવાસ્તવ દ્વારા પરિણામ મથકો પર વિઝીટ કરવામાં આવી હતી. LD કોલેજ, પોલીટેક્નીક કોલેજ તથા, ગુજરાત કોલેજ ખાતે રીવ્યુ મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યુ. સ્ટ્રોગ રૂમો સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે, તેમજ તમામ મતગણતરી સેન્ટરો ખાતે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તથા મિલીટ્રી જવાનો પણ તૈનાત કરાયા છે. કલેક્ટર તથા CP દ્વારા મિટીંગ યોજીને કોઈ પણ પ્રકારની આવતીકાલે કચાસ ન રહી જાય તેનું આયોજન કરવામાં આવ્યું છે.
પોલીટેકનીક બેઠકો ખાતે 6 વિધાનસભા બેઠકોનું કાઉન્ટીંગ થશે, જેમા 39- વિરમગામ, 40- સાણંદ, 46- નિકોલ, 57- દસક્રોઈ, 58- ધોળકા, તેમજ 59 ધંધુકાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાત કોલેજ ખાતે 7 બેઠકોનું કાઉન્ટીંગ થશે, જેમાં 47- નરોડા, 48- ઠક્કરબાપાનગર, 49- બાપુનગર, 51- દરિયાપુર, 52- જમાલપુર-ખાડીયા, 54- દાણીલીમડા, તેમજ 56- અસારવાનો સમાવેશ થાય છે. જ્યારે LD કોલેજ ખાતે 8 બેઠકોનું કાઉન્ટીંગ થશે, જેમા 41- ઘાટલોડીયા, 42- વેજલપુર, 42- વટવા, 44- એલીસબ્રિજ, 45- નારણપુરા, 50- અમરઈવાડી, 53- મણીનગર તેમજ 55- સાબરમતીનો સમાવેશ થાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.