આ દિગ્ગજોની હાર થાય છે કે જીત તેના પર છે સૌ કોઇની નજર
થરાદ બેઠક થરાદ બેઠક પર ભાજપમાંથી શંકર ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરબત પટેલ જીત્યા હતા.આ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ જીત્યા હતા. આ વખતે આ બેઠક પર કોણ જીતે છે તેના પર સૌ કોઇની નજર છે. વડગામ બેઠક વડગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મોટો ચહેરો માનવામાં આવે છે. 2012માં અહીં ભાજપના ઉમેદવાàª
Advertisement
થરાદ બેઠક
થરાદ બેઠક પર ભાજપમાંથી શંકર ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરબત પટેલ જીત્યા હતા.આ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ જીત્યા હતા. આ વખતે આ બેઠક પર કોણ જીતે છે તેના પર સૌ કોઇની નજર છે.
વડગામ બેઠક
વડગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મોટો ચહેરો માનવામાં આવે છે. 2012માં અહીં ભાજપના ઉમેદવારની જીત થઇ હતી તો 2017માં મેવાણી અપક્ષ જીત્યા હતા. આ વખતે વડગામમાં મતદાન ઘટીને 66.21 ટકા થયું છે, ત્યારે ઘટેલું મતદાન કોની તરફેણમાં રહે છે, તે જોવુ મહત્વનું બની રહેશે
ગાંધીનગર બેઠક
ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપે અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે... અલ્પેશ ઠાકોર રાધનપુરથી લડવા માગતા હતા, પરંતુ પાર્ટીએ તેમને ગાંધીનગર દક્ષિણથી ઉમેદવાર બનાવ્યા છે . ઠાકોર અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર છેલ્લી બન્ને ચૂંટણીઓમાં ભાજપનો વિજય થયો છે. ત્યારે અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠકથી જીતે છે કે કેમ તેના પર સૌ કોઇની નજર રહેશે
વિરમગામ બેઠક
વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ જીતે છે કે હારે છે તેના પર સૌ કોઇની નજર છે.. કારણ કે આ જ હાર્દિક પટેલે ગત ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે પોતાની તમામ તાકાત કામે લગાવી દીધી હતી. બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા..પરંતુ કોંગ્રેસ સાથે ન ફાવતા આખરે તેઓ ભાજપમાં જોડાઇ ગયા.. હાર્દિક પટેલની વિરુદ્ધમાં મતદાનના આગલા દિવસે વિરમગામમાં પોસ્ટર પણ લાગ્યા હતા.. હવે જોવાનું એ રહેશે કે વિરમગામની જનતા હાર્દિક પર વિશ્વાસ મુકે છે કે કેમ
વીસનગર બેઠક
મહેસાણાની વીસનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અને વર્તમાન મંત્રી ઋષિકેશ પટેલનું ભાવિ દાવ પર છે. ગત ચૂંટણીમાં ઋષિકેષ પટેલ જીત્યા તો હતા પરંતુ માત્ર 2869 વોટોથી જ જીત મળી હતી.. ત્યારે આ વખતે તેમની હાર થાય છે કે કે જીત તેના ઉપર પણ સૌ કોઇની નજર છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.