બે અપક્ષ ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કરતો કાયેદસરનો કર્યો કરાર, કહ્યું ભાજપનો વિકાસ જોઇ થયા પ્રભાવિત
ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો તેમની જીત બાદ જે તે પાર્ટીને સમર્થન જાહેર કરે તે સામાન્ય ઘટના છે.. પરંતુ શું એવું બની શકે કે કોઇ ઉમેદવાર ચૂંટણી પહેલાજ અન્ય પાર્ટીથી પ્રભાવિત થઇને તેને પોતાનો ટેકો જાહેર કરી દે.. જી હા માનવામાં નહીં આવે પરંતુ આ વાત બિલકુલ સાચી છે.. આ ઘટના બની છે ઉંઝા વિધાનસભામાં.. જ્યાં બે અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી લડતા પહેલાજ લેખિત કરાર કરીને ભાજપને પોતાનો ટેકો જાહેર કરી દà
10:44 AM Nov 27, 2022 IST
|
Vipul Pandya
ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો તેમની જીત બાદ જે તે પાર્ટીને સમર્થન જાહેર કરે તે સામાન્ય ઘટના છે.. પરંતુ શું એવું બની શકે કે કોઇ ઉમેદવાર ચૂંટણી પહેલાજ અન્ય પાર્ટીથી પ્રભાવિત થઇને તેને પોતાનો ટેકો જાહેર કરી દે.. જી હા માનવામાં નહીં આવે પરંતુ આ વાત બિલકુલ સાચી છે.. આ ઘટના બની છે ઉંઝા વિધાનસભામાં.. જ્યાં બે અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી લડતા પહેલાજ લેખિત કરાર કરીને ભાજપને પોતાનો ટેકો જાહેર કરી દીધો છે.
ઉંઝાના બે ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી તો નોંધાવી દીધી પરંતુ બાદમાં તેઓ ભાજપના વિકાસથી એવા પ્રભાવિત થયા કે તેમણે ભાજપના ઉમેદવાર કિરીટભાઇ પટેલને સમર્થન જાહેર કરી દીધું છે.. અને ભાજપ દ્વારા થઇ રહેલા વિકાસને વેગવંતો બનાવવાની વાત કરી છે.
આ બન્ને ઉમેદવારો છે રમેશભાઇભાઇ રબારી અને અરવિંદ ઠાકોર જેમણે કરાર કરીને ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કર્યુ છે. તેમણે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પણ ભાજપને સમર્થન જાહેર કર્યું છે.. આ સ્ટેમ્પ પેપર પર લખવામાં આવ્યું છે કે અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ ગામે ગામ પ્રચાર કરતા તેમણે ભાજપ દ્વારા થયેલો વિકાસ જોયો અને ભાજપમાં લોકોનો અતૂટ વિશ્વાસ જોયો ..જેથી ભાજપના સૈનિક બનીને ભાજપને પ્રચંડ બહુમતીથી જીત અપાવવા માટે કામ કરીશું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article