ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વલસાડ બેઠકને કહેવાય છે જાદુઈ બેઠક, જાણો તેની પાછળનું કારણ

રાજકારણમાં અંધશ્રધ્ધાને સ્થાન નથી. પરતું કેટલીક પ્રચલિત બનેલા માન્યતાઓ પર વિશ્વાસ કરવો જ પડે તેવી બાબત લોકસભા અને વિધાનસભાની વલસાડ બેઠક સાથે જોડાયેલી છે. ત્યારે શું છે એ વલસાડ બેઠકને લઈને રાજ. કેમ દરેક પાર્ટીના લોકો આ વલસાડ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવે છે, આજે અમે આ અહેવાલમાં આપને જણાવીશું.વલસાડ જિલ્લોએ ભાજપનું ગઢ માનવામાં આવે છે. પરંતુ દરેક પાર્ટી માટે આ બેઠક ખૂબ જ અગતà«
12:46 PM Nov 24, 2022 IST | Vipul Pandya
રાજકારણમાં અંધશ્રધ્ધાને સ્થાન નથી. પરતું કેટલીક પ્રચલિત બનેલા માન્યતાઓ પર વિશ્વાસ કરવો જ પડે તેવી બાબત લોકસભા અને વિધાનસભાની વલસાડ બેઠક સાથે જોડાયેલી છે. ત્યારે શું છે એ વલસાડ બેઠકને લઈને રાજ. કેમ દરેક પાર્ટીના લોકો આ વલસાડ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવે છે, આજે અમે આ અહેવાલમાં આપને જણાવીશું.વલસાડ જિલ્લોએ ભાજપનું ગઢ માનવામાં આવે છે. પરંતુ દરેક પાર્ટી માટે આ બેઠક ખૂબ જ અગતà«
રાજકારણમાં અંધશ્રધ્ધાને સ્થાન નથી. પરતું કેટલીક પ્રચલિત બનેલા માન્યતાઓ પર વિશ્વાસ કરવો જ પડે તેવી બાબત લોકસભા અને વિધાનસભાની વલસાડ બેઠક સાથે જોડાયેલી છે. ત્યારે શું છે એ વલસાડ બેઠકને લઈને રાજ. કેમ દરેક પાર્ટીના લોકો આ વલસાડ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવે છે, આજે અમે આ અહેવાલમાં આપને જણાવીશું.
વલસાડ જિલ્લોએ ભાજપનું ગઢ માનવામાં આવે છે. પરંતુ દરેક પાર્ટી માટે આ બેઠક ખૂબ જ અગત્યની માનવામાં આવે છે. એક લોકવાયકા મુજબ જે પક્ષ વલસાડ જીતે છે તેની સત્તા ગાંધીનગરમાં આવે છે. જે પણ પક્ષને ગુજરાતની ગાદી જોઈએ છે તે પક્ષને વલસાડ અચૂક જીતવું પડે છે. એમ પણ કહેવાય કે જે પક્ષ વલસાડ જીતે છે તેની જ સરકાર વિધાનસભામા રાજ કરે છે. ત્યારે ફરી એકવાર 2022માં દરેક પાર્ટી વલસાડની શુકનવંતી બેઠક જીતવા માટે પ્રયાસ કરી રહી છે. 
જાણો શું છે વલસાડ બેઠકનો ઈતિહાસ
હાલ વલસાડના ધારાસભ્ય ભરત પટેલને ત્રીજીવાર ટીકીટ આપવામાં આવી છે. ત્રીજી વાર પણ ભાજપ ફરી એકવાર વલસાડ બેઠક કબ્જે કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. અને આ બેઠક પર ભાજપનું કમળ ખીલે અને ગાંધીનગર કબ્જે કરવા માટે સંપૂર્ણ રણનીતિ ઘડી ચૂકી છે.
વલસાડની જનતાને રાજકારણમાં ભારે રસ જોવા મળે છે. અને હાલ ચોરે અને ચૌકે વલસાડ બેઠકની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. શુકનવંતી ગણાતી વલસાડ બેઠક જીતવા વલસાડ કોંગ્રેસના ઉમેદવાર કમલ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણી જાહેર થવાની સાથે જ કોંગ્રેસે વલસાડ બેઠક જીતવા માટે પ્રચારનો રણશિંગું ફૂંકી દીધું છે. કોંગ્રેસના ઉમેદવારે પણ આ બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વલસાડ બેઠકને લઈને માન્યતા છે કે જે પક્ષ વલસાડ બેઠક હારી ગયો તે પક્ષ દિલ્હીની સરકારમા પણ સરકાર બનાવી શક્તો નથી. ત્યારે ભાજપ 2024ની લોકસભાની ચૂંટણી માટે હાલની આ વિધાનસભાની ચૂંટણીને સેમી ફાઈનલ માનીને ચાલી રહ્યો છે. વલસાડની બેઠક જીતી 2024ની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવી ફરી એકવાર નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને તે માટે અત્યારથી જ ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે વલસાડ બેઠકની આ લોકવાયકા ફરી એકવાર સાચી ઠરે છે કે નહીં તે હવે જોવું રહ્યું.
આ પણ વાંચો - કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત અને પાસના 1500થી વધુ કન્વિનરો ભાજપમાં જોડાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022ElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article