ભરૂચ બેઠક પર ભાજપને લીડ નહીં, બેઠક બચી જશે તો ઝઘડિયામાં છોટુ વસાવા જીતે તેવા એંધાણ
ભરૂચમાં ગત ટર્મની તુલના કરતા મતદાન ઓછુંઅપક્ષ ઉમેદવારોના કારણે મુખ્ય પાર્ટીઓની લીડ તૂટશેજિલ્લામાં ત્રિપાખ્યા જંગની અસર જોવા મળીભરૂચ (Bharuch) જિલ્લાની પાંચ બેઠકો ઉપર પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું છે અને ગત ટર્મની તુલના કરતા મતદાન ઓછું હોવાનું માનવામાં આવે છે જેના કારણે ત્રિપાખ્યા જંગની અસર જોવા મળી છે કારણ કે ભરૂચ (Bharuch) જિલ્લાની પાંચ બેઠકો પર મતદાન પ્રક્રિયા બાદ તેની
Advertisement
- ભરૂચમાં ગત ટર્મની તુલના કરતા મતદાન ઓછું
- અપક્ષ ઉમેદવારોના કારણે મુખ્ય પાર્ટીઓની લીડ તૂટશે
- જિલ્લામાં ત્રિપાખ્યા જંગની અસર જોવા મળી
ભરૂચ (Bharuch) જિલ્લાની પાંચ બેઠકો ઉપર પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું છે અને ગત ટર્મની તુલના કરતા મતદાન ઓછું હોવાનું માનવામાં આવે છે જેના કારણે ત્રિપાખ્યા જંગની અસર જોવા મળી છે કારણ કે ભરૂચ (Bharuch) જિલ્લાની પાંચ બેઠકો પર મતદાન પ્રક્રિયા બાદ તેની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે અને ત્રિપાખ્યા જંગના કારણે અને અપક્ષ ઉમેદવારોના કારણે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની લીડ તૂટી શકે તેવા એંધાણો વચ્ચે કોણ જીતશે અને કોને લીડ મળશે તે સમગ્ર પ્રશ્ન લોકો વાત ચર્ચાસ્પદ બની ગયો છે.
ભરૂચ બેઠક
સૌપ્રથમ વાત કરવામાં આવે તો ભરૂચ બેઠકની ભરૂચની બેઠક ભાજપનું ગઢ માનવામાં આવે છે અને આ બેઠક ઉપર છેલ્લી ત્રણ ટર્મથી 35,000 મતની લીડથી દુષ્યંતભાઈ પટેલ ચૂંટાઈને આવતા હતા. આ વખતે તેઓનું પત્તું કપાઈ જવાના કારણે તેઓના સમર્થકોની નિષ્ક્રિયતા જોવા મળી હતી. જે પ્રમાણે ત્રણ ટર્મથી મતદારોની વિવિધ વાહનોમાં બેસાડીને મતદાન મથક ઉપર લઈ જવામાં આવતા હતા તે પ્રમાણેની કોઈ પણ કામગીરી તાજેતરની વિધાનસભાની ચૂંટણીના મતદાન મથકમાં જોવા મળી નથી અને સાથે પટેલ ફેક્ટરની પણ અહીંયા અસર જોવા મળી છે અને દુષ્યંત પટેલને જે ગામોમાંથી લીડ મળતી હતી તે લીડ ઉપર કોંગ્રેસના ઉમેદવારે પોતાની પકડ જાળવી રાખી છે જેના કારણે ભાજપ કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે લીડ નહીં રહે પણ રસાકસી વચ્ચે ભાજપ પોતાની બેઠક જાળવી રાખે તેવા એંધાણો દેખાઈ રહ્યા છે.
વાગરા બેઠક
વાગરા મતવિસ્તાર લઘુમતી મત વિસ્તાર ધરાવતો માનવામાં આવે છે. બે ટર્મથી ચૂંટાઈને આવતા અરુણસિંહ રાણાને (Arunsinh Rana) ફરી રીપીટ કરવામાં આવ્યા છે પરંતુ તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુલેમાન પટેલને (Suleman Patel) ઉતારવામાં આવ્યો છે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયામાં કોને ફાયદો થશે તે પ્રશ્નો ઉભો થયો છે જો વાગરા મત વિસ્તારની વાત કરવામાં આવે તો આ વખતે ભાજપને (BJP) નુકસાન થઈ શકે છે કારણ કે આ મત વિસ્તારમાં ભાડભૂત બેરેજ યોજના સામે માછીમાર સમાજના પ્રમુખ કમલેશ મઢીવાલા અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી.
વાગરા બેઠક ઉપર આમ આદમી પાર્ટીનું કોઈ વર્ચસ્વ નથી પરંતુ અપક્ષ ઉમેદવારના કારણે ભાજપને નુકસાન થઈ શકે છે અને રસાકસી વચ્ચે પણ સુલેમાન પટેલ આ બેઠક ઉપર કબજો જમાવે તેવા અણસારો દેખાઈ રહ્યા છે કારણ કે ગતમમાં અરુણસિંહ રણા માત્ર 2600 મતથી ચૂંટાયા હતા અને તે પણ પૂર્વ પટ્ટી વિસ્તારના ગામોમાંથી અને આ ગામોમાં ટીપી સ્કીમને લઈને ખેડૂતોમાં વિરોધનો વંટોળ હતો અને આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાના ટેલીફોનિક વાતચીતના ઓડિયોએ પણ કેટલાય કોંગ્રેસના મતદારોને જાગૃત કરી દેવાના કારણે પણ આ બેઠક ઉપર મતદાન વધુ નોંધાયું હોવાનું માનવામાં આવે છે.
જંબુસર બેઠક
જંબુસર બેઠક પર આમ તો કોળી પટેલનું સૌથી વધારે વર્ચસ્વ રહેલું છે અને ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો કોળી પટેલમાંથી આવતા હોવાનું માનવામાં આવે છે આ બેઠક કોંગ્રેસ પાસે રહી છે પરંતુ હાલની વિધાનસભાની ચૂંટણીમાં થયેલા મતદાન ઉપર સામાન્ય વિશ્લેષણ કરવામાં આવે તો સંજય સોલંકીને કોળી પટેલ સાથે લઘુમતી મતોના કારણે તેઓની જીતની આશાઓ વ્યક્ત કરવામાં આવે છે. કારણ કે ભાજપના ઉમેદવાર દેવકિશોર સ્વામી કે જેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત માનવામાં આવે છે પરંતુ આ બેઠક ઉપર મંત્રી પદ ઉપર રહી ચૂકેલા અને ટિકિટથી નારાજ થયેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સહિતના કેટલાય લોકોમાં નારાજગીના કારણે પણ આ બેઠકો પર ભાજપને નુકસાન થઈ શકે છે જેના કારણે આ બેઠક ઉપર પણ કદાચ કોંગ્રેસ પોતાની બેઠક જાળવી રાખે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે
અંકલેશ્વર બેઠક
અંકલેશ્વર આ બેઠક ઉપર સગારભાઈ ચૂંટણી જંગમાં છે જેમાં ભાજપમાંથી ઈશ્વર પટેલ 4 ટર્મથી ચૂંટાઈને આવે છે ગત ટર્મમાં ઈશ્વર પટેલ સામે જનતા દળ (યુ) માંથી કોંગ્રેસમાં જોડાયેલા અનિલ ભગતને ઉતારવામાં આવ્યા હતા જેના કારણે ઈશ્વર પટેલને મોટી લીડ પ્રાપ્ત થઈ હતી પરંતુ પાંચમી ટર્મ માટે ઈશ્વર પટેલને રીપીટ કરવામાં આવ્યા છે અને કોંગ્રેસમાંથી તેમના મોટાભાઈ વિજય ઉર્ફે વલ્લભ પટેલ ચૂંટણી જંગમાં છે અને આ બેઠક ઉપર વિજય ઉર્ફે વલ્લભ પટેલ સાથે તેમના પુત્રનું અંકલેશ્વર હાંસોટ રોડ ઉપરના તમામ ગામોમાં સારું વર્ચસ્વ રહ્યું છે અને સાથે GIDC વિસ્તારમાં પણ કોંગ્રેસના ઉમેદવાર દાસ તરીકે પ્રચલિત છે અને લોકોના અભિપ્રાય મુજબ અમે કોંગ્રેસને મત નહીં પરંતુ દાસને મત આપ્યા હોવાનું રટણ કરી રહ્યા છે જેના કારણે આ બેઠક ઉપર બંને ભાઈ વચ્ચે મત પેટી ખૂલે તો રસાકસી રહી શકે છે અને સાથે આ બેઠક ઉપર કોંગ્રેસમાંથી નારાજ થઈને ભાજપમાં ગયેલા મગન માસ્તરના સમર્થકો પણ કોંગ્રેસને જીતાડવા માટે તનતોડ મહેનત કરી મતોનું ધ્રુવીની કરણ થાય તો પણ આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારને ફાયદો થઈ શકે છે પરંતુ જે ઉમેદવાર જીતે તેને કોઈ મોટી લીડ નહીં પ્રાપ્ત થાય ભાજપ પોતાની બેઠક જાળવી નહીં રાખે તો પણ 3000 થી 5000 મત વચ્ચે પણ કોઈપણ એક ભાઈ જીત મેળવી શકે છે તેવા એંધાણો દેખાઈ રહ્યા છે
ઝઘડિયા બેઠક
ઝઘડિયા બેઠક ઉપર આદિવાસીઓના મસીહા તરીકે માનીતા છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી આ બેઠક ઉપર સૌ પ્રથમ વખત કોંગ્રેસને પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે અને ભાજપમાંથી છોટુ વસાવાના ચેલા તરીકે મનાતા રિતેશ વસાવાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે પણ રિતેશ વસાવાને સૌથી નજીકના માનવામાં આવતા પ્રકાશ દેસાઈ ઉપર એક આદિવાસી યુવકના આપઘાત પ્રકરણમાં તેઓને એટ્રોસિટી અને દૂષપ્રેરણાના ગુનામાં આરોપી તરીકે હોવાના કારણે ભાજપને જીતવું ભારે છે સાથે જ ભાજપના જિલ્લા પ્રમુખે પણ મતદાનની પૂર્વ સંધ્યાકાળે જ છોટુ વસાવાને બદનક્ષીના દાવાની નોટિસ ફટકારી હોવાની વાત સોશિયલ મીડિયા ઉપર સતત પ્રસરી હતી અને આદિવાસી યુવાનના આપઘાત પ્રકરણમાં મૃતક પરિવારની પડખે આદિવાસીઓના મશીહા છોટુ વસાવાની ટીમ લાગી હતી અને સાથે છોટુ વસાવાનું ચૂંટણી ચિન્હ પણ તેમની BTP પાર્ટીનું રીક્ષાનું રહ્યું છે જેના કારણે આ વિસ્તારમાં સૌથી વધારે આદિવાસી મતવિસ્તાર માનવામાં આવે છે જેના કારણે આ બેઠક ઉપર છોટુ વસાવા જીત મેળવી શકે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે.
ગત વખતે ઓછા માર્જીનથી જીતેલા ઉમેદવારોને આ વખતે કપરા ચઢાણ
5 બેઠકોના સામાન્ય વિશ્લેષણમાં આ વખતે મતદાનની ટકાવારી ઘટી ગયુ હોવાનું માનવામાં આવવાના કારણે જે ઉમેદવારો મોટી લીડથી વિજય મેળવતા હતા તેમને પણ આ વખતે ફાંફા પડી શકે છે અને નહિ જેવા માંથી પણ જીત મેળવી શકે છે પરંતુ ગત ટર્મમાં જેને નઈ જેવા મળતી જીત મેળવી હતી તેવા ઉમેદવારોને જીત મેળવવા માટે ફાંફા પડી શકે તેવા એંધાણો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે પરંતુ ઇવીએમ મશીનમાં સીલ ભાવિ 8 ડિસેમ્બરે ખુલી જશે અને ઉમેદવારોમાં પણ કંઈ ખુશી કહી ગમ જેવો માહોલ ઉભો થાય તો નવાય નહીં.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.