ગુજરાતના આ ગામમાં થયું 92 ટકા મતદાન, મત ન આપનારને થાય છે 1 હજાર રૂપિયા સુધીનો દંડ
ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાનમાં રાજકોટ જિલ્લાના રાજસમઢીયાળા ગામે એક આદર્શ ઉદાહરણ પુરુ પાડ્યું છે.. આ ગામમાં ચૂંટણીમાં 92 ટકા મતદાન નોંધાયું છે. આ ગામમાં કુલ 996 મતદારો છે..જેમાંથી 923 મત પડ્યા છે. ગામના એક અગ્રણીએ કહ્યું કે આ ગામમાં વર્ષોથી મતદાન ફરજિયાત છે, અને મતદાન ન કરે તેને રૂપિયા 51થી લઇ એક હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવે છે.રાજકોટથી 22 કિલોમીટરના અંતરે આવેલા રાજસમà
Advertisement
ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાનમાં રાજકોટ જિલ્લાના રાજસમઢીયાળા ગામે એક આદર્શ ઉદાહરણ પુરુ પાડ્યું છે.. આ ગામમાં ચૂંટણીમાં 92 ટકા મતદાન નોંધાયું છે. આ ગામમાં કુલ 996 મતદારો છે..જેમાંથી 923 મત પડ્યા છે. ગામના એક અગ્રણીએ કહ્યું કે આ ગામમાં વર્ષોથી મતદાન ફરજિયાત છે, અને મતદાન ન કરે તેને રૂપિયા 51થી લઇ એક હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવે છે.
રાજકોટથી 22 કિલોમીટરના અંતરે આવેલા રાજસમઢિયાળામાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાતી જ નથી અને સમરસ જાહેર થાય છે. આ ગામમાં ગુટખા વેચવા પર પ્રતિબંધ છે, અહીં હજુ સુધી એક પણ ગુનો નોંધાયો નથી અને નિયમભંગ કરનારને ગ્રામ પંચાયત દંડ કરે છે. આ ગામને અત્યાર સુધીમાં અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. જેમાં નેશનલ કક્ષાનો વિલેજ ડેવલપમેન્ટ એવોર્ડ, રાજ્યકક્ષાનો બેસ્ટ વોટર હાર્વેસ્ટિંગ-બેસ્ટ ખેડૂત એવોર્ડ, જિલ્લા કક્ષાનો બેસ્ટ સરપંચ એવોર્ડ, જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડ, નિર્મલ ગ્રામ એવોર્ડ, તીથગ્રામ એવોર્ડ, સમરસ ગ્રામ પંચાયત એવોર્ડ, સ્વર્ણિમ ગ્રામ એવોર્ડનો સમાવેશ થાય છે.
મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. રાજ્યના 19 જિલ્લાની 89 બેઠકો પર અંદાજે સરેરાશ 60.35 ટકા મતદાન નોંધાયું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.