Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કચ્છની 6 વિધાનસભા બેઠકો પર મતદાન, કાઉન્ટડાઉન શરૂ, તંત્ર સજ્જ

કચ્છની (Kutch) 6 બેઠકોમાં અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર વિધાનસભા બેઠક પર આવતીકાલે મતદાન યોજાશે. મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લોકશાહીના મહાઉત્સવ એવા ચૂંટણી પર્વમાં મતરૂપી આહૂતિ આપવા માટે કચ્છના 16.34 લાખ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાતાઓને કોઇ મુશ્કેલી ન પડે અને શાંતિપૂર્ણ મતદાન થાય તેના માટે તંત્ર સજ્જ બન્યું છે.અબડાસા વિધાનસભા બેઠકગુજરાતની (Gujarat) પ્રથમ કà
કચ્છની 6 વિધાનસભા બેઠકો પર મતદાન  કાઉન્ટડાઉન શરૂ  તંત્ર સજ્જ
Advertisement
કચ્છની (Kutch) 6 બેઠકોમાં અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર વિધાનસભા બેઠક પર આવતીકાલે મતદાન યોજાશે. મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લોકશાહીના મહાઉત્સવ એવા ચૂંટણી પર્વમાં મતરૂપી આહૂતિ આપવા માટે કચ્છના 16.34 લાખ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાતાઓને કોઇ મુશ્કેલી ન પડે અને શાંતિપૂર્ણ મતદાન થાય તેના માટે તંત્ર સજ્જ બન્યું છે.
અબડાસા વિધાનસભા બેઠક
ગુજરાતની (Gujarat) પ્રથમ ક્રમની અબડાસા બેઠક પર આ વખતે ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી અને સબળ અપક્ષ ઉમેદવારે પણ ચૂંટણી જંગમાં જંપલાવ્યું હોઈ ચોપાખીયા જંગની સ્થિતિ વચ્ચે છેલ્લી ઘડીએ આપના ઉમેદવારે પીછેહઠ કરી ભાજપને સમર્થન આપી દીધું છે. જો કે હજુય અબડાસા બેઠક પર સબળ અપક્ષ ઉમેદવાર મેદાનમાં હોઈ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે મજબુત રસ્સાકસ્સીની સ્થિતિ જોવા મળી રહી છે.
માંડવી વિધાનસભા બેઠક
માંડવી બેઠકની વાત કરીએ તો આ બેઠક પર આમ આદમી પાર્ટીની સૌપ્રથમ એન્ટ્રી થઈ હતી. AAPએ પોતાના ઉમેદવારને વહેલા જાહેર કરી દેતા તેમના દ્વારા આગોતરો જ પ્રચાર શરૂ કરી દેવાયો હતો. હાલ આ બેઠક પર ત્રિપાંખીયા જંગ સમાન સ્થિતિ જોવા મળી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચાર પ્રસાર એક બીજાને જરા સરખી પણ મચક આપી રહ્યા ન હોઈ આ બેઠક પર મતદારો કોના તરફ વધુ જોક દર્શાવે છે તે જોવું રસપ્રદ બની રહેશે. આ બેઠક પર AIMIM પણ પોતાના ઉમેદવારને મેદાને ઉતાર્યો છે.
ભુજ વિધાનસભા બેઠક
ભુજમાં ત્રિપાંખીયો નહીં પણ ચતુષ્કોણીય જંગ ખેલાયો હોઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પટેલ ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર લઘુમતી મતદારો સૌથી વધુ હોવાથી AIMIMના પ્રદેશ કક્ષાના હોદ્દેદાર મેદાને હોઈ લઘુમતી સમાજના મતોનું ધ્રુવીકરણ હાર-જીતના પાસાઓ ફેરવી શકે તેમ છે.
અંજાર વિધાનસભા બેઠક
અંજાર વિધાનસભાની બેઠક પર બે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા આહિર ઉમેદવારોને મેદાને ઉતારાયા છે. તો આમ આદમી પાર્ટીએ રબારી સમાજને તક આપી છે. આ બેઠક પર આહિર મતદારો ચાવીરૂપ ભૂમિકામાં હોઈ તેઓના મત કબજે કરવા ભાજપ, કોંગ્રેસના ઉમેદવારની સાથોસાથ પક્ષના મોવડીઓ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
ગાંધીધામ વિધાનસભા બેઠક
ગાંધીધામની અનામત બેઠક પર ભાજપે રીપીટ થીયરી અપનાવી છે તો કોંગ્રેસે સેવાભાવી અને ઉદ્યોગપતિ ઉમેદવાર પર કળશ ઢોળ્યું છે. તો આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારને મેદાને ઉતાર્યા હોઈ જ્ઞાતિવાઈઝ સમીકરણ તેમજ પંચરંગી મતદારોના મત જેના તરફ ઢળશે તે ઉમેદવાર આ હાઈ પ્રોફાઈલ બેઠક પર કબજો કરશે.
રાપર વિધાનસભા બેઠક
રાપર બેઠક પર ભાજપ, કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે હાઈ વોલ્ટેજ જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે. બન્ને મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ પ્રચાર-પ્રસારમાં કોઈ કસર રાખી ન હોઈ આ બેઠક પર હાલે કચ્છભરની નજર મંડરાઈ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×