ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભાજપમાંથી ઉમેદવારી કરવા માટે 80 લોકોની દાવેદારી સામે 5 ઉમેદવાર કોણ? આ છે સંભવિત ઉમેદવારો

ભરૂચ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીની તારીખો નક્કી થતાં જ ચૂંટણી જંગમાં ઉતારવા માટે ઉમેદવારી કરવા માટે દાવેદારો ધમપછાડા કરી રહ્યા છે તો ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો પર 82 ટિકિટ ઈચ્છુકોએ દાવેદારી કરી છે પરંતુ તેમાંથી પાંચ ઉમેદવાર કોણ ત્યારે સૌથી નજીક સંભવિત ઉમેદવાર કોણ છે જુઓ અહેવાલમાં..5 બેઠકો ઉપર નો રિપીટ થિયરીનો વિવાદગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર ચાલી રહ્યà
06:22 PM Nov 04, 2022 IST | Vipul Pandya
ભરૂચ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીની તારીખો નક્કી થતાં જ ચૂંટણી જંગમાં ઉતારવા માટે ઉમેદવારી કરવા માટે દાવેદારો ધમપછાડા કરી રહ્યા છે તો ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો પર 82 ટિકિટ ઈચ્છુકોએ દાવેદારી કરી છે પરંતુ તેમાંથી પાંચ ઉમેદવાર કોણ ત્યારે સૌથી નજીક સંભવિત ઉમેદવાર કોણ છે જુઓ અહેવાલમાં..5 બેઠકો ઉપર નો રિપીટ થિયરીનો વિવાદગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર ચાલી રહ્યà
ભરૂચ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીની તારીખો નક્કી થતાં જ ચૂંટણી જંગમાં ઉતારવા માટે ઉમેદવારી કરવા માટે દાવેદારો ધમપછાડા કરી રહ્યા છે તો ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો પર 82 ટિકિટ ઈચ્છુકોએ દાવેદારી કરી છે પરંતુ તેમાંથી પાંચ ઉમેદવાર કોણ ત્યારે સૌથી નજીક સંભવિત ઉમેદવાર કોણ છે જુઓ અહેવાલમાં..
5 બેઠકો ઉપર નો રિપીટ થિયરીનો વિવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે ભરૂચ જિલ્લાની 5 બેઠકો ઉપર નો રિપીટ થિયરીનો વિવાદ ઉભો થયો છે. જેમાં ભરૂચ અને વાગરા બેઠક ઉપર નવા ઉમેદવારની આશાઓ ઊભી થઈ છે ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ વિધાનસભા ઉપર છેલ્લા ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે દુષ્યંતભાઈ પટેલ રહ્યા છે અને તેઓ હાલમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક તરીકે તત્પર છે અને તેઓ મુખ્યમંત્રીના અંગત માનવામાં આવે છે જો ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલને રીપીટ કરવામાં ન આવે તો ભરૂચ જિલ્લામાં ત્રિપાંખીયો જંગ જામી શકે છે કારણ કે આમ આદમી પાર્ટીએ પણ ભરૂચ નગરપાલિકામાં અપક્ષ તરીકે ખાતું ખોલાવનાર મનહર પરમારને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે અને મનહર પરમાર સામાજિક કાર્યકર સાથે સાથે અનેક લોકોની સેવામાં હંમેશા તત્પર રહેતા હોય છે જેના કારણે ધારાસભ્યને રીપીટ કરવામાં ન આવે તો ભાજપને જીતવું આ બેઠક ઉપર ભારે પડી શકે છે
(1) ભરૂચ ભાજપ બેઠક ઉપર સંભવિત ઉમેદવાર :- છેલ્લા ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે રહેલા દુષ્યંતભાઈ પટેલે ફરી દાવેદારી કરી છે જો તેઓને રિપીટ કરવામાં ન આવે તો સામે ઓબીસીમાંથી દિવ્યેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ દાવેદારી કરી છે કારણ કે ભરૂચ મત વિસ્તારમાં ઓબીસી એસસી એસટી અને જનરલ જ્ઞાતિના મતોનું વર્ચસ્વ વધુ રહેલું હોવાનું માનવામાં આવે છે દિવ્યેશ પટેલ ૧૯૯૨થી ભાજપ કારોબારીથી લઈ હાલ જિલ્લા ઉપપ્રમુખ સુધી રહી ચૂક્યા છે અને તેઓ પણ ભરૂચમાં ભાજપમાં સારું એવું વર્ચસ્વ ધરાવે છે
(2) વાગરા ભાજપ બેઠક ઉપર સંભવિત ઉમેદવાર :- વાગરા મતવિસ્તાર ઉપર લઘુમતી મતનું વર્ચસ્વ વધુ રહેલું છે જેના કારણે બે ટર્મ પહેલા સતત કોંગ્રેસનું રાજ રહ્યું છે પરંતુ છેલ્લા ૧૦ વર્ષથી વાગરાની બેઠક ઉપર ભાજપનું કમળ અરુણસિંહ રણાએ ખીલાવ્યું છે પરંતુ ગત ટર્મમાં ઓછા માર્જિનથી અરુણસિંહ રણાએ જીત મેળવી હતી અને તાજેતરમાં મત વિસ્તારમાં વિરોધ હોવાના કારણે નવા ઉમેદવારની આશાઓ વ્યક્ત કરાઈ રહી છે જેના કારણે સંભવિત ઉમેદવાર તરીકે વાગરામાં અરુણસિંહ રણા તેમજ ધીરમસિંહ ગોહિલ અને નકુલસિંહ રણા રહેલા છે કારણકે ગોહિલ ભરૂચ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના એક શ્રેષ્ઠ સક્રિય કાર્યકર બની રહ્યા છે સાથે નકુલસિંહ રણાની પણ ભાજપમાં સારી પકડ રહેલી છે
(3) અંકલેશ્વર ભાજપ ઉપર સંભવિત ઉમેદવાર :- અંકલેશ્વર વિધાનસભા ઉપર છેલ્લા ચાર ટર્મથી ઇશ્વરભાઇ પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે અને સતત બે વખત મંત્રી પણ બની ચૂક્યા છે અને આ બેઠક ઉપર કોળી પટેલ જ્ઞાતિના મતોનું વર્ચસ્વ વધુ રહેલું છે ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ઈશ્વરભાઈ પટેલે પણ દાવેદારી કરી છે પરંતુ નો રિપીટ થિયરી વાપરવામાં આવે તો પરેશ પટેલ અને સુરેશ પટેલે પણ દાવેદારી નોંધાવી છે પરેશ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય સાથે રાજકારણમાં સારી છબી ધરાવે છે અને સુરેશ પટેલ ભાજપ યુવા મોરચામાં પ્રમુખ બાદ નગરપાલિકાની ચૂંટણીમાં તેઓ ચૂંટાઈ આવ્યા છે અને તેઓ પણ ભાજપમાં સારું એવું વર્ચસ્વ ધરાવે છે
(4) ઝઘડિયા ભાજપ બેઠક ઉપર સંભવિત ઉમેદવાર :- ઝઘડિયા મતવિસ્તાર આમતો ટ્રાયબલ માનવામાં આવે છે અને આ મતવિસ્તારોમાં બીટીપીનું પણ વર્ચાસવ વધુ રહેલું છે અને બીટીપીએ સતત આ બેઠક જાળવી રાખી છે પરંતુ ભાજપના દાવેદારોની વાત કરવામાં આવે તો રવજી વસાવા કે જેઓ BTPમાંથી ભાજપમાં જોડાયા છે અને તેઓનું છેલ્લા ઘણા સમયથી ભાજપમાં સારું વર્ચસ્વ રહ્યું છે તો સાથે સેવનતું વસાવા કે જેઓ સાંસદ મનસુખ વસાવાના અંગત છે અને હાલ તેઓ વાલીયા તાલુકા પંચાયતના પ્રમુખ પણ છે તો બીટીપીમાંથી ભાજપમાં આવેલા રિતેશ વસાવા પણ રેસમાં હોવાનું માનવામાં આવે છે
(5) જંબુસર ભાજપ બેઠક ઉપર સંભવિત ઉમેદવાર :- જંબુસર મત વિસ્તારમાં ભાલીયા કોળી મતોનું વર્ચાસવ વધુ રહેલું છે જેના કારણે ગત ટમૅમાં આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામતા અપક્ષમાંથી ખુમાનસિંહ વાસિયાના કારણે ભાજપે આ બેઠક ગુમાવી પડી હતી અને કોંગ્રેસના સંજય સોલંકીની જીત થઈ હતી હાલની વિધાનસભાની ચૂંટણીમાં છત્રસિંહ મોરી કે જેઓ મંત્રી રહી ચૂક્યા છે તેઓએ દાવેદારી કરી છે અને સાથે ડી.કે સ્વામી કે જેઓ એક શંત તરીકે પણ સેવા આપી રહ્યા છે અને ડી કે સ્વામીનું યુપીના યોગીજી સાથે સારું મિલન રહ્યું છે છત્રસિંહ મોરીને જો ઉમેદવારી ન મળે તો ડી‌.કે સ્વામી જાહેર થઈ શકે છે.
Tags :
BharuchBJPElections2022GujaratElections2022GujaratFirst
Next Article