Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતમાં કોની બનશે સરકાર, જાણો એક્ઝિટ પોલ શું કહે છે...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો બીડો તબક્કો પણ હવે પૂર્ણ થયો છે. આજે સાંજે 5 વાગ્યે 14 જિલ્લાની 93 બેઠક પર 833 ઉમેદવારોનું ભાવિ હવે EVMમાં સીલ થઇ ગયું છે. રાજ્યની 182 બેઠકો પર પહેલા અને બીજા તબક્કાના કુલ 1621 ઉમેદવારોનું ભાવિ 8 ડિસેમ્બરના રોજ ખુલશે.શું એકવાર ફરી સરકાર બનાવશે ભાજપ?રાજ્યમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમા પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બર અને બીજા તબક્કામાં આજે એટલે કે 5 ડિસà
ગુજરાતમાં કોની બનશે સરકાર  જાણો એક્ઝિટ પોલ શું કહે છે
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો બીડો તબક્કો પણ હવે પૂર્ણ થયો છે. આજે સાંજે 5 વાગ્યે 14 જિલ્લાની 93 બેઠક પર 833 ઉમેદવારોનું ભાવિ હવે EVMમાં સીલ થઇ ગયું છે. રાજ્યની 182 બેઠકો પર પહેલા અને બીજા તબક્કાના કુલ 1621 ઉમેદવારોનું ભાવિ 8 ડિસેમ્બરના રોજ ખુલશે.
શું એકવાર ફરી સરકાર બનાવશે ભાજપ?
રાજ્યમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમા પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બર અને બીજા તબક્કામાં આજે એટલે કે 5 ડિસેમ્બરના રોજ મતદાન લોકોએ કર્યું છે. હવે લોકો એક્ઝિટ પોલની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોની સરકાર બનશે? શું ભારતીય જનતા પાર્ટી (BJP)ફરી એકવાર સતત 7મી વખત સરકાર બનાવશે કે પછી દિલ્હી અને પંજાબ પછી આમ આદમી પાર્ટી (AAP)ફરી એકવાર ઇતિહાસ રચશે અને ગુજરાતમાં પણ સરકાર બનાવશે. એ જોવાનું પણ રસપ્રદ રહેશે કે શું કોંગ્રેસમાં પણ અંડર કરંટ છે? પરિણામોની ઝલક થોડી જ વારમાં એક્ઝિટ પોલ દ્વારા જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ અલગ-અલગ ન્યૂઝ ચેનલના એક્ઝિટ પોલ દ્વારા ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
TV 9 ભારતવર્ષ - ભાજપ - 125-130, કોંગ્રેસ- 40-50, આપ- 03-05, અપક્ષ- 03-07
રિપબ્લિક (P-Marq) - ભાજપ- 128-148, કોંગ્રેસ- 30-42, આપ- 02-10, અપક્ષ- 00-03
ન્યૂઝ એક્સ - ભાજપ- 117-140, કોંગ્રેસ- 34-51, આપ- 06-13, અપક્ષ- 00-00
ટાઈમ્સ નાઉ + ઈટીઝીભાજપ - 131, કોંગ્રેસ- 41, આપ- 6, અપક્ષ- 4
આજતક (ઈન્ડિયા ટૂડે + એક્સિસ) - ભાજપ- 131-151, કોંગ્રેસ- 16-30, આપ- 09-21, અપક્ષ- 02-06
એબીપી (સી વોટર) - ભાજપ - 128-140, કોંગ્રેસ- 31-43, આપ- 03-11, અપક્ષ- 02-06
તાજેતરમાં સામે આવી રહેલા એક્ઝિટ પોલ (Exit Poll) મુજબ ભાજપ ગુજરાતમાં એકવાર ફરી સરકાર બનાવી શકે છે. અલગ-અલગ ન્યૂઝ ચેનલના એક્ઝિટ પોલમાં ભાજપને 100થી ઉપર બેઠકો મળી રહી છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાંજે 5 વાગ્યા સુધી કુલ 58.70 ટકા મતદાન નોંધાયું છે. તાજેતરના આંકડા મુજબ સાબરકાંઠામાં 65 ટકા મતદાન થયું છે. 
2017 વિધાનસભાની ચૂંટણીમાં પરિણામો શું હતા?
ઉલ્લેખનીય છે કે, 2017ની ચૂંટણીમાં ભાજપે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 99 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. ચૂંટણી બાદ ભાજપે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યારબાદ, 2021 માં નેતૃત્વ પરિવર્તનમાં, ભાજપે રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
Update...
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×