જ્યારે પીએમ મોદીએ મારી તુલના સુર્પણખા સાથે કરી હતી ત્યારે સૌ કેમ ચૂપ હતાઃ રેણુકા ચૌધરી
રેણુકા ચૌધરી આવ્યા ખડગેના બચાવમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પીએમ મોદીની સરખામણી રાવણ સાથે કરવાને લઇને ભાજપ કોંગ્રેસને સતત ઘેરી રહ્યું છે, પરંતુ આ બધા વચ્ચે હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ રેણુકા ચૌધરી ખડગેના બચાવમાં આવ્યા છે. તેમણે પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. રેણુકાએ કહ્યું 'જ્યારે પીએમ મોદીએ સંસદમાં મારી સરખામણી સુર્પણખા (Shurpanakha) સાથે કરી,તો તે સમયે આ મà
07:53 AM Nov 30, 2022 IST
|
Vipul Pandya
રેણુકા ચૌધરી આવ્યા ખડગેના બચાવમાં
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પીએમ મોદીની સરખામણી રાવણ સાથે કરવાને લઇને ભાજપ કોંગ્રેસને સતત ઘેરી રહ્યું છે, પરંતુ આ બધા વચ્ચે હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ રેણુકા ચૌધરી ખડગેના બચાવમાં આવ્યા છે. તેમણે પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. રેણુકાએ કહ્યું "જ્યારે પીએમ મોદીએ સંસદમાં મારી સરખામણી સુર્પણખા (Shurpanakha) સાથે કરી,તો તે સમયે આ મુદ્દો કેમ ઉઠાવવામાં ન આવ્યો."
બહેરામપુરામાં સભા સંબોધતી વખતે બોલ્યા હતા ખડગે
મહત્વપૂર્ણ છે કે મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદના બહેરામપુરામાં એક જાહેરસભામાં પીએમ મોદીની સરખામણી રાવણ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, "અમને કોર્પોરેશનની ચૂંટણી,ધારાસભ્યની ચૂંટણી કે સાંસદની ચૂંટણીમાં દરેક જગ્યાએ તમારોચહેરો દેખાય છે. શું તમારી પાસે રાવણ જેવા 100 માથા છે?" ભાજપે તેને દેશના વડાપ્રધાનનું અપમાન ગણાવ્યું છે, અને ખડગે સામે કાર્યવાહી કરવાની કોંગ્રેસ પાર્ટી સમક્ષ માંગ કરી છે.
જયરામ રમેશે પણ રેણુકા ચૌધરીની વાતને સમર્થન આપ્યું
ખડગેના આ નિવેદનથી રાજકીય તોફાન મચી ગયું છે. એક તરફ તેમણે આ નિવેદન કરી ટીકાઓને આમંત્રણ આપ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસના ઘણા નેતાઓ તેમના સમર્થનમાં ઉભા છે.આ નિવેદનને લઈને રેણુકાએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું કે જ્યારે પીએમ મોદીએ સંસદમાં મને શૂર્પણખા કહ્યું હતું ત્યારે મીડિયા ક્યાં હતું. કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ કહ્યું કે જ્યારે પીએમ મોદીએ રેણુકા ચૌધરી પર ટિપ્પણી કરી ત્યારે તેઓ ત્યાં હાજર હતા અને પીએમ મોદી પોતે 'હસતા' હતા.
સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું કે પીએમ મોદીએ ક્યારેય આવુ નથી કહ્યું
ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે રેણુકા ચૌધરીના દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે પીએમ મોદીએ તેમને ક્યારેય સુર્પણખા કહ્યા નથી. ટ્વિટર પર સામે આવેલા રાજ્યસભાના જૂના ફૂટેજમાં પીએમ મોદીએ તત્કાલીન રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને રેણુકા ચૌધરીની સ્પીચને ચાલુ રાખવાની મંજૂરી આપવા કહ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું,"હું તમને વિનંતી કરું છું કે મહેરબાની કરીને રેણુકાજીને કંઈ ન બોલો. રામાયણ સિરિયલ પછી આજે આવું હાસ્ય સાંભળવાનો લહાવો મળ્યો."
બાદમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં સુર્પણખા હસતી હતી અને રેણુકા ચૌધરી પણ સંસદમાં હસી રહી હતી. હવે પીએમ મોદીના આ નિવેદનને લઈને કોંગ્રેસે ભાજપ પર ટોણો માર્યો છે અને ખડગેના નિવેદનનો બચાવ કર્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article