વયવૃધ્ધોથી માંડી નવયુવાન યુવતીઓએ પણ ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન કર્યું
લોકશાહીના મહાપર્વ એટલે ચૂંટણી (Gujarat Election 2022)અને આ પર્વને ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવવામાં આવે છે પ્રથમ ચરણની મતદાન પ્રક્રિયામાં ભરૂચ (Bharuch) જિલ્લામાં પાંચ બેઠકો માટે ઉમેદવારોના ભાવિ નક્કી કરવા ના ભાગરૂપે મતદાન મથકો ઉપર મતદારોએ સવારથી જ પોતાના મતા અધિકારનો ઉપયોગ કર્યો હતો અને મોટી માત્રામાં મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ (Police) બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદારોએ મતદાન કર્યું હતુંભàª
Advertisement
લોકશાહીના મહાપર્વ એટલે ચૂંટણી (Gujarat Election 2022)અને આ પર્વને ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવવામાં આવે છે પ્રથમ ચરણની મતદાન પ્રક્રિયામાં ભરૂચ (Bharuch) જિલ્લામાં પાંચ બેઠકો માટે ઉમેદવારોના ભાવિ નક્કી કરવા ના ભાગરૂપે મતદાન મથકો ઉપર મતદારોએ સવારથી જ પોતાના મતા અધિકારનો ઉપયોગ કર્યો હતો અને મોટી માત્રામાં મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ (Police) બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદારોએ મતદાન કર્યું હતું
ભરૂચ શહેર જિલ્લામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પાંચ બેઠક ઉપર ૩૨ ઉમેદવારો ના પ્રચાર પ્રસાર બાદ પહેલી ડિસેમ્બરે સવારથી જ ભરૂચ જિલ્લાના ૧૩૫૯ મતદાન મથકો ઉપર મતદારોએ પોતાના મતા અધિકારનો ઉપયોગ કરવા માટે સવારથી જ કતારમાં જોવા મળ્યા હતા ભરૂચ શહેરના અનેક સ્થળોએ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વય વૃદ્ધોથી માંડી નવયુવાન યુવતીઓ પણ પ્રથમ વખત મતદાન કરવા આવતા ખુશી પણ વ્યક્ત કરી હતી લોકશાહીના મહાપર્વ ચૂંટણીને લઇ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમગ્ર મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાફલો ખડકી દેવામાં આવ્યો હતો જેના ભાગરૂપે મતદારોએ પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું. સવારથી બપોર સુધીમાં ૩૦ ટકાથી મતદાન જિલ્લાનું નોંધાયું હતું અને ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર ઝગડીયા ભરૂચ બેઠકના ઉમેદવારોએ પણ મતદાન કર્યું હતું અને મતદાન મથકો ઉપર ચૂંટણીનો માહોલ જામ્યો હતો
અંકલેશ્વર પંથકના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્કૂલ ખાતે મતદાન મથક ઉભો કરાયું હતું અને મત આપવા આવતા મતદારોને વૃક્ષોનું વિતરણ કરી પોતાના ઘર આંગણે વૃક્ષ વાવી તેનું જતન કરવા માટેની અપીલ કરી પર્યાવરણનો સંદેશો પાઠવ્યો હતો પર્યાવરણ બચાવોના ભાગરૂપે ચૂંટણીમાં પણ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ઇકોફ્રેન્ડલી મતદાન મથક ઉભો કરવામાં આવ્યું હતું અને આ મતદાન મથક ઉપર મતદાન કરવા આવતા મતદારોએ પણ ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો અને મત આપ્યા બાદ પર્યાવરણ બચાવો ના ભાગરૂપે મતદારોને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક મતદારે એક મત આપી વૃક્ષ મેળવી પોતાના ઘરે વૃક્ષ વાવી તેનું જતન કરવા સંકલ્પ કર્યો હતો અને પર્યાવરણ બચાવો સંદેશો પાઠવ્યો હતો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ ચરણનું મતદાન શરૂ થવાના પ્રારંભિક ૨ કલાકોમાં ભરૂચ જિલ્લાની ૫ બેઠકો માટે સરેરાશ ૧૨ ટકા જેટલું મતદાન નોંધાયું હતું અને સાથે:ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસર અને ઝઘડિયા વિધાનસભા બેઠકના ભાજપ, કોંગ્રેસ, આપ સહિત અપક્ષ ઉમેદવારોએ પ્રારંભિક કલાકોમાં જ પોતાનું મતદાન નોંધાવી પોતાની જીતની આશાઓ વ્યક્ત કરી હતી ભરૂચ વિધાનસભા બેઠકના ભાજપના રમેશ મિસ્ત્રીએ પોતાના વિસ્તારમાં નજીકમાં જ આવેલા નારાયણ વિદ્યાવિહાર ખાતેના મતદાન મથક ઉપર પોતાનો મત આપી જીતની આશાઓ વ્યક્ત કરી હતી અને મોટી લીડ થી જીત મેળવવાની આશાઓ વ્યક્ત કરવામાં આવી હતી તો સાથે તેમની સામે કોંગ્રેસમાંથી ઉભા રહેલા જયકાંત પટેલે પણ માંડવા ખાતે પોતાનું મત આપ્યો હતો અને જીતની આશાઓ વ્યક્ત કરી હતી
અંકલેશ્વર વિધાનસભાના ભાજપના ઈશ્વર પટેલે પણ પોતાના વિસ્તારમાં નજીકના મતદાન મથક ઉપર પહોંચી પોતાનું મત આપ્યો હતો અને સાથે જ તેમના સગા ભાઈ પણ કોંગ્રેસના વિજય ઉર્ફે વલ્લભ પટેલ, ચૂંટણી જંગમાં હોવાના કારણે તેઓએ પણ પોતાના મત વિસ્તારમાં પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો સગા બન્ને ભાઈઓએ એક જ મતદાન મથક ઉપર મત આપી જીતની આશાઓ વ્યક્ત કરી હતીઝઘડિયા તાલુકાના મતવિસ્તારમાં પણ અપક્ષ માંથી ઉમેદવારી કરી રહેલા છોટુ વસાવા, ભાજપના રીતેશ વસાવા, કોંગ્રેસના ફતેસિંહ વસાવાએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું અને લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી અને વધુમાં વધુ મતદાન થાય તેવી આશાઓ પણ ઉમેદવારોએ વ્યક્ત કરી હતી
જંબુસરના ભાજપના ડી.કે.સ્વામી, કોંગ્રેસના સંજય સોલંકીએ પણ પોતાના મત વિસ્તારમાં પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો અને સામાન્ય માણસની જેમ જ મતદાન મથક ઉપર પહોંચી મતદાન કરી ઉમેદવારોએ જીતની આશાઓ વ્યક્ત કરી હતી વાગરા બેઠકના ભાજપના અરૂણસિંહ રણા, સુલેમાન પટેલે પોતાનો મતનો ઉપયોગ કર્યો હતો અને પોતાના મતવિસ્તારમાં પોતે મતદાન કરીને પણ લોકોને જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા અને સવારથી જ વાગરા મત વિસ્તારમાં પણ ઉત્સાહ અને ઉમંગ વચ્ચે લોકો મતદાન કરતા જોવા મળ્યા હતા ભરૂચ જિલ્લા કલેકટર ડોક્ટર તુષાર સુમેરાને પણ નજીકમાં જ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો અને લોકોને પણ મતદાન કરવા માટે જાગૃત થવાની અપીલ કરી હતી અને વધુમાં વધુ મતદાન થાય તે અંગેની પણ અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટર એ પણ મતદાન બાદ પોતાના ફોટોને શેર કરી લોકોને મતદાન કરવા માટે જાગૃત કરાયા હતા
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલાની એક આદિવાસી યુવકને ફોન પર ધમકી.. ઓડિયો વાયરલ..
ભરૂચ જિલ્લાની વાગરા મતવિસ્તાર બેઠક રસાકસી ભરેલી જોવા મળી રહી છે અને આ બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય અરુણસિંહ રણાએ થોડા દિવસ અગાઉ જ વાગરા ના સાયખા ગામના અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો અને આ જ ખેસ પહેરનારી પોતાના મત વિસ્તારમાં એક આદિવાસી યુવકને ફોન ઉપર જ આદિવાસીઓના મત ભાજપને જ પડવા જોઈએ અને પેટી ખુલશે અને મત નહીં હોય તો જોઈ લેજે સમગ્ર ઓડિયો ધમકી ભર્યો હોવાનો વાયરલ થઈ રહ્યો છે જેના પગલે મતદારોમાં પણ કુતૂહલ સર્જાયું છે
વાયરલ ઓડિયો..ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચેની જંગ છે : અરુણસિંહ રણા
છેલ્લી બે ટર્મથી વાગરા મતવિસ્તારના ધારાસભ્ય રહી ચૂકેલા અને સતત ત્રીજી ટર્મ માટે ઉમેદવાર તરીકે ઉતરેલા અરુણસિંહ રાણા લોકોને મત માટે આજીજી કરી રહ્યા હોવાના છેલ્લા ત્રણ દિવસથી ઓડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં વધુ એક ઓડિયોમાં વિવાદાસ્પદ શબ્દનો ઉપયોગ કરતા મુસ્લિમ સમુદાયમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે જેમાં ઓડિયોમાં કહી રહ્યા છે કે જરા જોઈ લેજો સુલેમાનને લાવવાનો નથી આ ઇન્ડિયા પાકિસ્તાનની વચ્ચેની જંગ છે જેવા શબ્દો નો ઉપયોગ કરી રહ્યા હોવાના ઓડિયો સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા વાગરા મતવિસ્તારના મુસ્લિમ બિરાદરોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.