Analog Paneer Test at Home: બજારમાં ધૂમ મચાવી રહ્યું છે 'એનાલોગ પનીર', જાણી લો નકલી પનીર ઓળખવાની આ 4 સરળ રીત
Analog Paneer Test at Home: આજના સમયમાં બજારમાં દૂધ અને ડેરી પ્રોડક્ટ્સમાં ભેળસેળનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તેમાં પણ હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને કેટરિંગમાં વ્યાપક પ્રમાણમાં વપરાતું 'એનાલોગ પનીર' (Analog Paneer) લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરી રહ્યું છે. અસલી પનીર જેવા જ દેખાતા આ નકલી પનીરથી હાર્ટ અને બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. જો તમે પણ બહાર ખાવાના શોખીન છો, તો આ અહેવાલ તમારા માટે અત્યંત મહત્વનો છે.
Advertisement
Analog Paneer Test at Home: ગુજરાત સરકારે નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને 6 ઓગસ્ટ 2026 થી રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ તેમજ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. એનાલોગ પનીર એ અસલી દૂધમાંથી બનતું પનીર નથી, પરંતુ તે દૂધની ચરબીના સ્થાને પામ ઓઈલ, વનસ્પતિ તેલ (વેજીટેબલ ફેટ), સ્ટાર્ચ અને વિવિધ કેમિકલ્સનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવતું એક કૃત્રિમ ઉત્પાદન છે, જે દેખાવ અને સ્વાદમાં અસલી પનીર જેવું જ લાગે છે. બજારમાં અસલી ડેરી ઉત્પાદનોના નામે આવા નકલી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થો વેચીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા આ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જો તમે પણ બહાર ખાવાના શોખીન છો, તો આ અહેવાલ તમારા માટે અત્યંત મહત્વનો છે.

