માત્ર 10 મિનિટના યોગના અદ્ભુત ફાયદા
ઘણા લોકો માને છે કે યોગના ફાયદા મેળવવા માટે લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરવી જરૂરી છે, પરંતુ હકીકતમાં દરરોજ માત્ર 10 મિનિટનો નિયમિત યોગ પણ શરીર અને મન માટે અનેક લાભ આપી શકે છે. આ દરમિયાન કરવામાં આવતી સરળ યોગ મુદ્રાઓ નર્વસ સિસ્ટમને સક્રિય બનાવે છે, રક્ત પરિભ્રમણમાં સુધારો કરે છે અને શરીરમાં નવી ઊર્જાનો સંચાર કરે છે. ખાસ કરીને કલાકો સુધી ડેસ્ક પર બેસીને કામ કરતા લોકો માટે આ ટૂંકું યોગ સત્ર સ્નાયુઓની જડતા દૂર કરવામાં અને શરીરને લવચીક રાખવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
ઉપરાંત, નિયમિત યોગથી કેલરી બર્ન કરવાની પ્રક્રિયા વધુ સક્રિય બને છે અને ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધરવામાં પણ મદદ મળે છે. જોકે, જો તમારો મુખ્ય હેતુ મસલ્સ વધારવાનો અથવા શરીરનો આકાર બદલવાનો હોય, તો માત્ર 10 મિનિટનો યોગ પૂરતો નથી. તેના માટે લાંબા સમય સુધી વિવિધ પ્રકારની કસરત અને યોગ્ય ટ્રેનિંગ સાથે સંતુલિત આહાર પણ જરૂરી છે.
ઘરે 10 મિનિટનો યોગ પ્રવાહ કરવાની રીત
જો તમારી પાસે જિમ કે લાંબી કસરત માટે સમય ન હોય, તો ઘરે માત્ર 10 મિનિટનો યોગ ફ્લો પણ શરીરને સક્રિય અને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ બની શકે છે. આ સેશનની શરૂઆત ડાઉનવર્ડ ફેસિંગ ડોગ પોઝથી કરો અને ત્યારબાદ થ્રી-લેગ્ડ ડોગથી રિવોલ્વ્ડ લંગમાં જાઓ. બંને બાજુ લગભગ 30 સેકન્ડ સુધી આ સ્થિતિ જાળવી રાખ્યા પછી લો લંગ અથવા હાફ સ્પ્લિટ પોઝ કરો. ત્યારબાદ લિઝાર્ડ પોઝમાં રહી હિપ્સને હળવેથી ડાબી અને જમણી તરફ હલાવો, જેનાથી શરીરની Flexibility વધે છે.
આગળ સ્કંદાસન અને ટ્વિસ્ટેડ વાઇડ-લેગ્ડ ફોરવર્ડ ફોલ્ડ કરીને શરીરના નીચેના ભાગને સારી રીતે સ્ટ્રેચ આપો. અંતે વાઇડ-લેગ્ડ ફોરવર્ડ ફોલ્ડ, સ્ટ્રેડલ અને ફોલન ટ્રાયંગલ પોઝમાંથી પસાર થઈ ફરી ડાઉનવર્ડ ફેસિંગ ડોગ સાથે આ યોગ ફ્લો પૂર્ણ કરો. આ નિયમિત અભ્યાસ શરીરની જડતા ઘટાડવા, સ્નાયુઓને સક્રિય રાખવા અને દિવસભર તાજગી અનુભવવામાં મદદ કરી શકે છે.
ખાસ સલાહ : યોગ અભ્યાસમાં ક્યારેય ઉતાવળ ન કરો. હંમેશા ઊંડો શ્વાસ (Deep breath) લો અને શરીરને અનુકૂળ આવે તેટલું જ સ્ટ્રેચ (Stretch) કરો.
નિયમિતતા જ આપશે ઉત્તમ પરિણામ
ફિટનેસ નિષ્ણાતોના મતે, યોગમાં તમે કેટલો લાંબો સમય આપો છો તેના કરતાં તમે કેટલા નિયમિત (Consistent) છો તે વધારે મહત્વનું છે. અઠવાડિયામાં ક્યારેક જ કલાકો સુધી કસરત કરવા કરતાં રોજ 10 મિનિટ ફાળવવી વધુ શ્રેષ્ઠ છે. આવી સરળ અને ટૂંકી જીવનશૈલી (Lifestyle) અપનાવવાથી દૈનિક દિનચર્યાને લાંબા સમય સુધી હેલ્ધી રાખવી ખૂબ જ આસાન બની જાય છે.
આ પણ વાંચો : Health Tips : ભ્રમ તૂટ્યો! 'લિમિટમાં દારૂ પીવો સુરક્ષિત છે' એવું વિચારતા હોવ તો વાંચી લો આ ચોંકાવનારો અહેવાલ