ખજૂર : સામાન્ય રીતે ખજૂરમાં કુદરતી રીતે જ એટલું ગળપણ હોય છે, કે જો તમે ખજૂરમાંથી કોઈ મીઠાઈ પણ બનાવો તો અન્ય કોઈ ગળપણ ઉમેરવાની જરૂર પણ પડે. અને એટલે જ તો ખજૂરની ચટણી પણ આપણા દરેકની ફેવરિટ જ હોય છે.. ત્યારે આવો જાણીએ આ ગુણકારી ખજૂર વિશે અગત્યની વાતો..- ખજૂર આપણે ત્યાં કોઈ પણ સીઝનમાં લોકો આજકાલ ખાવા લાગ્યા છે. પરંતુ એક સમય હતો જ્યારે એને શિયાળા સિવાય ખાવામાં આવતી નહીં. અને એમ મનાતું કે એ ગરમ પડે.ખજૂર ખાવાનો અને એને માણવાનો સારો સમય આમ તો શિયાળો જ છે. પરંતુ ચાલો આપને જણાવીએ ખજૂર ખાવાનો યોગ્ય સમય અને તેને ખાવાની સાચી રીત, જે તેની સ્વાસ્થ્ય પર થતી અસર બમણી કરશે.ખજૂર ઘી વગર ખાવી યોગ્ય ગણાતી નથી. શિયાળામાં તમે ખજૂર ખાઓ અને ઘી વગર ખાઓ એ યોગ્ય ન ગણાય.જો ઘીમાં સાંતળીને ભાવતી હોય તો એ રીતે ખાઓ. નહીંતર એમનેમ ઘી લેવું અને એમાં બોળીને ખજૂર ખાઓ. ખાસ કરીને બાળકો માટે ખજૂર અને ધીનું સાથે કરેલું સેવન અત્યંત પોષણ આપનારું છે.આ સાથે લોહીની ઊણપ હોય તેવા દર્દી પણ નિયમિત રોજ ૨ ખજૂરનું સેવન કરશે તો ચોક્કસથી ફાયદો જણાશે.