દરેક શાકભાજી અને ફળોને ઋતુ અનુસાર લેવાથી તેમાં રહેલા મહત્તમ પૌષ્ટિક તત્વો મેળવી શકાય છે. તાજા શાકભાજી અને ફળોના રસ આપણને વિવિધ રોગોથી રક્ષણ આપે છે. જુદા રોગોમાં જુદા જુદા શાકભાજી અને ફળના રસનો ઉપયોગ...૧. ઘઉંના જવારાના રસ થી કેન્સર સામે રક્ષણ મળે છે. વાળ ખરતાં અટકે છે. લોહી ચોખ્ખું કરે છે. ચામડીના રોગો મટે છે.૨.🥒દૂધીનો રસ પીવાથી પેટનો ગેસ ઓછો થઇ જાય છે. એસીડીટી મટે છે. ઠંડક થાય છે.૩.🥬લીલા પાંદડાંવાળી મેથી- તાંદળજાની ભાજીમાં આયર્ન છે, જેથી લોહી સુધરે છે. એસીડીટી મટાડે છે.૪.🍀કોથમીર નો રસ ઠંડક આપે છે. પાચનક્રિયામાં મદદ કરે છે. લોહીનું હિમોગ્લોબીન સુધારે છે. આંખની શક્તિ વધારે છે.૫.☘️તુલસીનો રસ પીવાથી ગેસ મટે છે. પેટના કૃમિનો નાશ કરે છે. ઉલટી થતી મટાડે છે. ઉધરસ મટાડે છે.૬.🥬પાલક નો રસ લોહી સુધારે છે. પેટ સાફ રાખે છે. ઉધરસ મટાડે છે.૭. 🍀ફૂદીનાનો રસ ભૂખ મટાડે છે. ઉધરસ મટાડે છે. પેટના રોગોમાં ફાયદો કરે છે. મધ અને લીંબુના રસ સાથે ફૂદીનાનો રસ આપવાથી પાચનક્રિયામાં મદદ મળે છે.૮. 🧄સફેદ ડુંગળીના રસ માં એક ચમચી ઘી મેળવીને પીવાથી પેટના રોગો- દુખાવો- ગેસ- એસીડીટી મટે છે. વાયરસથી થતા રોગો મટે છે.૯. 🥒કારેલાનો રસ પીવાથી ભૂખ લાગે, ઉધરસ મટાડે છે. કરમીયા દૂર કરે છે. કોઢ (લ્યુકોડર્મા) મટાડે છે, કિડની સ્ટોન દૂર કરે છે.૧૦.🍈કોબીજનો રસ સવારે ભૂખ્યા પેટે તાજો ૧૦૦ મી.લી. પીવાથી એસીડીટી તદ્દન મટી જશે. તેમાં રહેલા વિટામિન ‘બી’ કોમ્પલેક્ષ ચામડીની ચમક વધારે છે. ઉધરસ મટે છે, હોજરી અને આંતરડાનાં ચાંદાં દૂર થાય છે.૧૧.🍅ટમેટા ના રસમાં વિટામિન ‘એ’ મળે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. ડાયાબીટીસમાં રાહત આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ બનાવે છે. પાચનક્રિયા સુધારે છે. હિમોગ્લોબીન વધારે છે. આંખની શક્તિ વધારે છે.૧૨.🥕ગાજરનો રસ પીવાથી આંખની જોવાની શક્તિ અકબંધ રહે છે. શરીરમાં રહેલો યુરીક એસિડ કાઢી નાખે છેએટલે ‘ગાઉટ’ રોગ થતો નથી. ગાજર ચાવીને ખાવાથી દાંત મજબુત થાય છે. ખરજવામાં ફાયદો કરે છે.૧૩.🌰બીટનો રસ તેમાં રહેલા આયર્નને કારણે હિમોગ્લોબીન વધારે છે. પેટ સાફ રાખે છે. ઠંડક આપે છે.૧૪.🥒કાકડીનો રસ પીવાથી ડાયાબીટીસની અસર દૂર થાય છે. ગાઉટમાં ફાયદો કરે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે.૧૫. 🍠મૂળા અને મૂળાની ભાજીનો રસ કબજીયાત મટાડે છે. લોહી સુધારે છે. કિડનીને કાર્યક્ષમ બનાવે છે.૧૬. ચોળીની શિંગથી ઈન્સ્યુલીન વધારે ઉત્પન્ન થાય છે. ડાયાબીટીસ કાબુમાં આવે છે.૧૭.🧄લસણનો રસ પીવાથી શરીર જકડાઇ ગયું હોય તો તેમાં રાહત થાય છે. પેટના રોગો (વાયરસ બેકટેરીઆ નાશ પામવાથી)માં આરામ મળે છે. આ ઉપરાંત બી.પી.નું પ્રમાણ ઓછું થાય છે.૧૮.🧅આદુનો રસ પીવાથી ગેસ ઓછો થાય છે, ઉધરસ મટે છે, હૃદયરોગ થતો અટકાવે છે, ગળા અને નાક (સાઈનસ)માં ભરાએલા કફને દૂર કરે છે. માથુ દૂખતું હોય ત્યારે નાકમાં આદુનો રસ બે ટીપાં નાખવાથી મટી જાય છે.૧૯. 🍎સફરજનનો રસ એસીડીટી, અપચો, કિડનીના રોગો અને જ્ઞાનતંતુના રોગોમાં રાહત આપે છે.૨૦. 🍇કાળી દ્રાક્ષનો રસ પીવાથી કબજિયાત મટી જાય છે. હરસ થતા અટકે છે. શરીરમાં ગરમી લાગતી હોય તેમાં રાહત આપે છે.૨૧. 🍏જામફળનો રસ પીવાથી કબજિયાત મટે છે. શુક્રાણુ વધે છે અને શરીરને શક્તિ આપે છે.૨૨. 🍋લીંબુનો રસ આંતરડામાં બેકટેરીઆનો નાશ કરે છે. બધા જ પ્રકારના ચેપથી રક્ષણ થાય છે. ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવી તેમાં મધ નાખી રોજ ભૂખ્યા પેટે પીવાથી કબજિયાત મટે છે. લીંબુના રસથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે. મગજ શાંત કરે છે. લીંબુના રસમાં રહેલ વિટામિન સી લોહીની નળીઓને મજબૂત બનાવે છે. બી.પી.ને કાબૂમાં લાવે છે.૨૩.🍈 આમળાનો રસ વીર્યની વૃઘ્ધિ કરે છે.૨૪. 🍉તરબૂચ અને ટેટીનો રસ ઠંડક આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ કરે છે. દૂષિત પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે. કબજિયાત મટાડે છે.૨૫.🍊 નારંગીનો રસ પીઓ ત્યારે પેશીની આજુબાજુ રહેલ સફેદ કવર (ફાઈબર)માં કેલ્શ્યમ ખૂબ મળે છે. હાડકાં- દાંત મજબૂત થાય છે. શ્વાસના રોગો- એલર્જીક કફ- દમમાં રાહત આપે છે.૨૬. 🥭પપૈયાનો રસ લીવર માટે ફાયદાકારક છે. પાચનક્રિયામાં મદદ કરે છે. કબજિયાત મટાડે છે. પેશાબના રોગોમાં રાહત આપે છે.૨૭. પાઇનેપલનો રસ પેટના કૃમિનો નાશ કરે છે. ગેસ મટાડે છે.૨૮. 🍈લીલા અંજીર થી પેશાબના દર્દો મટી જાય છે. ખાંસી ઓછી થાય છે. પેટના રોગો મટી જાય છે.૨૯. કોળાનો રસ પીવાથી પ્રોસ્ટેટ ગ્રંથિની તકલીફ દૂર થાય છે. પેટના રોગોમાં રાહત આપે છે. કરમીઆનો નાશ કરે છે.૩૦. જાંબુનો રસમાં રહેલા આયર્નથી લોહી સુધરે છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે. લીવરના રોગો મટાડે છે.યોગ્ય આહાર આપણને બારે માસ તંદુરસ્તી આપે છે. દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિ પ્રમાણે ઉપર જણાવેલા રસનું સેવન કરી શકે છે.